Connect with us

ગુજરાત

ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના ૧૫૧૫ કેસ નોંધાયા

આ અગાઉ 25 સપ્ટેમ્બરે સૌથી વધુ ૧૪૪૨ કેસ નોંધાયા હતા : ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2લાખની નજીક પહોચ્યો : અમદાવાદમાં સ્થિતિ બની વધુ ખરાબ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લોકોએ તહેવારોની મજામાં કોરોના વાયરસની મહામારીને ભૂલ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં કોરોના કન્ટ્રોલમાં આવ્યો હતો પરંતુ તહેવારો બાદ કોરોનાની બીજી લહેર શરુ થઇ છે. અને આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૫૧૫ કેસ નોંધાયા છે. આ અગાઉ 25ની સપ્ટેમ્બરે સૌથી વધુ ૧૪૪૨ કેસ નોંધાયા હતા. અમદાવાદની હાલત સૌથી વધુ ભયાનક બની છે. અમદાવાદમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ જતા લોકોને આણંદ ખસેડવામાં આવી રહ્યા છે.

આજે રેકોર્ડબ્રેક ૧૫૧૫ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમીતોનો આંક  1 લાખ 95 હજાર 917 થયો છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. આજે અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, દેવભૂમિ દ્વારકા 4 કોરોનાના કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતી એટલી વિકટ બની છેકે હવે અમદાવાદથી કોરોનાને દર્દીઓને આણંદમાં સારવાર માટે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. ગતરાતથી અત્યાર સુધીમાં કુલ 50 જેટલા દર્દીઓને આણંદ શિફ્ટ કરાયા હોવાની માહિતી મળી છે.  અમદાવાદની હોસ્પીટલોમાં બેડ ફૂલ થઇ જતા દર્દીઓને અન્ય જીલ્લામાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત

માસ્ક મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ ‘બેજવાબદાર લોકોને પકડીને કોવિડ સેન્ટરમાં કામ કરાવો’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં માસ્ક પહેરવાને લઇને ભયંકર બેદરકારી દાખવી રહેલા લોકો સામે હાઇકોર્ટ આકરા પાણીએ આવી ગઇ હોય તેમ આવા બેદરકાર લોકોને પકડી પકડીને તેમની પાસેથી દંડ વસૂલવા ઉપરાંત આઠ દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરાવવા સરકારને સુચન કર્યુ છે. એટલું જ નહીં આ મુદ્દે સરકારને ગંભીરતા વિચાર કરી આગામી મુદ્દતમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં જાણે કોરોના મહામારીથી લોકોને ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, કારણ કે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો જાળવતા નથી. જેના કારણે રોજબરોજ રાજ્યમાં કોરોના કેસના સૌથી કેસો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો ગુજરાતમાં કોરોના વાયરસના 1560 પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાથે જ 16 લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ કેટલાક નમૂનાઓ તો કોરોનાનાં લક્ષણો હોવા છતા માસ્ક પહેરતા નથી. જે એક કડવી વાસ્તવિક્તા છે. કોરોના મહામારીમાં લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજામાં સરકારી ગાઇડલાઇન પ્રત્યે સહેજ પણ સજાગ્તા જોવા મળી રહી નથી. આ મામલે તંત્ર દ્વારા કડક નિયમો બનાવી ઉલ્લંઘન કરનાર સામે મસમોટો દંડ પણ વસૂલવામા આવે છે છતો લોકો સજાગ બની રહ્યા નથી.

હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ આકરી ટકોર કરી છે. ગુજરાત હાઇકોક્ટે આકરી ટકોર કરતા રાજ્ય સરકારને કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યા વગર જોવા મળે તો માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં મોકલો. ત્યાં જ હાઇકોર્ટે તેવું પણ કહ્યું કે, માસ્ક પહેરવા મુદ્દે લોકોમાં હજુ પણ ઉદાસીનતા છે.

ત્યાં જ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે. અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. સાથે જ કોરોના સંક્રમણ રોકવા સરકારને HCએ ટકોર કરી હતી. આ અંગે સરકાર પોતાના જવાબ રજૂ કરે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

વધુ વાંચો

ગુજરાત

‘મોદીજી યુવા સંગઠન’ ના નામે અમદાવાદના શખ્સ દ્વારા ઠગાઈ

જામનગરના મહિલા સામાજિક કાર્યકર સહિત 293 મહિલાઓ સાથે છેતરપિંડી : બીજેપીનો બનાવટી લેટરપેડ બનાવી આચર્યુ કૌભાંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદમાં રહેતા શખ્સોએ ‘મોદીજી યુવા સંગઠન’ના નામે મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન વિતરણ કરવા માટે 293 મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી આચર્યાની જામનગરમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદમાં જામનગરમાં રહેતા અને સામાજિક કાર્યકર્તા હર્ષાબેન પ્રફુલ્લભાઈ રાવલ નામના મહિલાએ અમદાવાદમાં રહેતા યુવરાજસિંહ જુંજીયા નામના શખ્સે સપ્ટેમ્બર 2020 સુધીમાં હર્ષાબેન સહિતના મહિલાઓ સાથે ‘મોદીજી યુવા સંગઠન’ ના બીજેપીના લોગો વાળુ બનાવટી લેટરપેડ બનાવી ફ્રીમાં સિલાઈ મશીન સંગઠન મારફતે વિતરણ કરવા અંગેની લોભામણી સ્કીમ માટે વિશ્વાસમાં લઇ એક મહિલા લાભાર્થી દીઠ રૂા.250 ભરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સ દ્વારા હર્ષાબેન સહિતના 293 મહિલાઓ પાસેથી 250 રૂપિયા લેખે રૂા.73,500 ની રકમ આંગડિયા મારફતે મેળવી લઇ આ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન ન આપતા હર્ષાબેન સાથે છેતરપિંડી થયા હોવાનું જણાતા તેને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે અમદાવાદના યુવરાજસિંહ વિરૂધ્ધ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. હર્ષાબેન ઉપરાંત 293 મહિલાઓ સાથે યુવરાજસિંહે ‘મોદીજી યુવા સંગઠન’ ના નામે છેતરપિંડી આચરતા પોલીસે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને આ કૌભાંડમાં વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ ? તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટુ નિવેદન

કોરોના વેક્સીનને લઇને પણ આપ્યા મહત્વના સમાચાર :  આ ચાર તબ્બકામાં અપાશે વેક્સીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું યથાવત છે. જયારે એવી અફવાઓ વહેતી થઇ છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે. તેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અંગે સરકારની કોઈ પણ જાતની વિચારણા નથી.

ગુજરાતમાં ફરી લોકડાઉનને લઇને મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં આવશે નથી. રાજ્યની પરિસ્થતિ સારી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. વીકએન્ડમાં દિવસે કર્ફ્યું રાખવાને લઇને કોઈ વિચારણા કરવામાં આવી નથી. હાલ કોરોનાને લઇને પરિસ્થિતિ કાબુમાં છે. લોકોને અત્યારે સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.આ ઉપરાંત રાજ્યમાં દિવસે કર્ફ્યું આવે તેવી પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

કોરોના વેક્સીન અંગે રૂપાણીએ જણાવ્યું છે કે વેક્સીન  ચાર તબ્બકામાં આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં ફ્રન્ટલાઈન હોસ્પિટલ સ્ટાફ અને તબીબોને વેક્સીન આપવામાં આવશે. બીજા તબ્બકામાં  મ્યુનીસીપલ સ્ટાફ, પોલીસ અને મહેસુલ સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.ત્રીજા તબ્બકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબ્બકામાં 50 વર્ષની નીચેના લોકોને વેક્સીન આપવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ