Connect with us

ગુજરાત

સરકારની લાપરવાહી એ રોળ્યો લગ્નોત્સવનો ઉમંગ

ચૂંટણીની રેલી, સભામાં ભીડ નો ભોગ બન્યા લગ્ન સમારોહ : લગ્નસમારોહ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત સહિત અનેક રાજયોમાં દિવાળી બાદ કોરોના ના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ-વડોદરા સહિત ના મહાનગરોમાં કોરોના વિસ્ફોટ તથા રાજય સરકાર દ્વારા અચાનક મહાનગરોમાં કર્ફયૂ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ કર્ફયૂ હટાવ્યો પરંતુ તેની સાથે હવે વધુ એક નિર્ણય લેતા રાજય સરકારે લગ્ન સમારોહ સહિતના ધાર્મિક કાર્યક્રમો માં 100 લોકોની મર્યાદાનો નિયમ જાહેર કર્યો છે. જેના કારણે અનેક પરિવારોને મુશ્કેલીમાં મુકાવામાં વારો આવ્યો છે. આ ઉપરાંત આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક ધધાંર્થીઓ પણ મુશ્કેલી હેઠળ આવી ચુકયા છે.

સમગ્ર દેશમાં છેલ્લા 8 થી 9 મહિનાથી કોરોનાની મહામારી થી લોકો લડી રહ્યા છે. કોરોનાના કારણે માર્ચ મહિનામાં સૌપ્રથમ લોકડાઉન જાહેર કરાયું હતું. ત્યાર થી દેશમાં અનેક ધંધા વ્યવસાયો મંદીમાં સપડાયા છે. લોકડાઉન બાદ જયારથી કેન્દ્ર સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યાર થી ધંધાવ્યવસાયો આર્થિક મોરચે ગાડી પાટા ઉપર ચડાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કેટલાંક વ્યવસાયો બંધ હાલતમાં છે. ખાસ કરીને લગ્ન સિઝનમાં લગ્ન સમારંભના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓની હાલત કફોડી બની છે.

લગ્નની ગત સિઝનમાં લોકડાઉનને કારણે અનેક લગ્ન સમારોહ મોકુફ રહ્યા હતાં. જેના કારણે મંડપ ડેકોરેશન, લાઇટ, સાઉન્ડ, કેટરીંગ, કંકોત્રી, કપડા સહિતના અનેક વ્યસાયમાં ખુબ મોટું નુકશાન થયું હતું. તાજેતરમાં અનલોક-5 માં કેન્દ્ર સરકારે 200 લોકોની સાથે લગ્નની મંજૂરી આપી હતી. જેથી ગત સિઝનમાં લગ્ન રદ થયેલા પરિવારજનો તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આ સિઝન સારી રહે તેવી આશા રાખી રહ્યા હતાં. પરંતુ તેમાં ફરીથી ગ્રહણ લાગી ચુકયુ છે.

તાજેતરમાં દિવાળીબાદ કોરોનાના કેસમાં વધારો થતા સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા રાજય સરકારે લગ્નમાં 200 લોકોની મંજૂરી પાછી ખેંચી લીધી છે તેના કારણે અનેક લોકોમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. દિવાળી પૂર્વ બિહાર વિધાન સભાની ચુંટણી યોજાઇ, ગુજરાતની પેટા ચુંટણી યોજાઇ તે દરમ્યાન શું કોરોના ની અસર ન હતી ??!! ચુંટણી દરમ્યાન રાજકિય પક્ષો તથા નેતાઓએ સભાઓ ગજવી તથા રેલીઓ કરી તેમજ પરિણામ બાદ વિજય રેલીઓ યોજી અને શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઇ ચુકયા ત્યારે સુપ્રિમ કોર્ટ કે રાજય સરકારને કોરોનાની ચિંતા શું ન દેખાઇ ??!! ગત સિઝન લગ્ન સમાંરોહ રદ થયા બાદ આ સિઝનમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ તથા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ લગ્નના મૂર્હુતો છે ત્યારબાદ આગામી ચાર થી પાંચ મહિના સુધી લગ્નના એક પણ મૂર્હુત નથી ત્યારે આવી સ્થિતીમાં સરકારના આવા નિર્ણય થી અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ચુકયા છે.

ચુંટણી પ્રચારમાં સભાઓ ગજવતા નેતાઓની શું સામાન્ય ધંધાર્થીઓ ની સ્થિતી નો ખ્યાલ નથી ?! છેલ્લા 6-7 મહિનાથી લગ્ન સમારંભ, ધાર્મિક કાર્યક્રમો, તહેવારોની ઉજવણી લગભગ બંધ રહેવા પામી છે. સામાન્ય રીતે માર્ચ થી ઓકટોબર મહિના સુધી તહેવારો ઉપરાંત લગ્ન સમારંભ, નવરાત્રી, ભાગવત કથા જેવા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે આવા કાર્યક્રમો પર સરકારે અંકુશ રાખ્યો હતો. પ્રજાએ જન્માષ્ટમી, નવરાત્રી, રક્ષાબંધન, ઇદ, ગણેશ મહોત્સવ, સંવતસરી જેવા તહેવારો સરકારી નિયમોને આધિન રહી સાદગી પૂર્વક ઉજવ્યા હતાં. જયારે સરકારે ચૂંટણીઓ યોજી રાજકીય તાયફા કર્યા હતાં. ત્યારે કોરોના ની અસર ન હતી ??!!

નવેમ્બર-ડિસેમ્બર ની લગ્નની સિઝનમાં માત્ર જામનગરની વાત કરીએ તો અંદાજે 500 થી વધુ લગ્ન લેવાયા છે. જે માટેની કંકોત્રીઓ છપાવા, વાડીઓ બુક કરવા જેવા આયોજનો લોકો કરી ચુકયા છે. ત્યારે સરકારના આ નિર્ણય થી ખુબ મુશ્કેલી ઉભી થઇ છે. અનેક લોકોએ ડિપોઝિટો પણ જમા કરાવી દીધી છે. લગ્નમાં માત્ર 100 લોકોની મંજૂરી ને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર પર આભ તુટી પડયા જેવી સ્થિતી સર્જાય છે. બેન્ડવાજા, ઘોડી, ડી.જે., ગાયક કલાકાર, કેટરસ ના ધંધાર્થીઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કંકોત્રી, મંડપ ડેકોરેટર, લાઇટીંગ, ફોટોગ્રાફર સહિતના અનેક ધંધાર્થીઓ ની હાલત કફોડી બની છે. ગત સિઝન ફેલ ગયા બાદ આ સિઝનમાં પણ સરકારના નિર્ણય થી મુશ્કેલીમાં મુકાયા છે.

સરકાર ને શું ચૂંટણીઓ યોજી સતા મેળવવામાં જ રસ છે !!.. કોઇ પણ ભોગે તાજેતરમાં ચૂંટણીઓ યોજાઇ હતી. લોકોને તહેવારની ઉજવણીમાં સંયમ રાખવાની અપિલ કરનાર સરકાર ચૂંટણીનો પ્રચાર નિયમો નેવે મુકીને કરતી હોય છે. કોઇ પણ રાજકીય પક્ષ હોય માત્ર પોતાનો લાભ જોતી હોય છે??!! પક્ષ દ્વારા દિવાળીના સ્નેહ મિલન, ચૂંટણી પ્રચાર, સત્કાર સમારોહ, રેલીઓ યોજતી હોય છે. રેલીમાં ફટાકડા ફોટી મોટી સંખ્યામાં લોકો ઉમડતા હોય છે અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉઠાવતા હોય છે. ત્યારે રાજકીય રોટલાં શેકતા નેતાઓ ને નાના ધંધાર્થીઓની કોઇ ચિંતા નથી હોતી ??!!

સરકારના આકસ્મિક નિર્ણયથી હાલ તો લોકો પરેશાનીમાં મુકાયા છે અને આગામી સમયમાં જેના આધારે લગ્ન સમારંભ છે તેઓ હાલ ચિંતા સેવી રહ્યા છે.

ગુજરાત

નિર્ણયો લેવાની સત્તા, ચૂંટાયેલી મહિલાઓના પતિદેવો પાસે શા માટે ?!

હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતાં, ચૂંટણીપંચને નોટિસ: સુનાવણી ફેબ્રુઆરીમાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે ગામડાંઓમાં સરપંચપદે ચૂંટાઇ આવતી મહિલાઓથી માંડીને કોર્પોરેશનોમાં ચુંટાતી નગરસેવિકાઓ સુધીના કિસ્સાઓમાં મોટે ભાગે આ પદ સંબંધી નિર્ણયો, આ મહિલાઓના પતિઓ લેતાં હોય છે. જેને પરિણામે ઘણાં પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને નિયમભંગ સહિતની અનિયમિતતાઓ અને ગેરરિતીઓ પણ થતી હોય છે. આ આખો મામલો રાજયની વડી અદાલતમાં પહોંચ્યા પછી, અદાલતે રાજય ચૂંટણીપંચને જવાબ મેળવવા નોટીસ મોકલાવી છે. અને આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં મહિલાઓ ચૂંટાયા બાદ તેમના પરિવારના પુરુષો મહિલાઓને માત્ર નામની રાખીને સત્તા પર રાજ કરતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.

તાલુકા અને જીલ્લા સ્તરે સરપંચ, પાલિકા પ્રમુખ,કોર્પોરેટર કે અન્ય હોદ્દા માટે ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને પતિ કે પુત્ર દ્વારા હાંસિયામાં ધકેલીને પોતે જ સત્તા ભોગવતા હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. પરિવારના પુરુષ સભ્યો દ્વારા રબર સ્ટેમ્પની જેમ મહિલાઓને માત્ર ચૂંટણી લડવા સિવાય કોઇ નિર્ણય લેવા દેવામાં આવતા નથી. આ પ્રકારે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા પરિવારજનો સામે ચૂંટણી પંચે પગલા લેવા જોઇએ.

મહિલાઓને તેમની રીતે વહીવટી નિર્ણયો લેવા દેવાની સ્વતંત્રતા મળે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. મહિલાને માત્ર ચૂંટણીમાં જીતી ગયા બાદ સાઇડ લાઇન કરીને તમામ નિર્ણયો તેમના પતિ કે પુત્ર કરે છે.

બસપાના મહામંત્રી નિરંજન ઘોષે કરેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, શીડયૂલ કાસ્ટ અને શીડયૂલ ટ્રાઇબની મહિલાઓ જનરલ કેટેગરીની મહીલાઓ કરતા અલગ જીવન જીવે છે. તે પોતાના પરિવારના ભોગે પોતાની કારકિર્દીને છોડી દે છે. જેનો ગેરલાભ તેના પતિ કે પુત્રો લેતા હોય છે.

વધુ વાંચો

ગુજરાત

પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત

સ્વ. કેશુભાઇ પટેલ-સ્વ. ફાધર વાલેસ-સ્વ.મહેશ-નરેશ(કનોડીયા બંધુ)-ડો.ચંદ્રકાંત મહેતા અને કવિ દાદુદાન ગઢવીનું સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના પદ્મ અવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, જ્યારે કનોડિયા બંધુ બેલડી મહેશ-નરેશ (મરણોત્તર), દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી અવોર્ડ એનાયત કરવામાં આવશે.

ફાધર વાલેસની વાત કરીએ તો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક કર્યું. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેમનું 9 નવેમ્બર 2020ના રોજ નિધન થઈ ગયું હતું.
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.

મહેશ અને નરેશ કનોડિયા મૂળ કનોડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામ આવ્યું છે. કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા, જ્યાં ભારે સંઘર્ષ કરીને દક્ષિણ મુંબઈમાં પેડર રોડ જેવા પોશ વિસ્તારમાં ઘર વસાવ્યું હતું. આ પછી લોકપ્રિય ગાયકો થયા, મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા અને ત્યાંથી ઠેઠ સંસદભવન સુધીની સફર બંને ભાઈઓએ કરી. મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપ્યું હતું, જેમાં વેલીને આવ્યાં ફૂલ (1970)જિગર અને અમી (1970)તાના-રીરી (1975)તમે રે ચંપો ને અમે કે વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારાં સંભારણાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરના રોજ 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું જ્યારે 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા અનંતની સફરે ઊપડી ગયા હતા.

વધુ વાંચો

ગુજરાત

દાહોદ ખાતે પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના દાહોદ ખાતે દેશના 72મા પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ તથા સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા છે. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. ટૂંક સમયમાં જ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે.

સમગ્ર દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. CM રૂપાણીએ ધ્વજારોહણ કરી ઉજવણીની શરૂઆત કરી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કરશે. મેદાનમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ અને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા બંને મહાનુભાવોને પોડિયમ ખાતે લઈ જશે. પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ પાસ્ટ કરશે. આ પરેડમાં પુરુષોની સાથે વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ