Connect with us

જામનગર

ગજણામાં અનૈતિક સંબંધોમાં હત્યારાનો મોબાઇલ કબ્જે

પોલીસે એક હજારની રોકડ અને નદીમાંથી મોબાઈલ કબ્જે કર્યો : પત્ની સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ જતા પતિએ હત્યા નિપજાવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લાલપુરના ગજણા ગામમાં અનેતિક સંબંધોમાં યુવતીના પતિએ યુવાનની હત્યા નિપજાવી રોકડ અને મોબાઇલની લૂંટના બનાવમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી મોબાઇલ તથા રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગજણા ગામની સીમમાં ચાર દિવસ પહેલાં જામનગરના વતની જયેશ કરમશીભાઈ મઘોડિયા (ઉ.વ.25) નામના યુવાનની હત્યાના બનાવ અંગે પોલીસે હત્યા તેમજ લૂંટ અંગેનો ગુનો નોંધ્યો હતો અને તપાસનો દોર છેક મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો. અનૈતિક સંબંધોને કારણે હત્યા નિપજાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોટી રાફુદડ ગામમાં રહીને મજૂરી કામ કરતી સગુણાબેન નામની પરપ્રાંતિય આદિવાસી મહિલા સાથે મરનારને અનૈતિક સંબંધો હોવાથી આદિવાસી યુવતીના પતિએ હત્યા નિપજાવી હોવાનું ખૂલ્યું હતું અને તે મધ્યપ્રદેશ ભાગી છૂટયો હતો.

લાલપુર પોલીસએ તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવી આરોપી સામરિયા ઉર્ફે શંકર જાઈતરા નામના શખ્સની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા હત્યા અને લૂંટના બનાવમાં ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન પોતાની પત્ની સાથે મરનારને અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ જતાં અગાઉ જ મારી નાખવાનો પ્લાન ઘડી કાઢયો હતો અને બનાવના દિવસે મૃતક યુવાન જયેશ તેની પત્ની સગુણાને એક નિર્જન સ્થળે મળવા આવતા પોતે છૂપાઈને બેઠો હતો અને અચાનક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર પછી તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને રોકડ રકમ ભરેલા પર્સની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોતાની પત્ની અને ત્રણ બાળકોને પણ જુદા જુદા વાહનો મારફતે મધ્યપ્રદેશ પોતાના વતનમાં લઇ ગયો હતો. પરંતુ પોલીસે પીછો કરીને પકડી પાડયો હતો. પોલીસને વધુ પૂછપરછમાં આરોપીએ મોબાઇલ ફોન બાજુની એક નદીમાં નાખી દીધો હતો. જ્યારે તેનું પાકીટ પણ બાજુના વિસ્તારમાં ફેંકી દીધું હતું અને તેમાંથી એક હજારની રોકડ રકમ કાઢી લીધી હતી. પોલીસે રોકડ રકમ કબ્જે કરી લીધી છે. જ્યારે તેણે નદીમાં ફેંકેલો મોબાઇલ ફોન તરવૈયાની મદદથી બહાર કઢાવી લીધો છે અને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

જામનગર

ઘાસચારો લેવા લીધેલું બોલેરો વાન રાજસ્થાનમાં ગીરવે મૂકી આવ્યા !

ગોકુલનગરના યુવાન સાથે બે શખ્સોએ આચરી છેતરપિંડી : સાચોરમાં ગીરવી મૂકી દીધાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાનનું બોલેરો વાહન ઘાંસચારો ભરવાના બહાને લઇ જઈ રાજસ્થાનમાં ગીરવે મુકી છેતરપિંડી આચર્યાની બે શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મારૂતિનગર સોસાયટી શેરી નં.5 મા રહેતા અને નોકરી કરતા ગીરીશ માધાભાઈ સીંગરખીયા નામના યુવાનનું માલિકીનું રૂા.3 લાખની કિંમતનું જીજે-10-ટીએકસ-2339 નંબરની બોલેરો પીકઅપ વાન ગોકુલનગરમાં રડાર રોડ પર રહેતા રમેશ આલા ચાવડા અને જગદીશ માલદે આંબલિયા નામના બે શખ્સો લીલુ ઘાસ ભરવાના બહાને વિશ્ર્વાસમાં લઇ વાહન લઇ ગયા હતાં. ત્યારબાદ આ બન્ને શખ્સોએ ત્રણ લાખનું બોલેરો વાન રાજસ્થાનના સાચોર ગામમાં ગીરવે મૂકી યુવાન સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગેની જાણ થતા ગીરીશએ બે શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગર જિલ્લામાં વધુ 19 દર્દીઓ કોરોના પોઝિટિવ

24 કલાક દરમિયાન કોવિડથી વધુ એક દર્દીનું મોત : શહેરમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુના દરમાં એકાએક વધારો આવ્યા પછી તેમાં હવે ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જોકે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, અને દર્દીઓનો આંકડો ફરીથી સિંગલ ડિજિટમાં આવી ગયો હતો તે હવે ફરી ડબલ ડીઝીટમાં આવ્યો છે.

જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જેથી જામનગર જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,019 નો થયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને દર્દીઓની સંખ્યાનો આંકડો ફરીથી ડબલ ડિજિટમાં આવી ગયો છે. જામનગર શહેરના મંગળવારે 10 પોઝેટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરના 11 અને ગ્રામ્યના 03 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પાંચ આંકડાએ પહોંચ્યો છે. અને દસ હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7744 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,321 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,076 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

વધુ વાંચો

જામનગર

લાલવાડી આવાસમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

પોલીસે રેઈડ દરમિયાન રૂા.27,180 ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં લાલવાડી આવાસ કોલોનીમાં રહેણાંક મકાનમાં રમાતા જૂગાર સ્થળે રેઈડ દરમિયાન પોલીસે ચાર શખ્સોને રૂા.27,180 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી આવાસ કોલોનીમાં રહેતા સંજય અંબવાણી તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન સંજય લીલાધર અંબવાણી, ભગવાનગીરી ગુલાબગીરી ગોસ્વામી, ઈમરાન નુરમામદ હાજી સાયચા, સુરેન્દ્રસિંહ હનુભા રામસંગ સોલંકી નામના ચાર શખ્સોને રૂા.27,180 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ