Connect with us

Uncategorized

કોરોનાના વધતા કેસને પગલે માઈક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં પણ જબ્બર ઉછાળો

કોરોનાના વધતા કેસને પગલે માઈક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં પણ જબ્બર ઉછાળો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાના વધતા જતા કેસના પગલે માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યામાં પણ જબ્બર ઉછાળો આવી રહ્યો છે. તંત્ર દ્વારા વધુ 30 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ.પ્લોટ શેરી નં.૩, ગલી નં.૩ માં વિમલભાઈ મંગી તથા સુનીલભાઇ મંગીનું મકાન મળી કુલ બે રહેણાંક મકાનનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શરૂ સેકશન રોડ, રાજનગર, અવધ હોન્ડા શોરૂમ પાસે જહાન્વી વિલા મકાનના ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધી કુલ પ (પાંચ) ફ્લેટનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રી ,.યોક નવાગામ ધેડ હુશેનાબેન નાશીરખાનથી શરૂ કરી ઈમરાનખાન પઠાણ સુધી અને સામેની બાજુ હરીફભાઈ મનજાભાઈ થી શરૂ કરી ચુનીલાલ દેવજીભાઈ સુધી ૫ (પાંચ) ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર એ.પી.શર્મા સ્કુલની બાજુમાં એડવેટ રેસીડન્સી પર્લવીંગ ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધી કુલ ૨૦ ફ્લેટનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જૈન મંદિર સામે, આર્ય સમાજ સ્કુલ રોડ વિનસ પ્લાઝાના ફલેટ નં. ૧૦૩ અને ફલેટ નં.૧૦૪ વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ.પ્લોટ દિવ્ય બંગલાની બાજુમાં ડાંગરવાડા બીપીનભાઈ રામજીભાઈ ચાંદ્રાના એક મકાનનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી સોપાન રેસીડેન્સી ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધીના કુલ ૨૦ રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૭/૮ વચ્ચે શેરી નં.૩ પ્રતિ પટેલના એક મકાનનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંકજ સોસાયટી-જયંત સોસાયટીની આગળ ગોકુલ ધામ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધીના કુલ ૨૦ રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગનાથ ગેઈટ જુનો કુંભારવાડો તંબોલી માર્કેટ, બાપુના બંગલાવાળી શેરી લક્ષ્મી નિવાસ પાસે “માતૃછાયા” “પરિક્ષિત” રાજેન્દ્ર ચૌહાણના એક મકાનનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટી વિરલ બાગ સામે જયંત વિનોદભાઈ શાહના એક મકાનનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર નેવીલ પાર્કથી આગળ ડી/૧૦ ફલેટ નં.૩૬હું (કવાર્ટસ) અરવિંદભાઈ તન્ના.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં.૪, ઓમકાર રેસીડન્સી (બ્લોક નં.૩૦૧) ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર સુધીના કુલ ૧૫ ફ્લેટનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડિયાવાડ કામ્બઈફળીમાં અરૂણાબેન_ અશોકભાઈ નાનાણીના ૧ રહેણાંક મકાનથી જયોતિબેન રાઠોડનું મકાન મળી કુલ ૩ રહેણાંક મકાનનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી ગણેશ પાંજરાપોળ ગેઈટ સામે, ક્રિષ્નાનગર, વિજય મંડપવાળી શેરી, એમ્યુઝમેન્ટ પાર્ક કુલ ૧૦ મકાનનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૫ દિ.પ્લોટ, શ્રીજી સદન, ન્યુ સ્કુલની બાજુમાં મિનાક્ષીબેન દિપકભાઈ વિસરોલીયાના એક મકાનનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રેમચંદ શેઠ કોલોની, શેરી નં.૨, જેલ રોડ રાજુભાઈ તથા હરેશભાઈના મકાન સહિત ૩ મકાનનો વિસ્તાર .
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાસ્ત્રીનગર, શંકર ટેકરી, શંકર મંદિર ઈશ્વરભાઈ મોહનભાઈ ચાંદ્રના એક મકાનનો વિસ્તાર
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ, શેરી નં. ૧, ટોપ ટાવર શાહ જ્યોતીબેન જયદિપભાઈ, શાહ શિયા જયદિપભાઈ ના ટોપ ટાવર મકાનના ગ્રાઉન્ડ ફલોરથી ફોર્થ ફલોર સુધીના ૯ ફ્લેટનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ કોલોની, સિધ્ધી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી ફોર્થ ફ્લોર સુધીના ૪ (ચાર) ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતી હાર્મોની, રોઝી પેટ્રોલ પંપ સામે “એ” વીંગ ૭૦૧ મળી કુલ ૪ ફ્લેટનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૬ દિ.પ્લોટ ઘનેશ્વર રેસીડેન્સી ગ્રાઉન્ડ ફલોરથી ફીફ્થ ફ્લોર સુધી ૫ ફ્લેટનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હિમ્મતનગર – પ૫, બ્રહમ સમાજની વાડી પાસે સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ પાસે એક ઘરનો વિસ્તાર
  24. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ભગવતીપરા વિસ્તારમાં પ્રથમ વાલજીભાઈ રૂડાભાઈ ભલસોડના ઘરથી દામજીભાઈ મયાભાઈ વિસાવડીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૮.
  25. જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના જામસર ગામે આવેલ પ્રથમ પ્રાગજીભાઈ ઘરમશીભાઈ કાંચાના ઘરથી છેલ્લે મગનભાઈ પ્રાગજીભાઈ સાપરિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૫.
  26. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ચેલા ગામે પ્રથમ મહોબતસિંહ રામસિંહ દેદાના ઘરથી કંચનબેન ઉમેદસિંહ દેદાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૫.
  27. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રથમ કિશોરચંદ્ર મોહનલાલ જોશીના ઘરથી છેલ્લે જયેશભાઈ વશરામભાઈ દોંગાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  28. જામનગર જીલ્લાના ઘ્રોલ નગરપાલિકાના ફુલવાડી રોડ પર આવેલ પ્રથમ આંબા માવજી ચૌહાણના ઘરથી છેલ્લે રઘુભાઈ પરમારના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪.
  29. ફામનગર જીલ્લાના જોડિયા ગામની વાણીયાશેરી વિસ્તારના પ્રથમ ચંદુગર સામગર ગૌસ્વામીના ઘરથી છેલ્લે મદુરાબેન મગનલાલ વેદના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૧૨.
  30. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે વૈષ્ણવ વાડી વિસ્તારમાં પ્રથમ આશિષભાઈ અમૃતભાઈ લાલકીયાના ઘરથી છેલ્લે મનસુખભાઈ રામજીભાઈ જોષીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

Uncategorized

જામનગર શહેર –જીલ્લાનાં વધુ 13 વિસ્તારો પ્રતિબંધ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જીલ્લા કલેકટર દ્વારા જામનગર શહેર અને જીલ્લામાં વધુ 13 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ  ઝોન જાહેર કરવામાં આવ્યા છે .વિસ્તારો ની યાદી નીચે મુજબ છે.

 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામ ખાતે નવી વેરાવળથી મોટા ખડબા જતા રસ્તાની જીવીબેન મેરાભાઈ ડાંગરના ઘરથી પશ્ચિમ બાજુએ થી દાના બોધા લગારીયાના ઘરના દક્ષિણ બાજુના કોર્નર સુધીના કુલ ઘર 5.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા માર્ગ પર હરીયા સ્કુલ પાસે આવેલ શુભ આવાસ એપાર્ટમેન્ટ.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર હુડકો મહાનગરપાલિકા સીવીક સેન્ટરની સામે નેવીલ પાર્ક પાસે આવેલ બ્લોક એ/10. જે
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ નહેરૂનગર શેરી નં.5/એ જેમાં જીવણ જયોત મકાન તેમજ સાગઠીયા નિવાસ વિ. નો સમાવેશ થાય છે તે સમગ્ર શેરી 50 મી લંબાઈના 14 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની રોડ પર આવેલ ગાત્રાળ ફરસાણવાળી શેરીમાં રામકૃષ્ણ સોસાયટી શેરી નં.8 તરીકે ઓળખાતા વિસ્તારમાં પુષ્પમ ટેનામેન્ટથી શરૂ કરી પ્રભુકૃપા મકાન તેમજ આડી ગલી સુધીની શેરીમાં 50 મી. લંબાઈમાં સમાવિષ્ટ થતો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર અમન-ચમન સોસાયટીમાં રોઝી સ્કુલવાળો રોડ કે જેમાં જુણેજા ઈલેકટ્રીકની સામેની શેરીમાં સમાવિષ્ટ થતા 9 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ રોડ પર આવેલ મોહનનગર જાડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટાવર નં.6. ર
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ પાસે આવેલ મધુવન સોસાયટી શેરી નં.2 કે જેમાં આઈશ્રી નાગબાઈ કૃપા મકાનથી શરૂ કરી અનુવીલા તેમજ શક્તિકૃપા તેમજ શ્રીરાજ મકાન સુધીનો 50 મી. લંબાઈનો આશરે 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળિયા નાકા બહાર, કનખરા સમાજ વાડી પાસે આવેલ ખાઈ ફળીમાં શાલીમાર મકાનથી શરૂ કરી ઈ.વી.બ્લોચ મકાન સુધીમાં કોહીનુર બંગલો તરીકે ઓળખાતી જગ્યા સહિતની શેરીનો 50 મી. લંબાઈનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી પાસ આવેલ અંજલી ન્યુઝ પાસે બાવાવાડ રાજદિપ બ્રાસવાળી ગલીમાં ગોવિંદમ મકાન, શક્તિ કૃપા મકાન સહિતના આશરે 7 મકાનોનો સમાવિષ્ટ થતી શેરીનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી પ્રણામી ટાઉનશીપ-1, બાઈની વાડી શેરી નં 4 માં સમાવિષ્ટ મકાન નં. 153 થી 168 બંધ શેરીનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સકલ પાસે શ્રી નાથ રેસીડન્સી એપાર્ટમેન્ટ.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષ માર્કટ પાસે મોચીસારમાં આવેલ વોરા વાડ મીનારાફળી કે 4માં હુરબાઈ મંજીલથી શરૂ કરી મહમદ મંજીલ સુધીનો શેરીનો વિસ્તાર.

વધુ વાંચો

Uncategorized

જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો નીચે સરક્યો, 36.8 ડીગ્રી

જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો નીચે સરક્યો, 36.8 ડીગ્રી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર માં એક જ દિવસમાં મહત્તમ તાપમાન નો પારો 1.6 ડિગ્રી નીચે સરક્યો છે. જામનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 36.8 ડીગ્રી નોંધાયું હતું. જોકે ભેજ નુ પ્રમાણ 85 ટકા રહેતા અસહ્ય બફરા નો લોકો એ સામનો કર્યો હતો. જામનગર કલેકટર કચેરી ના કંટ્રોલ રૂમ ના જણાવ્યા અનુંસાર મહત્તમ તાપમાન 36.8 ડીગ્રી , લઘુતમ તાપમાન 25.8 ડીગ્રી , હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા તેમજ પવન ની ગતિ 15 થી 20 કી.મી પ્રતિ કલાક ની રહેવા પામી હતી.  જામનગર માં લોકો આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે જામનગર માં મહત્તમ તાપમાન નો પારો 40 ડીગ્રી ની નજીક પહોચી ગયા બાદ ક્રમશ: તાપમાન નો પારો નીચે સરક્યો હતો. બે દિવસ  માં તાપમાન નો પારો 2.7 ડીગ્રી નીચે સરક્યો હતો. લોકો હાલમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે. બે દિવસ માં તાપમાન નો પારો નીચે સરકતા લોકોને તિવ્ર ગરમી માંથી આંશિક રાહત મળી હતી. જોકે ભેજનું ઉચું પ્રમાણ હોવાના કારણે શહેરીજનો એ ઉકળાટ અને બફારાનો સામનો કર્યો હતો. બપોરના સમયે આકરી લૂ થી લોકો પરેશાન થયા હતા.

વધુ વાંચો

Uncategorized

શું આપને બોલવા-ચાવવામાં તકલીફ પડે છે ? તો આપને કોરોના હોય શકે છે

WHO એ કોરોનાના નવા લક્ષણ અંગે દુનિયાને જાણકારી આપી

Khabar Gujarat

પ્રકાશિત

on

શું આપને બોલવામાં કે ચાવવામાં તકલીફ પડી રહી છે ? તો આપને કોરોના હોય શકે છે: વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના વધુ ગંભીર લક્ષણો અંગે સમગ્ર વિશ્વના દેશોને વાકેફ કર્યા છે. આ ઉપરાંત આ સપ્તાહમાં થયેલા સંશોધન અનુસાર કોરોના વાયરસનું અન્ય એક લક્ષણ મનોવિકૃતિ પણ છે.

ડબલ્યુએચઓના નિષ્ણાતોના મતે વ્યક્તિને બોલવામાં તીવ્ર તકલીફ થવી તે કોરોના વાયરસનું ગંભીર લક્ષણ છે. અત્યાર સુધી વિશ્વભરના ડોક્ટરો એવું જણાવતા હતા કે કફ અથવા ખાંસી થવી તેમજ તાવ આવવો તે કોરોનાના મુખ્ય લક્ષણો છે. ડબલ્યુએચઓની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસથી દુનિયામાં મૃત્યુઆંક ત્રણ લાખને પાર થઈ ગયો છે.

આ મહામારીથી બેઠા થયેલા લોકોનું કહેવું છે કે અન્ય લક્ષણો સાથે બોલવામાં તકલીફ એ કોરોના વાયરસનું સંભવિત લક્ષણ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે બોલવાની સાથે સાથે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું જોઈએ.

નિષ્ણાત તબીબોના મતે કોરોના વાયરસની લપેટમાં આવેલા લોકોને શ્વાસ લેવામાં સામાન્ય મુશ્કેલી પડતી હોય તો તેઓ કોઈપણ વિશેષ સારવાર વગર સાજા થઈ શકે છે. કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવો અથવા દબાણ, બોલવામાં તેમજ ચાલવામાં તકલીફ કોરોનાના ગંભીર લક્ષણ છે.

કોઈપણ વ્યક્તિને કોરોનાના નવા લક્ષણો જેમ કે બોલવામાં તકલીફ પડવી અથવા ચાલવામાં મુશ્કેલી જણાય તો તેણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. ડોક્ટર પાસે જતા પૂર્વે હેલ્પલાઈન પર એક વખત સલાહ પણ જરૂર લેવી જોઈએ તેમ નિષ્ણાતો જણાવે છે. બોલવામાં પડતી તકલીફ હંમેશા કોરોનાના લક્ષણ ના પણ હોઈ શકે. કોઈ વખત અન્ય કારણોસર પણ બોલવામાં તકલીફ પડી શકે છે. આ સપ્તાહમાં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે કોરોના વાયરસનું એક અન્ય લક્ષણ મનોવિકૃતિ (Phychosis) પણ છે.

મેલબોર્નની લા ટ્રોબે યુનિવર્સિટીએ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસથી કેટલાય દર્દીઓમાં મનોરોગ પણ વધી રહ્યો છે. આ અભ્યાસ સાથે સંકળાયેલા ડોક્ટર અલી બ્રાઉને જણાવ્યું કે કોરોના વાયરસ દરેક માટે તણાવભર્યો અનુભવ છે. દર્દી જ્યારે આઈસોલેશનમાં હોય છે ત્યારે તેનામાં તણાવ વધે છે. આ અભ્યાસાં જૂથે સાર્સ અને મર્સ વાયરસનો અભ્યાસ કરી એ જાણવા પ્રયાસ કર્યો હતો કે આનાથી વ્યક્તિની માનસિક સ્થિતિ પર શું અસર પડે છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ