Connect with us

રાષ્ટ્રીય

કોંગ્રેસમાં આંતરિક વિવાદ અટકતો જ નથી, લેટર દ્વારા ગાંધી પરિવારને જ ચેતવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોંગ્રેસમાં આંતરીક વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. પહેલા 23 વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ચૂંટણીના આધારે નેતૃત્વ પસંદગી કરવાની માંગણી કરી હતી. આ વિવાદ હજી શાંત પણ નથી પડ્યો ત્યાં ઉત્તર પ્રદેશમાં હાઈકમાન્ડ વિરૂદ્ધ સળવળાટ શરૂ થઈ ગયો છે. જે સંભવત: લેટર બોમ્બ કરતા પણ વધારે ગંભીર અને મોટો છે.

ગત વર્ષે પાટીમાંથી હાંકી કાઢવામાં આવેલા 9 વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ પાર્ટીને ‘ઈતિહાસ’ બનવાથી બચાવે. સાથે જ સોનિયા ગાંધીને પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ ધારાસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી, અને સંજીવ સિંહના હસ્તાક્ષરવાળા પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર પરોક્ષ રીતે નિશાન સાધતા ચાર પાનાના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠવાનો આગ્રહ કરાયો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘પરિવારના મોહમાંથી ઉપર ઉઠો’ અને પાર્ટી ની લોકતાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરો.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, એ વાતની આશંકા છે કે તમને રાજ્ય મામલાના પ્રભારી તરફથી હાલની સ્થિતિ અંગે જણાવવામાં જ આવતું નથી. અમે લગભગ એક વર્ષથી તમને મળવા માટે સમય માંગી રહ્યાં છીએ. પરંતુ ના જ પાડી દેવાય છે. અમે અમારી ગેરકાયદે બરતરફી વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ કેન્દ્રીય અનુશાસન સમિતિને પણ અમારી અપીલ પર વિચાર કરવાનો સમય નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સનસનાટીપૂર્ણ દાવો કરતા કહ્યું છે કે, પાર્ટીના પદો પર એવા લોકોનો કબ્જો છે જેઓ વેતન પર કામ કરે છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. પત્રમાં એમ પણ કહેવાયું છે કે આ નેતા પાર્ટીની વિચારધારાથી પરિચિત નથી. પરંતુ તેમને યુપીમાં પાર્ટીને દિશા આપવાનું કામ સોપાયુ છે.

આ પત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે, આ લોકો એ નેતાઓના પ્રદર્શનનું આકલન કરી રહ્યા છે જેઓ 1977-80ના સંકટ દરમિયાન કોંગ્રેસ સાથે ચટ્ટાનની જેમ અડીખમ હતાં. લોકતાંત્રિક માપદંડોના ધજાગરા ઉડાવાઈ રહ્યાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જ નિશાન બનાવવામાં આવે છે, અપમાનિત કરાય છે અને કાઢી મૂકવામાં આવે છે. અમને તો મીડિયા દ્વારા અમારી બરતરફીની જાણ થઈ હતી. જે રાજ્ય શાખામાં નવા કાર્ય સંસ્કૃતિની વાત કરે છે.

9 વરિષ્ઠ નેતાઓએ એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, નેતાઓ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે સંવાદની કમી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, યુપીમાં NSUI અને યુવા કોંગ્રેસ નિષ્ક્રિય બની ગયા છે. નેતાઓએ કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે વરિષ્ઠ નેતાઓની સાથે સંવાદ વધારવાનો આગ્રહ કર્યો છે.

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેમણે ચેતવણી આપી છે કે જો હાલના મુદ્દાઓ સામે આંખ મીચી લેવાશે તો કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં કે જે એક સમયે પાર્ટીનો ગઢ ગણાતા હતો ત્યાં મોટું નુકસાન જશે. હવે આ લેટરબોમ્બનું શું પરિણામ અને તેના પ્રતિઘાત આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આજે જાહેર થઇ શકે છે અનલોક 5.0

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં 31 ઓક્ટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.

સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓક્ટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં.

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને 21 સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ