Connect with us

ગુજરાત

હાઇકોર્ટે પોતાનાં રજિસ્ટ્રારને ખખડાવ્યાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઘણાં કિસ્સાઓમાં નીચલી અદાલતોમાં ચોકકસ પ્રકારની અનિયમિતતાઓ અથવા વહિવટી શિથિલતાઓ જોવા મળતી હોય છે. પરંતુ પ્રમાણમાં હાઇકોર્ટનું તંત્ર વધુ સતર્ક હોવાના કારણે હાઇકોર્ટમાં આવું ઓછું જોવા મળે છે. પરંતુ કયારેક હાઇકોર્ટમાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો એક કિસ્સો તાજેતરમાં જાહેર થયો છે. આ કિસ્સાનો મુખ્ય સાર એટલો છે કે, હાઇકોર્ટે પોતાના જ રજિસ્ટ્રારને એક મુદ્દા પર ખૂબજ કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે અને આ પ્રકારની ક્ષતિ બીજી વખત ન થાય તે જોવા માટે તાકિદ કરી છે.

વડી અદાલતે આ કિસ્સામાં પોતાના રજિસ્ટ્રારને ઠપકો આપતાં કહયું છે કે, તમે અદાલતને ગેરમાર્ગે ન દોરી શકો અને અદાલતે આપેલાં નિર્દેશોનું તમારે પાલન કરવું જોઇએ.

ન્યાયમૂર્તિ એસ.એચ. વોરાએ વડી અદાલતના રજિસ્ટ્રારને તેઓની વર્તણુંક બદલ ઠપકો આપતાં જણાવ્યું છે કે, પોતાની નિષ્ક્રિયતા બદલ તેઓ (રજિસ્ટ્રાર) રાજય સરકારના વિવિધ વિભાગોને જવાબદાર ઠેરવી રહયા છે. આ પ્રકારની વર્તણુંક ચલાવી શકાય નહીં. એક કેસ એવો હતો કે, જેમાં એક ટ્રકમાં કોઇપણ પ્રકારની પરમિશન વિના બાંધકામ મટિરિયલ તરીકે લાઇમ સ્ટોનનું ગેરકાયદેસર રીતે પરિવહન થતું હતું. આ કેસમાં ભૂસ્તરશાસ્ત્ર વિભાગ તથા રાજય સરકાર દ્વારા લેખિત જવાબો દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વડી અદાલતે રજિસ્ટ્રારને સૂચનાઓ પણ આપી હતી. આમ છતાં રજિસ્ટ્રાર દ્વારા સરકારના વિવિધ વિભાગોના આ જવાબો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. આ બાબતથી ગુસ્સે થયેલી અદાલતે રજિસ્ટ્રારને ખુલાસો કરવા અને અદાલતને આ મુદ્દે સંતોષ આપવા આદેશ કર્યો છે અને અદાલતે જણાવ્યું છે કે, ભવિષ્યમાં અદાલત દ્વારા આ પ્રકારની જે કોઇ સૂચનાઓ આપવામાં આવે તે અંગે રજિસ્ટ્રાર સતર્ક રહેશે એવી અદાલતને અપેક્ષા છે. જો કે, લાઇમ સ્ટોન અંગેના આ કેસની વધુ વિગતો હાલ જાહેર થવા પામી નથી.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

ગુજરાત

માસ્ક મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ ‘બેજવાબદાર લોકોને પકડીને કોવિડ સેન્ટરમાં કામ કરાવો’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં માસ્ક પહેરવાને લઇને ભયંકર બેદરકારી દાખવી રહેલા લોકો સામે હાઇકોર્ટ આકરા પાણીએ આવી ગઇ હોય તેમ આવા બેદરકાર લોકોને પકડી પકડીને તેમની પાસેથી દંડ વસૂલવા ઉપરાંત આઠ દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરાવવા સરકારને સુચન કર્યુ છે. એટલું જ નહીં આ મુદ્દે સરકારને ગંભીરતા વિચાર કરી આગામી મુદ્દતમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં જાણે કોરોના મહામારીથી લોકોને ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, કારણ કે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો જાળવતા નથી. જેના કારણે રોજબરોજ રાજ્યમાં કોરોના કેસના સૌથી કેસો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો ગુજરાતમાં કોરોના વાયરસના 1560 પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાથે જ 16 લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ કેટલાક નમૂનાઓ તો કોરોનાનાં લક્ષણો હોવા છતા માસ્ક પહેરતા નથી. જે એક કડવી વાસ્તવિક્તા છે. કોરોના મહામારીમાં લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજામાં સરકારી ગાઇડલાઇન પ્રત્યે સહેજ પણ સજાગ્તા જોવા મળી રહી નથી. આ મામલે તંત્ર દ્વારા કડક નિયમો બનાવી ઉલ્લંઘન કરનાર સામે મસમોટો દંડ પણ વસૂલવામા આવે છે છતો લોકો સજાગ બની રહ્યા નથી.

હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ આકરી ટકોર કરી છે. ગુજરાત હાઇકોક્ટે આકરી ટકોર કરતા રાજ્ય સરકારને કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યા વગર જોવા મળે તો માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં મોકલો. ત્યાં જ હાઇકોર્ટે તેવું પણ કહ્યું કે, માસ્ક પહેરવા મુદ્દે લોકોમાં હજુ પણ ઉદાસીનતા છે.

ત્યાં જ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે. અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. સાથે જ કોરોના સંક્રમણ રોકવા સરકારને HCએ ટકોર કરી હતી. આ અંગે સરકાર પોતાના જવાબ રજૂ કરે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

વધુ વાંચો

ગુજરાત

‘મોદીજી યુવા સંગઠન’ ના નામે અમદાવાદના શખ્સ દ્વારા ઠગાઈ

જામનગરના મહિલા સામાજિક કાર્યકર સહિત 293 મહિલાઓ સાથે છેતરપિંડી : બીજેપીનો બનાવટી લેટરપેડ બનાવી આચર્યુ કૌભાંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદમાં રહેતા શખ્સોએ ‘મોદીજી યુવા સંગઠન’ના નામે મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન વિતરણ કરવા માટે 293 મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી આચર્યાની જામનગરમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદમાં જામનગરમાં રહેતા અને સામાજિક કાર્યકર્તા હર્ષાબેન પ્રફુલ્લભાઈ રાવલ નામના મહિલાએ અમદાવાદમાં રહેતા યુવરાજસિંહ જુંજીયા નામના શખ્સે સપ્ટેમ્બર 2020 સુધીમાં હર્ષાબેન સહિતના મહિલાઓ સાથે ‘મોદીજી યુવા સંગઠન’ ના બીજેપીના લોગો વાળુ બનાવટી લેટરપેડ બનાવી ફ્રીમાં સિલાઈ મશીન સંગઠન મારફતે વિતરણ કરવા અંગેની લોભામણી સ્કીમ માટે વિશ્વાસમાં લઇ એક મહિલા લાભાર્થી દીઠ રૂા.250 ભરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સ દ્વારા હર્ષાબેન સહિતના 293 મહિલાઓ પાસેથી 250 રૂપિયા લેખે રૂા.73,500 ની રકમ આંગડિયા મારફતે મેળવી લઇ આ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન ન આપતા હર્ષાબેન સાથે છેતરપિંડી થયા હોવાનું જણાતા તેને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે અમદાવાદના યુવરાજસિંહ વિરૂધ્ધ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. હર્ષાબેન ઉપરાંત 293 મહિલાઓ સાથે યુવરાજસિંહે ‘મોદીજી યુવા સંગઠન’ ના નામે છેતરપિંડી આચરતા પોલીસે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને આ કૌભાંડમાં વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ ? તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટુ નિવેદન

કોરોના વેક્સીનને લઇને પણ આપ્યા મહત્વના સમાચાર :  આ ચાર તબ્બકામાં અપાશે વેક્સીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું યથાવત છે. જયારે એવી અફવાઓ વહેતી થઇ છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે. તેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અંગે સરકારની કોઈ પણ જાતની વિચારણા નથી.

ગુજરાતમાં ફરી લોકડાઉનને લઇને મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં આવશે નથી. રાજ્યની પરિસ્થતિ સારી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. વીકએન્ડમાં દિવસે કર્ફ્યું રાખવાને લઇને કોઈ વિચારણા કરવામાં આવી નથી. હાલ કોરોનાને લઇને પરિસ્થિતિ કાબુમાં છે. લોકોને અત્યારે સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.આ ઉપરાંત રાજ્યમાં દિવસે કર્ફ્યું આવે તેવી પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

કોરોના વેક્સીન અંગે રૂપાણીએ જણાવ્યું છે કે વેક્સીન  ચાર તબ્બકામાં આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં ફ્રન્ટલાઈન હોસ્પિટલ સ્ટાફ અને તબીબોને વેક્સીન આપવામાં આવશે. બીજા તબ્બકામાં  મ્યુનીસીપલ સ્ટાફ, પોલીસ અને મહેસુલ સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.ત્રીજા તબ્બકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબ્બકામાં 50 વર્ષની નીચેના લોકોને વેક્સીન આપવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ