Connect with us

સૌરાષ્ટ્ર - કચ્છ

આ ગામમાં એક મહિલા સહીત ચાર લોકોના રહસ્યમય રીતે મોત

બે દિવસ પૂર્વે જ વતનથી ખેતમજુરી કામ કરવા માટે આવ્યા હતા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોટાદના લાઠીદડ ગામે ચાર લોકોના રહસ્યમય રીતે મોત થતાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.લાઠીદડ ગામે મજુરી કરવા આવેલ એક મહિલા સહીતના ચાર શ્રમિકોના મૃત્યુ નીપજ્યા છે. તેઓએ આપઘાત કરી લીધો છે કે પછી હત્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ચારેયના મોતનું કારણ હજુ પણ અસ્પષ્ટ છે.

બોટાદના લાઠીદડ ગામે મજુરી કરવા આવેલા ચાર શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.  બે દિવસ પૂર્વે છોટા ઉદેપુરના કંઠમુડવા ગામના શ્રમિકો લાઠીદડ ગામે ખેત મજુરી કરવા આવ્યા હતા. અને ચારેયના મૃતદેહ મળી આવ્યા છે.જે પૈકી એક મહિલા છે. આ ઉપરાંત એક આધેડની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ ચારેય શ્રમિકોના કુદરતી કારણોસર મોત થયા છે? તેઓએ આત્મહત્યા કરી લીધી છે કે પછી હત્યા ? તે અંગેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મૃત્યુના કારણ અંગે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોતના કારણને લઇને ઘૂંટાઈ રહેલા રહસ્યને લઇને આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.

 

રાજ્ય

તમે ટોળાં ભેગાં કરો, અમને વિરોધની પણ મનાઇ ?! : ખેડૂતો

મુખ્યમંત્રીના હોમ ટાઉનથી ગુજરાતમાં ખેડૂત આંદોલનની શરૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારના કૃષિ ખરડાં કંપનીઓને વધુ માલામાલ અને ખેડૂતો અને આમ નાગરિકોને વધુ પાયમાલ કરનારા છે તેમ કહીને દિલ્હીમાં તા.26 નવેમ્બરથી ખેડૂતો એકધારૂ આંદોલન ચલાવી રહ્યા છે પણ તાનાશાહી સરકારનું વલણ અક્કડ રહ્યું છે, વિરોધ માત્ર દિલ્હી, પંજાબ, હરિયાણાના ખેડૂતોનો નથી પણ દેશભરમાં આ કાળા કાયદા સામે આક્રોશ પ્રવર્તે છે પણ ભાજપની સરકારો દમનકારી નીતિ અપનાવી અવાજને બહાર આવતા રોકે છે, એક વાર સરકાર વિરોધ પ્રદર્શન કે જેની બંધારણીય છૂટ છે તેની મંજુરી આપે તો કેટલો રોષ છે તે દેશ જાણી શકે તેમ રાજકોટ આવી પહોંચેલા દિલ્હી કિસાન આંદોલનના અમરજીતસિંહ સહિતના નેતાઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અઘોષિત કટોકટી છે, અગાઉ દિલ્હી જતા ખેડૂતોને રોકવા નજર કેદ કરાયા બાદ રાજકોટમાં કિસાન સંમેલનમાં ખેડૂતો ન જાય તે માટે 40 નેતાઓને પોલીસ બળથી નજર કેદ કરાયા છે. જેના નામ પણ જાહેર કરાયા હતા.

પત્રકારો સાથેની વાતચીતમાં પંજાબના આ કિસાન નેતાએ તડને ફડ કહ્યું કે પી.એમ.એ કોરોનાની આડમાં લોકતંત્રની ધજ્જીયા ઉડાડીને આ કૃષિ બિલો મંજુર કર્યા છે. દિલ્હીમાં કિસાન નેતાઓ સાથે અનેકવાર મંત્રણાઓ બાદ તેમાં અનેક સુધારા કરવા તૈયાર થઈ છે તે દર્શાવે છે કે કાયદો ખેડૂતોના કે લોકોના હિતમાં નથી. પરંતુ, જે માલ જ ખોટો છે અને નાંખી દેવા જેવો છે તેને ફેંકવાને બદલે તેનું પેકિંગ ક્યા ઈરાદે સરકાર રાખવા માંગે છે? તેવો સવાલ તેમણે કર્યો હતો.

ત્રણ દિવસ પછી તા.26 જાન્યુઆરીએ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે મુદ્દે આ કિસાન નેતાએ કહ્યું કે પ્રજાસત્તાક પર્વમાં અનેકવિધ સંસ્કૃતિઓ પહેરવેશ સાથે જોડાય છે તો આ વખતે અમે ખેડૂતો અમારી રીતે તેમાં જોડાવવા માંગીએ છીએ અને સરકાર અમને આ માટે રૂટ મેપ આપે, આ દિવસે રેલી તો યોજાશે જ.

કૃષિ બિલનો આટલો ઉગ્ર વિરોધ કેમ શરૂ કર્યો? આ કિસાન નેતાએ જણાવ્યુ કે આપણી રેલવે પર અદાણીનું નામ લાગ્યું, બી.એસ.એન.એલ.નો ઘડોલાડવો થયો હવે ખેતીવાડી આ ઉદ્યોગપતિઓના હાથમાં જતા આજે લોકોને જે રૂા.20-25ના કિલો લેખે ઘંઉનો લોટ મળે છે તે પછી પેકિંગમાં રૂા.100માં મળશે. આ વાત અમે બરાબર સમજી ગયા છીએ અને સમગ્ર દેશની જનતાના હિતમાં આ આંદોલન જ્યાં સુધી કૃષિ કાયદા પાછા નહીં ખેચાય ત્યાં સુધી ગમે તેવા વિઘ્નો વચ્ચે પણ ચાલુ જ રહેશે, બલ્કે તે પ્રસરશે.

રાજકોટમાં પાંચ દિવસ સુધી પોલીસે કિસાન સંમેલન યોજવા મંજુરી નહીં આપતા અને રેલીમાં ખેડૂતો સાથે આવનારા કિસાન નેતાઓને નજર કેદ કરી લેતા કિસાન નેતાઓએ અત્રે ત્રણ વખત ધરણાં કર્યા અને ત્રણેય વખત તેઓની અટકાયત થઈ અને છૂટયા બાદ ફરી ધરણાં પર બેઠા હતા. પોલીસે કર્ફ્યુ ભંગના મુદ્દે કિસાન નેતાઓને પકડતા જેલહવાલે કરાયા છે. આ સ્થિતિમાં ગુજરાતના કિસાન નેતાઓ સાથે અત્રે દિલ્હીના કિસાન નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આગામી આંદોલનની ચર્ચા કરાઈ છે.

ગુજરાત સરકાર ખેડૂત આંદોલનથી ભયભીત છે તેમ કહીને અરૂણ મેતાએ જણાવ્યું કે પાટિલ, રૂપાણી કાર્યક્રમોને જેમ મંજુરી મળે છે તેમ ખેડૂત આંદોલનને શા માટે અપાતી નથી તે સવાલ ઉઠાવીને કહ્યું કે ગુજરાતમાં બંધના એલાન વખતે 239માંથી 213 તાલુકાઓ બંધ રહીને કૃષિ બિલ વિરૂધ્ધ લાગણી દર્શાવી છે. સરકાર બંધારણે જે અધિકાર આપ્યા છે તે લોકોને ભોગવતા સરકાર અટકાવે છે. પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે અમે રાજકોટમાં તા.27 જાન્યુઆરીએ સંમેલન માટે મંજુરી માંગી છે, તે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમો રોજ ધરણાં સહિતના કાર્યક્રમો આપીશું. મંજુરીનું નાટક નહીં કરવા પોલીસને અપીલ થઈ હતી.

વધુ વાંચો

રાજ્ય

રાજકોટમાં મહિલા PSI-મહિલા પ્રોફેસર વચ્ચે જામી પડી !

આટલી ધમાલ પછી પણ પોલીસે ફરજ રૂકાવટનો ગુનો કેમ ન નોંધ્યો ?!: પોલીસ પોતે પણ વાંક માં હતી?!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહાથની જામી પડી હતી. જેમાં ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આ કિસ્સામાં લેડીપીએસઆઇ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષસપો કર્યા છે. ત્યારે આ કિસ્સામાં ઉચ્ચ પોલીસ અમલદારોએ તટસ્થતાથી ઘટનાના મૂળ સુધી જવાની માંગ થઇ છે.

રીંગ રોડ પર મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ જલવાણી સહિતના સ્ટાફે માસ્ક અને સીટબેલ્ટ વગર નીકળેલી મહિલા કાર ચાલકને અટકાવતા કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પછી કરી તેને બહુમાળી ભવન પાસે આંતરી લેતા કાર ચાલક મહિલાએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનુ કહી તમે બુટલેગર સહિતના ગુંડાઓનેપકડી બતાવો કહી હંગામો મચાવી સરાજાહેર ફડાકા ઝિંકી દેતા લોકોના ટોળા એકઠા થયા હતા.બનાવનો મામલો પ્રહલાદનગર પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલક યુવતીની માતાની પુછતાછ કરતા તે રાજકોટ કાલાવડ રોડ પર રહેતા ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાની હોવાનું અને હાલ ધમેન્દ્રજી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનું અને હોસ્પિટલના કામે જવુ હોય ઉતાવળ હોવાથી કાર હંકારી હોવાનું રટણ કરતા બનાવને પગલે મહિલા પોલીસે દંડ લઇ લીધા હોય હજુ સુધી ફરિયાદ નોંધાઇ ન હોવાનું પીઆઇ એલ.એલ.ચાવડાએ જણાવ્યું હતું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમા ગુજરાતી વિષય ભણાવતા વર્ગ-2 ના અધિકારી ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાનીએ જણાવ્યુ કે મારી પુત્રીને ટ્રાફિક પોલીસે રોકતા તે ઉતાવળમા હોસ્પિટલે જતી હોઇ રોકાઇ ન હતી. આટલી વાતમા તેનો પીછો કરી બાદમા પોલીસે અમાનવીય વર્તન કરતા પુત્રીએ મને બોલાવી હતી. જયા મારી પુત્રી સાથે પોલીસના બળજબરીભર્યા વર્તન સામે મેં વાંધો ઉઠાવેલો, જેનાથી મહિલા પીએસઆઇ ઉશ્કેરાયા અને મારી પૂત્રીને માર મારવાની ચેષ્ટા થતા ઝપાઝપી થઇ હતી.‘કોઇ મારી પુત્રીને મારે તો હું કેમ જોઇ શકુ? ઝપાઝપીમા મારૂ મંગળસુત્ર ખોવાઇ ગયુ. ચશ્મા પડી ગયા-અમે સ્તબ્ધ બની ગયા છીએ.

વધુ વાંચો

રાજ્ય

બરડા ડુંગરમાં હવે એશિયાટીક સિંહ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના સંવર્ધન માટે બનાવાયેલા જીનપૂલમાં વધુ 2 સિંહણ અને 5 બચ્ચાંને સંવર્ધન જુનાગઢ સક્કરબાગમાંથી લાવવામાં આવ્યા છે. તો અહીંથી 1 સિંહણને જુનાગઢ સક્કરબાગમાં ખસેડવામાં આવી છે.
એશીયાટીક સિંહોનું એકમાત્ર ઘર ગણાતા સાસણના જંગલના સિંહોનું સંવર્ધન થાય અને સિંહ પ્રજાતિમાં વધારો થાય તેવા હેતુથી પોરબંદરના બરડા ડુંગરમાં એશીયાટીક સિંહોના સંવર્ધન માટે એક ખાસ કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. જીનપૂલ તરીકે ઓળખાતા આ સંવર્ધન કેન્દ્રમાં તાજેતરમાં વધુ 2 સિંહણ અને 5 સિંહ બચ્ચાંને જુનાગઢ સક્કરબાગમાંથી લવાયા છે. તો અહીંથી 1 સિંહણને જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવી છે.

આ અંગે વધુ વિગત આપતા પોરબંદર વન વિભાગના અધિકારી ડી.જે.પંડ્યાએ જણાવ્યુ હતુ કે જુનાગઢ સક્કરબાગમાંથી તાજેતરમાં લવાયેલી 2 સિંહણ બ્રિડીંગ કરી શકવા માટે સક્ષમ હોવાથી તેને અહીં ખસેડવામાં આવી છે અને બન્નેની ઉમર 3 થી 4 વર્ષની છે. જ્યારે કે આ સિંહણના 5 બચ્ચાંને પણ તેની સિંહ માતા સાથે બરડાના જીનપૂલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા આ જીનપૂલમાં 1 સિંહ કે જેનું નામ એ-વન અને ઉમર 5 વર્ષ છે. તે ઉપરાંત 2 સિંહણ અને 2 બચ્ચા રાખવામાં આવ્યા હતા, જેમાંની એક સિંહણ કે જે થોડા સમય પહેલા તેને આવેલા બચ્ચાનો ઉછેર કરી શકી ન હતી તેને અહીંથી જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવી છે. આમ પોરબંદર જીન પૂલમાં અત્યારે 1 સિંહ, 3 બ્રિડીંગ કરતી માદા અને 7 સિંહ બચ્ચાંને ઉછેરવામાં આવી રહ્યા છે.

એશીયાટીક સિંહ કે જેને જીન પૂલ જેવી જગ્યાએ ઉછેરવામાં આવે છે ત્યાં તેની ઉમર 11 થી 12 વર્ષની સરેરાશ હોય છે, જ્યારે કે જંગલમાં રહેતા સિંહોની આ સરેરાશ ઉમરમાં થોડો ઘટાડો થઇ જાઇ છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ