Connect with us

ગુજરાત

કોરોનાથી સાજા થયેલાં લોકો નાં શરીર બિમારીના ઘર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને અન્ય બીમારી થઈ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. અનિયંત્રિત ડાયાબિટીસ, સ્ટ્રોકની બીમારી તેમજ ફેફસાં, હૃદયની તકલીફો વધી હોવાનું જાણવા મળ્યું છે. એપોલો હોસ્પિટલમાં સ્વસ્થ થયેલા એક હજાર દર્દીમાંથી 450 દર્દી, એટલે કે 45 ટકા લોકોમાં બીમારીઓ વધી છે. આવા દર્દીઓને સ્પેશિયલાઇઝ સારવાર આપવા એપોલો હોસ્પિટલે અમદાવાદ સહિત દેશનાં વિવિધ શહેરોમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કર્યાં છે. એપોલોના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. કરન ઠાકુરે કહ્યું હતું કે કોવિડ પહેલાં બિનચેપી રોગથી 70 ટકાથી વધુનાં મૃત્યુ થતાં હતાં, પરંતુ હવે કોવિડથી સ્વસ્થ થયેલા લોકોમાં આ પ્રમાણ વધતાં લાંબા ગાળે મૃત્યુદર વધી શકે છે.
એક 55 વર્ષીય મહિલા દર્દીને હિંમતનગરથી એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, પણ 17 દિવસમાં કોરોનાથી સ્વસ્થ થયાના 1 મહિના બાદ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ સાથે આઇસીયુમાં દાખલ કરાયાં હતાં, જયાં તપાસમાં હૃદયના સ્નાયુ નબળા પડી જતાં હૃદય 20 ટકા કામ કરતું હોવાનું નિદાન થયું હતું.

એક 35 વર્ષીય પુરુષ દર્દી 14 દિવસ બાદ કોરોનામાંથી રિકવર થયા હતા, પરંતુ 15 દિવસમાં પેટમાં દુખતાં સોનોગ્રાફી કરાવી. એ પણ નોર્મલ આવી, પરંતુ દુખાવો વધતો ગયો, તેથી પેટનો સીટી એન્જિયોગ્રામ કરાવ્યો, જેમાં કિડની આર્ટરીમાં લોહી જામ્યાનું નિદાન થયું. છેવટે કેથેટર ગાઇડેડ થ્રોમ્બોસીસથી જામેલું લોહી દૂર કરાયું.

38 વર્ષીય પુરુષ દર્દીને કોવિડનાં સામાન્ય લક્ષણોમાં ઓક્સિજનની જરૂર ઊભી થઈ અને 14 દિવસની સારવાર પછી સ્વસ્થ થયા. જોકે ઘરે આવ્યાનાં બે અઠવાડિયાંમાં ફરી શ્વાસની તકલીફ થઈ અને આઈસીયુમાં દાખલ કરાયા. તેમને ફેફસાંમાં ગંભીર ફાયબ્રોસિસ થતાં ઓક્સિજન, ફેફસાંની કસરત કરાવાતાં સાજા થયા હતા. એક 45 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ વોર્ડમાંથી રજા આપ્યાના 6 જ દિવસમાં ડાબી બાજુના શરીરમાં નબળાઇ આવી, જેથી આઇસીયુમાં દાખલ કરીને એમઆરઆઇ કરતાં જમણા મગજમાં બ્લોકેજને લીધે સ્ટ્રોક નિદાન થયો. છેવટે ન્યુરોફિઝિશિયને તેમના મગજની નસમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો અને 14 દિવસ પછી તેઓ સાજા થયા. આધેડ વયનાં એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં લવાયાં હતાં, તેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી કો-મોર્બિડ સ્થિતિને લીધે સારવારથી સ્વસ્થ થતાં તેમને રૂમમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તેમનો ડાયાબિટીસ અનિયંત્રિત થતાં લાંબો સમય સુધી ઓપીડીમાં સારવાર અને ફેફસાંની ક્ષમતા વધારવા લંગ રિહેબ ટ્રીટમેન્ટ અપાઇ હતી.

કોરોનાનાં ગંભીર લક્ષણો ધરાવતા 10થી વધુ દર્દી કે જેમને આઇસીયુ અને વેન્ટિલેટરની જરૂર પડી હોય, તે રિકવર થયા બાદ લાંબા ગાળે ડિપ્રેશન, ચિંતા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમનો ભોગ બને છે, જેથી દર્દીને ન્યુરોફિઝિશિયન અને સાઈકિયાટ્રિસ્ટની સારવારની જરૂર પડે છે. કોવિડ ટીમના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યું- કોરોના થયા બાદ રિકવર થઇને ઘરે આવ્યા બાદ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું ન જોઇએ. આ બિલકુલ નવો રોગ છે, જેથી રિકવર થયેલા લોકોએ માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે, કારણ કે કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીમાં કોરોના થયા પછીના કોમ્પિલેકેશનથી ફેફસાંમાં ફાયબ્રોસિસ, હૃદયની તકલીફ વગેરે જોવા મળે છે, જેમાં કેટલાકને કાયમી શારીરિક નુકસાન થાય છે. તેથી કોરોનામાંથી રિકવર થવા છતાં નિયમિત મેડિકલ તપાસ કરાવવી જોઇએ. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારી અને ડો. પંકજ દુબેના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ 45 ટકા દર્દીમાં શ્વાસ, હૃદય-ફેફસાંની તકલીફ સાથે છાતી-સાંધાનો દુખાવો, હાયપરટેન્શન જેવી તકલીફો શરૂ થઈ છે. આવા લોકો માટે એપોલો હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કરાયાં છે.

ગુજરાત

મીઠાપુરમાં પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ

ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ: પોલીસ કાર્યવાહી દરમિયાન એક શખ્સે અપશબ્દો બોલી ઝપાઝપી કરી: ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી ગળુ દબાવી જીવલેણ હુમલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઓખા મંડળના મીઠાપુર ખાતે સ્થાનિક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂ અંગેની કામગીરી કરતી વખતે સુરજકરાડીના રહીશ એવા ત્રણ શખ્સોએ તેમને અટકાવીને ગળુ દબાવી હત્યા નિપજાવવાના પ્રયાસ સાથે હુમલો કર્યાની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા મંગળવારે સાંજે તેમને સોંપવામાં આવેલી દારૂ અંગેની કામગીરી સબબ મીઠાપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયા હતા. આ દરમિયાન તેઓ મીઠાપુર નજીકના સુરજકરાડી વિસ્તારમાં ગણેશપરા ખાતે પહોંચતા આ સ્થળે પસાર થયેલા સુરજકરાડીના રહીશ રમેશ ચના પરમાર નામના કોળી શખ્સને હેડ કોન્સ્ટેબલ અજયસિંહે અટકાવી અને કેટલીક પૂછપરછ કરતાં આરોપી રમેશ પરમારને આ બાબત સારું લાગ્યું ન હતું. જેથી તેણે પોલીસ કર્મીને ગાળો કાઢી અને ઝપાઝપી કરી હતી.

આ દરમિયાન અન્ય આરોપીઓ જીવા ચના પરમાર તથા મોહન ચના પરમાર તથા અન્ય બે શખ્સો પણ અહીં ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા સાથે આવેલા ત્રણેય શખ્સોએ મળી અને હેડ કોસ્ટેબલ અજયસિંહ જાડેજાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા- પાટુનો માર મારી તથા ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. એટલું જ નહિ, આરોપી રમેશે અજયસિંહનું ગળુ દબાવી અને ત્રણેય આરોપીઓએ પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી સુરજકરાડીના રહીશ એવા ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 307, 323, 333, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઇ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે પોલીસબેડામાં પણ ભારે ચકચાર જગાવી છે.

વધુ વાંચો

ગુજરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું કોરોનાથી મોત

ઓકટોબરમાં આવ્યા હતા કોરોના પોઝિટીવ : 1977 થી 1989 ત્રણ ટર્મ માટે રહી ચુક્યા છે લોકસભાના સાંસદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મૂળ ભરૂચના રહેવાસી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે. રાહુલ ગાંધીએ ટવીટ મારફતે શોક વ્યકત કરતા કહ્યું છે કે અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા અને હંમેશા મુશ્કેલ સમયમાં પાર્ટી સાથે રહેતા હતા. તેઓની કમી મહેસુસ થશે.

સોનિયાના રાજકીય સલાહકાર હતા
પટેલ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 1985 સુધી તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા હતા. તેઓ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. જાન્યુઆરી 1986માં તેઓ ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી રહ્યા હતા.

વધુ વાંચો

ગુજરાત

દ્વારકામાં મોટર સાયકલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકામાં ગત તારીખ 20 નવેમ્બરના રોજ જી.જે. 10 બી.એમ. 8036 નંબરના એક મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ પી.આઇ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન દ્વારકાના રાણેશ્વર ફાટકથી નાગેશ્વર તરફ જતા માર્ગે બાવળની ઝાડીની આડસમાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો રમેશભા રાણાભા બઠીયા નામનો યુવાન મોટરસાયકલમાંથી આગળનું વ્હિલ કાઢતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ એલ.સી.બી. સ્ટાફે તેને ઝડપી લઈ, મોટરસાયકલ કબ્જે કરી અને આગળની તપાસ અર્થે દ્વારકા પોલીસને સોંપ્યો હતો.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ