Connect with us

રાજ્યનાં અધિકમુખ્ય સચિવે જામનગરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ શ્રીપંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવશ્રી નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવશ્રી તેમજ પ્રભારી સચિવશ્રીએ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હોસ્પિટલની વ્યવસ્થાઓ નિહાળી આવશ્યક સૂચનો કર્યા હતા તેમજ તબીબી સ્ટાફ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેકટર શ્રી રવિશંકર, કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા ,કોરોના નોડલ ડોકટર શ્રી એસ.એસ.ચેટરજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદા, જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 1-10-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

હાથરસની પીડિતાને ન્યાયની માંગણી સાથે આવતીકાલે જામનગરમાં સફાઇ કાર્ય ઠપ્પ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરમાં બહુજનવિકાસ સંધ દ્વારા હાથરસની પીડિતાને શ્રધ્ધાંજલિ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ