Connect with us

જામનગર

જામનગર શહેરમાં નવેમ્બરમાં 12,025 ટેસ્ટ સામે 347 પોઝિટીવ કેસ મળ્યા

નવેમ્બરમાં શહેરનો પોઝિટીવીટી દર 2.88 ટકા રહ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં નવેમ્બરના પ્રારંભે નવા નોંધાતા કોરોના પોઝિટીવનો આંકડો સિંગલ ડિજીટનો પહોંચી ગયા બાદ ફરીથી તે ધીમે ધીમે ઉચકાવા લાગ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં નવેમ્બરના 22 દિવસમાં કુલ 12,025 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એન્ટીજન અને આર.ટી.પી.સી.આર બન્ને ટેસ્ટનો સમાવેશ થાય છે. જે સામે ગઇકાલ સુધી એટલે કે, 22 નવેમ્બર સુધી શહેરમાં કુલ 347 નવા કોરોના પોઝિટીવ નોંધાયા છે. આમ નવેમ્બરમાં શહેરમાં પોઝિટીવીટી દર 2.88 ટકા રહ્યો છે એટલે કે, દર 100 ટેસ્ટ પર 2.88 લોકો પોઝિટીવ મળી રહ્યા છે.

દિવાળીના તહેવારો બાદ દેશમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું છે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે સતર્ક થયેલા તંત્ર એ એગ્રેસીવ ટેસ્ટીગનો માર્ગ અપનાવ્યો છે. જામનગરમાં પણ ટેસ્ટની સંખ્યા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. તેવામાં નવેમ્બરના પ્રથમ 22 દિવસમાં દરરોજ સરેરાશ 547 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોના થી માત્ર 21 દર્દીઓના મૃત્યુ થયાં છે. છેલ્લે 14 સપ્ટેમ્બરે એક સાથે બે દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા હતાં. ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોના થી મૃત્યુનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ