Connect with us

જામનગર

જામનગરના લાલ પરિવારે ખરીદ્યુ પ્રાઇવેટ જેટ

પરિવારના મોભીઓએ પ્રથમ ઉડાન ભરી ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરનો લાલ પરિવાર પ્રાઇવેટ જેટ ધરાવનાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બન્યો છે. તાજેતરમાં જ લાલ પરિવારે પ્રાઇવેટ જેટ ખરીદ કર્યું છે. જેમાં પરિવારના વડીલોએ દ્વારકા સુધીની મહુર્ત ઉડાન ભરીને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

રાજ્યના પૂર્વમંત્રી હરિદાસ જીવણદાસ લાલના બંન્ને પુત્રો અશોકભાઇ લાલ તથા જીતુભાઇ લાલ જામનગરમાં શીપીંગ વ્યવસાય સાથે સંકડાયેલા છે. ટાઉનહોલ પાસે તેમની પ્રતિષ્ઠીત શ્રીજી શિપીંગ કંપનીની ઓફિસ આવેલી છે. શિપીંગ ક્ષેત્રે ખુબ જ મોટી નામના ધરાવનાર લાલ પરિવાર રાજકારણ તેમજ સામાજિક સેવા ક્ષેત્રે પણ વર્ષોથી સંકડાયેલો રહ્યો છે. સેવાકિય પ્રવૃતિ માટે જાણીતા લાલ પરિવારે તેમના પિતા સ્વ.હરિદાસ જીવણદાસ લાલના નામે ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી છે. જેના નેજા હેઠળ વર્ષોથી શહેર અને જિલ્લામાં અનેક સેવાકિય પ્રવૃતિઓ નિયમિત રીતે કરવામાં આવે છે.

જામનગરના આ પ્રતિષ્ઠિત લાલ પરિવારે તાજેતરમાં પ્રાઇવેટ જેટ ખરીદીને તેમની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. તેમજ પ્રાઇવેટ જેટ ધરાવનાર સભંવત: સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બનીને જામનગરને પણ ગૌરવ અપાવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુશાર અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા આ ખાનગી જેટની ડિલીવરી મળી જતાં પરિવારના મોભીઓ અશોકભાઇ લાલ તેમના માતૃશ્રી તથા જેસ્ટ પુત્ર મિતેશભાઇ આજે આ પ્રાઇવેટ જેટમાં ઉડાન ભરીને યાત્રાધામ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધિશના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. 10 સીટનું આ પ્રાઇવેટ જેટ હાલ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ સ્લોટમાં રાખવામાં આવશે. ત્યારબાદ જામનગર એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્લોટ ઉપલબ્ધ કરાવ્યે જામનગર લાવવામાં આવશે. પ્રાઇવેટ જેટની ખરીદી અંગે તેમના વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ખબર ગુજરાત પરિવાર પણ તેમને પ્રાઇવેટ જેટ ખરીદવા અંગે અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.

જામનગર

જી.જી.હોસ્પિટલ ખાતે લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજરોજ ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં ગુજરી બજાર અને બકાલા માર્કેટના ફેરીયાઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે. તે સબંધમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આવશ્યક કામગીરી અર્થે જ્યારે પણ ઘરની બહાર નીકળવામાં આવે ત્યારે માસ્ક પણ પહેરવું ખૂબ જ જરૂરી છે.

શહેરનાં વિવિધ વિસ્તારોમાં સોમવારથી રવિવારનાં દિવસોમાં ભરાતી ગુજરી બજાર અને જુદા જુદા વિસ્તારમાં ઓપન પ્લોટમાં ભરાતી શાક માર્કેટમાં પ્રવેશતા ફેરિયાઓ/વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકોના કોરોનાનો કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. કોરોના ટેસ્ટ વગર તેમજ ગુજરી બજાર/શાકમાર્કેટના રેકડી/ફેરિયાઓ અને અરજદારોએ ‘સોશ્યલ ડિસ્ટન્સ’ જાળવવા અનુરોધ કરવામાં આવે છે.

યુવાનો બજારમાં કોઇપણ કામ ધંધા વગર આંટાફેરા કરતા હોય છે. તે પણ સંક્રમણનું કારણ બને છે અને ઘરના વડિલોને સંક્રમિત કરે છે. તેથી યુવાનોએ બીનજરૂરી બહાર ન નીકળવું અને ટોળામાં બેસવું નહીં અને સાવચેતી રાખવી જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉમરના અને 10 વર્ષથી નાના બાળકોએ બજારમાં જવાનું બીલકુલ ટાળવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં પાનના ગલ્લાઓ અને ચાની કિટલીના દુકાનદારોએ પણ ફરજિયાત ટેસ્ટીંગ કરાવવાનું રહેશે તથા દુકાન કિટલી ઉપર ‘સોશ્યલ ડિસ્ટન્સીંગ‘નો અભાવ જણાશે તો ચાની લારી/કિટલી/દુકાન સીલ કરવાની કાર્યવાહી થશે.

વધુ વાંચો

જામનગર

જામનગરના દરેડમાં નજીવી બાબતે દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

પાણીની બોટલ આપવાની ના પાડી પાઈપ વડે માર માર્યો : અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીની બોટલ આપવાની ના પાડી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ દંપતી ઉપર પાઈપ વડે હુમલો કરી માર મારવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભાંભી તેના વિસ્તારમાં પાણીની બોટલો આપવા જતા હતાં તે દરમિયાન રામ, વિશાલ, હિતેશ નામના ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને પાણીની બોટલો આપવાની ના પાડી બોલાચાલી કરી હતી તેમજ યુવાનની પત્ની ઝડઘો નહીં કરવા માટે સમજાવવા જતા યુવાન દંપતી ઉપર આ ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે યુવાન પોલીસમાં ફોન કરવા જતા હુમલાખોરોએ અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી ધમકી આપી હતી.

આ બનાવ બાદ હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ