Connect with us

સૌરાષ્ટ્ર - કચ્છ

છેલ્લા 9 વર્ષથી દારૂ તથા મારામારીના ગુન્હામાં નાસતોફરતો આરોપી ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજકોટમાં દારૂની 300 નંગ બોટલ તથા રાજકોટના મારામારીના ગુન્હામાં છેલ્લા 9 વર્ષથી નાસતાફરતા આરોપીને જામનગર પેરોલફર્લો સ્કવોડએ હરિયા કોલેજ રોડ મામાસાહેબના મંદિર પાસેથી પકડી પાડી રાજકોટ પોલીસને વધુ કાર્યવાહી અર્થે સોંપી આપ્યો હતો.

આ અંગેની વિગત મુજબ રાજકોટ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હા તથા રાજકોટ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના મારામારીના ગુન્હાના કામેના નાસતો-ફરતો આરોપી આસિફ ઉર્ફે અશરફ દોસ્તમામદ કોચલીયા, ઉ.વ.36, ધંધો-ડ્રાઈવીંગ રહે.મુળ વૈશાલીનગર શેરી નં.5, રૈયા રોડ રાજકોટ હાલ રહે.હરીયા કોલેજ રોડ, સાંઢિયા પુલ પાસે, સરદારનગરસ શેરી નં.11 જામનગર વાળો હાલ જામનગર હરીયા કોલેજ રોડ મામાસાહેબના મંદિર પાસે ઉભો છે એવી બાતમી હકીકત મળતા ઉપરોક્ત ટીમ સાથે સદરહુ જગ્યાએથી મજકુર આરોપીને પકડી પાડી પો.સબ ઈન્સ. એ.એસ.ગરચરએ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી રાજકોટ શહેર સીટી બી ડીવીઝન પો.સ્ટે. સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો.હેડ.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.

રાજ્ય

પોરબંદર-મુઝફફરપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ થશે

આવતીકાલથી ટિકીટ બુકિંગ શરૂ થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યાત્રીઓની સુવિધા અને યાત્રિકોની માંગણીને ધ્યાને લઇ રેલવે દ્વારા 21 જાન્યુઆરીથી પોરબંદર-મુઝફફરપુર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

ટ્રેન નં. 09269 પોરબંદર-મુઝફફરપુર સ્પેશિયલ ટ્રેન 21 જાન્યુઆરીથી દર ગુરૂવાર અને શુક્રવારના પોરબંદરથી સાંજે 7-40 વાગ્યે ઉપડી ત્રીજે દિવસે સાંજે 6-09 વાગ્યે મુઝફફરપુર પહોંચશે. આજ રીતે પરતમાં ટ્રેન નં. 09270 મુઝફફરપુર પોરબંદર સ્પેશ્યલ ટ્રેન 24 જાન્યુઆરીથી દર રવિવાર અને સોમવારે બપોરે 3-15 વાગ્યે મુઝફફરપુરથી ઉપડી ત્રીજે દિવસે બપોરે 1-45 વાગ્યે પોરબંદર પહોંચશે.

આ ટ્રેન બન્ને તરફ જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઇરોહિલા સહિતના સ્ટેશનો ખાતે ઉભી રહેશે. આ ટ્રેનની ટિકીટનું બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થશે. ટ્રેનમાં સેકન્ડ એ.સી., થર્ડ એ.સી., સ્લીપર કલાસ તથા જનરલ કલાસ રિઝર્વેશન કોચ રહેશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વેશન ટ્રેનના રૂપમાં દોડશે.

વધુ વાંચો

રાજ્ય

21 વર્ષનો એ યુવાન ઝાડની ડાળીએ શા માટે લટકયો? કે, લટકાવી દેવાયો ?

રાજકોટમાં જુના રેલ્વે સ્ટશન નજીકનો બનાવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને PM માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી યુવકનું આધારકાર્ડ મળી આવ્યું છે, જેમાં મૃતકનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે આધારકાર્ડના આધારે પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે હાલ તો સ્થળ પર મૃતદેહનો કબજો લીધો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી કોઈ દ્વારા તેની હત્યા કરીને તેને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો છે. એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

વધુ વાંચો

રાજ્ય

કચ્છના જૈન પરિવારની રિમા શાહ કયાં પહોંચી ?!

કચ્છનો વિશા ઓશવાળ સમાજ શા માટે ગૌરવ અનુભવી રહ્યો છે?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેનના શપથ ગ્રહણ આડે માંડ ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તે પહેલાં તેમણે 13 મહિલા સહિત 20 ભારતીય અમેરિકનોને તેમની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિયુક્ત કર્યાં છે. અમેરિકામાં ફક્ત 1 ટકા વસતી ધરાવતા ભારતીય મૂળના અમેરિકનો માટે આ એક નવો રેકોર્ડ છે.

આ 20 ભારતીય અમેરિકનોમાંથી 17 વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા સત્તાના કેન્દ્ર વ્હાઇટ હાઉસમાં નિયુક્ત થયા છે. તેમના મંત્રીમંડળમાં એક ગુજરાતી યુવતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેમાં મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરના જૈન પરિવારની રીમા શાહ 31 વર્ષની યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે. આમ તેમની વરણી સાથે કચ્છનું ગૌરવ વધ્યું છે.

અમેરિકામાં પ્રમુખપદના શપથગ્રહણ પહેલાં આટલી મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકનોને સરકારમાં વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ યાદીમાં ટોચના સ્થાને નીરા ટંડન છે જેમને વ્હાઇટ હાઉસની બજેટ ઓફિસના ડિરેક્ટર નિયુક્ત કરાયાં છે.

મૂળ દુર્ગાપુરના વતની અને અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારના રીમા શાહની ડેપ્યુટી એસોસિયેટ્સ તરીકે વરણી કરાઇ છે. પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવવંતું સ્થાન મળતાં વિશા ઓશવાળ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી.

થોડા સમય અગાઉ ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં મૂળ ભુજના નીરજ અંતાણી સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેની સાથે સૌથી યુવા વયના સેનેટર તરીકેનું બહુમાન તેમણે મેળવ્યું હતું. હવે મૂળ દુર્ગાપુરની યુવતીને મહત્ત્વની જવાબદારી સોંપાતાં અમેરિકામાં કચ્છનું નામ રોશન થયું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ