Connect with us

રાજ્ય

આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડશે, એનડીઆરએફની 7 ટીમ તૈનાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિદ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. તો દરિયા પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાહ દ્વારા આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે પવન પણ ફુંકાઇ શકે છે. સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દ્વારકા, જામનગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ વરસાદની શક્યતા છે.

રાજ્ય

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.

31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે.

 

ગુજરાતમાં રોકાણમાં 333% પણ વધારો થયો છે. ભારતમાં વધારો 48 ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના msme માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે.

વધુ વાંચો

રાજ્ય

જાલિયાદેવાણી અને ધુનડામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ

લાલપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ ખાબકયો : જોડિયા અને જામજોધપુરમાં એક-એક ઈંચ : જામનગર-કાલાવડમાં ધીમી ધારે અડધો ઈંચ પાણી વરસ્યું 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જેમાં લાલપુરમાં બે, જોડિયામાં તથા જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે જામનગર-કાલાવડમાં વધુ અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી અને જામજોધપુર તાલુકાના ધૂનડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. જેમાં જિલ્લાના મુખ્ય તાલુકા મથકો પૈકીના લાલપુરમાં વધુ બે ઈંચ પાણી  પડયું હતું. જ્યારે જોડિયાની જામજોધપુરમાં એક-એક ઈંચ તથા જામનગર અને કાલાવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધ્રોલમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જામનગર જિલ્લામાં પડેલા વરસાદમાં ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં અને જામજોધપુરના ધૂનડા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો અને જામનગરના ધુતારપર, લાલપુરના મોટા ખડબા અને કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી, પરડવા, ધ્રાફા, શેઠવડાળામાં સવા બે – સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ લાલપુરના ડબાસંગ, ભણગોર, કાલાવડના ખરેડી, જામનગરના અલિયાબાડામાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે અને લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા અને મોડપર, જામજોધપુરના સમાણા, કાલાવડના નવાગામ, જામનગરના ફલ્લા, જામવણથલી, વસઈ, લાખાબાવળમાં એકથી સવા ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. ઉપરાંત જામનગરના મોટી બાણુંગર, કાલાવડના મોટા વડાળા અને પાંચદેવડા, નિકાવા, જામજોધપુરના વાંસજાળિયામાં એક-એક ઈંચ પાણી વરસ્યું છે તથા જામનગર તાલુકાના દરેડ, જોડિયાના હડિયાણા, બાલંભા, પીઠડ, ધ્રોલના લૈયારામાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ પડયો છે.

વધુ વાંચો

રાજ્ય

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વે નું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ ને મળ્યું છે જ્યાં આને સફળતા પૂર્વક ચલાવવા માટે સબંધિત સ્ટાફ ને આવશ્યક પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક  દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર ભારત ના સપના ને સાકાર કરતાં આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે જે 12000 હોર્સ પાવર નું છે તથા 6000 ટન ક્ષમતા ની માલગાડીને 100 KMPH ની ક્ષમતા થી ટ્રેક પર દોડી શકે છે અને આમાં હાઈરાઇજ પેંટોગ્રાફ છે. વર્તમાન માં આને અમદાવાદ મંડળ ના 100 લોકોપાયલોટ અને સહાયક લોકો પાયલોટ ને ટ્રેનીંગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.અત્યાર માં આ4 રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા બોટાદ-ધોળા જં રેલ ખંડો માં કાર્ય કરશે તથા સબંધિત મંજૂરી મળ્યા પછી આને અમદાવાદ-પાલનપુર તથા અમદાવાદ-ગાંધીધામ રેલખંડો પર ચલાવવામાં આવશે.

શ્રી ઝા ના અનુસાર આ રેલ એન્જિન નું નિર્માણ મધેપુરા ઇલેક્ટ્રીક લોકોમોટિવ પ્રા.લિ માં કરવામાં આવી રહ્યું છે તથા આ 1GBT બેસ 3 ફેજ ડ્રાઈવ તથા 12000 HP ની વીજળી નું એન્જિન છે જેનાથી આવનારા સમય માં પૂર ઝડપે માલગાડીઓ દોડાવવામાં આવશે તથા ટ્રેક પર ટ્રેનો નું સંચાલન સુગમતા પૂર્વક કરી શકાશે તથા કાર્ગો સ્પીડ વધશે અને રોડ ટ્રાફિક ને પુન: રેલ્વે તરફ આકર્ષિત કરવામાં સહાયક થશે. આ અત્યાધુનિક રેલ એન્જિન ના પરિચાલન થી ડીઝલ અને વિદેશી મુદ્રા ની બચત થશે તથા એર પોલ્યુશન તથા કાર્બન ફૂટપ્રિંટ બને ઓછું થઈ શકશે.ભારતીય રેલ્વે માં જ્યાં ટ્રેક પર વળાંક અને ચઢાઈ થાય છે તથા લોડ પર બેકિંગ પાવર ની જરૂરત પડે છે આ એન્જિન થી તે નિર્ભરતા સમાપ્ત થઈ જશે તથા એકલું આ પોતાની જાતે 6000 ટન ક્ષમતા ની માલગાડી ને પૂરી સ્પીડ થી ચલાવવામાં સક્ષમ છે.

વરિષ્ઠ મંડળ વીજળી એન્જિનિયર એ.સુંદરેસન એ જણાવ્યુ કે ભારત દુનિયા નો છઠ્ઠો આવો દેશ જ્યાં આ શક્તિશાળી રેલ એન્જિન નું પરિચાલન કરવામાં આવી રહ્યું છે.આની નોર્મલ સ્પીડ 100 KMPH છે જેને 120 KMPH પર ચલાવી શકાય છે.આ લોકો ની લંબાઈ 35 મીટર છે તથા આમાં એક હજાર લીટર હાઇ કંપ્રેશર કેપેસિટી ના બે ટેંક છે.આ રેલ એન્જિન ના આવવાથી ઘાટ સેક્શન માં બે એન્જિન લગાવવા માથી પણ મુક્તિ મળશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ