Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home રાજ્ય ગુજરાત ભાજપના આ કોર્પોરેટરે પત્ની માટે ટીકીટ માંગતા યુવા નેતાએ ધોલાઈ કરી

ભાજપના આ કોર્પોરેટરે પત્ની માટે ટીકીટ માંગતા યુવા નેતાએ ધોલાઈ કરી

જામનગર સહીત અન્ય જીલ્લાઓમાં પણ મનપાની ચૂંટણીને લઇને રવિવારથી સેન્સ લેવાની પ્રક્રીયાનો પ્રારંભ થઇ ગયો છે. જયારે અમદાવાદના નરોડામાં પહેલા દિવસે જ વિવાદ ઉભો થઈ ગયો હતો. નરોડાના સિટિંગ કોર્પોરેટરે પોતાની પત્ની માટે ટિકિટ માગતા યુવા મોર્ચાના નેતા લવ ભરવાડે તેમની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્રારા તૈયારીઓ ચાલી રહી છે. જયારે અમદાવાદના નરોડાના સીટીંગ કોર્પોરેટર ગીરીશ પ્રજાપતિએ પોતાની પત્ની શિલ્પા માટે ટીકીટ માંગતા યુવા મોરચાના નેતા લવ ભરવાડે તેને માર મારતા ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. ભાજપના બંને નેતાઓ વચ્ચે મારામારીનો આ મુદ્દો ઘણો ચર્ચામાં છે. ભાજપ પાર્ટી દ્રારા લવ ભરવાડ સામે શિસ્તભંગના કોઈ પગલા લેવામાં આવશે કે તેમ તે આગામી સમયમાં સ્પષ્ટ થઇ જશે.

Most Popular