Connect with us

મુખ્યમંત્રીએ કહ્યુ કેસ વધે તેની ચિંતા નથી, તુરંત સારવાર થાયતે જરૂરી

કોરોના સંક્રમણ વધવાનુ કારણ ભીડભાડ : મુખ્યમંત્રી
આંકડાઓ લીક થવા અને અસમંજસતા મુદ્ે પત્રકારોએ બોલાવી તડાપીટ
મુખ્યમંત્રી વિજયરૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને આરોગ્ય સચિવ સહીતના ઉચ્ચ અધિકારીઓ આજે જામનગર કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. ત્યાર બાદ યોજાયેલી વિડીયા કોન્ફરન્સીંગ પ્રસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, આવતીકાલથી જામનગરમાં દરરોજ 1000 ટેસ્ટ કરવામાં આવશે. કોરોના સંક્રમણ વધવા માટે તેમણે ભીડને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, કોરોનાના કેસ વધે તેની ચિંતા નથી પરંતુ પોઝીટીવ કેસને ઝડપથી શોધીને તેણે ટ્રીટ કરવા જરૂરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી તહેવારો દરમ્યાન લોકો ભીડભાડ વાડી જગ્યાએ ન જાય તે જરૂરી છે. જામનગરમાં સુરત અને અમદાવાદ જેવાં હોસ્પોટ વિસ્તારોમાંથી આવતાં લોકોનું ચુસ્ત પણે સ્ક્રીનીંગ થાય તે જરૂરી છે. આ માટે તંત્રને સુચના પણ આપવામાં આવી છે. આ ઉપરાત અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટાના અંગે તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે, આવી ઘટનાઓ માટે જે કોઇ વ્યકિત જવાબદાર હશે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આવી ગંભીર બાબતને સરકાર જરા પણ હળજાશથી લેવા માંગતી નથી. તેમણે જામનગર માં પણ તમામ હોસ્પિટલોનું ફાયર સેફટી ચેંકીંગ કરવાની સુચના આપી હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. જો કોઇ હોસ્પિટલ ફાયર સેફટીના નિયમોનું પાલન નહીં કરે તો તેને સિલ કરવાની ચેતવણી પણ આપી હતી.
જામનગરમાં મહાપાલીકા દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાઓમાં પ્રવર્તતી વિસંગતતા તેમજ અનિયમિતતા તથા સતાવાર રીતે જાહેર થાય તે પહેલાં જ લિક થઇ રહેલી કોરોના કેસની વિગતોને લઇને પત્રકારોએ ભારે તડાપીટ બોલાવી હતી. આ અંગે યોગ્ય સમન્વય જળવાય તે માટે તંત્રને સુચના આપવાની ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × two =

જાહેરાત

વિડિઓ

જામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો

જામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

પગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

બેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી

બેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ