Connect with us

આંતરરાષ્ટ્રીય

કરાચી સ્થિત પાકિસ્તાની સ્ટોક એકસચેન્જ પર આતંકી હુમલો

ચાર આતંકી સહિત કુલ 9નાં મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. Ary ન્યૂઝ રિપોર્ટના મતે સોમવારના રોજ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. ચારેય આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે.

પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે. રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

કરાચીના આઇજીનું કહેવું છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારીઓના કપડા પહેર્યા હતા જે તેઓ ઓફ ડ્યૂટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઇ જઇ રહ્યા હતા જેમાં સંભવત: વિસ્ફોટક હોઇ શકે છે.

આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મેન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ કરતાં બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ ફાયરિંગ દરમ્યાન એક પોલીસ ઓફિસર અને એક સિક્યોરિટી ગાર્ડના ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાસ્થળ પર પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેની સાથે જ સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી નીકાળી દેવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

ભારતીય જવાનોએ કલર દેખાડતાં, ચીન ઢીલુંઢફ

ભારત-ચીન સરહદે પ્રેકટિકલ બને: ચીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી બોર્ડર પર ઘુષણખોરીની લાગમાં બેસેલાં ચીનની ચોરી જ્યારે ભારત પકડી લે છે તો તે ઉપરથી ભારતને જ શીખામણ આપવા લાગે છે. ચીનના પ્રવક્તાએ ભારતને એકપક્ષીય પગલું ભરવા માટે કહ્યું છે. સિક્કિમના નાકુ લામાં ચીની સૈનિકોની ઘુષણખોરીની કોશિશને ભારતીય સેનાએ નાકામ કરી દીધી હતી અને બંને પક્ષોની વચ્ચે મામૂલી અથડામણ થઈ હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમારા સૈનિક ચીન-ભારત સીમાક્ષેત્ર પર શાંતિ કાયમ રાખવા માટે સમર્પિત છે. ચીન ભારતથી અપીલ કરે છે કે ચીનની જેમ અડધા રસ્તે સુધી આવે અને કોઈપણ એકપક્ષીય પગલું ભરવાથી બચે જેનાથી સીમા પર સ્થિતિ ખરાબ થાય. ચીન એ પણ અપીલ કરે છે કે બોર્ડર પર શાંતિ સ્થાપિત કરવા માટે પ્રેક્ટિકલ એક્શન લો.
ભારતીય જવાનોએ LAC પાસે આવેલાં નાકુ લા સેક્ટરમાં શનિવારની બપોરે ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલાં ચીની સૈનિકોને પરત ખદેડી દીધા હતા. બંને તરફના જવાનો વચ્ચે હાથાપાઈ થઈ હતી. પણ કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ થયો ન હતો. ભારતીય સેનાએ તેને મામૂલી ઝડપ ગણાવી છે. અને સ્થાનિક આર્મીના કમાન્ડરોએ મામલાને ઉકેલી પણ દીધો હતો.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

રશિયાના બોસ પુટીન ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચે છે ધૂમ સરકારી નાણું !

પૂર્વપત્ની પાછળ પણ લખલૂંટ ખર્ચ: મહેલની ‘કામવાળી’ રાતોરાત કરોડપતિ બન્યાનો વિરોધીઓનો દાવો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રશિયાના વ્લાદિમીર પુતિનના રાજકીય વિરોધી અલેકસી નાવલની એ દાવો કર્યો છે કે રશિયાના પ્રેસિડેન્ટની પાસે 100 અબજ રૂપિયાનું ઘર છે. માત્ર આટલું જ નહીં, પુતિન તેમની ગર્લફેન્ડ પર સરકારી ખજાનામાંથી ધૂમ પૈસા ઉડાવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્થો છે કે પુતિન દુનિયાના સૌથી ધ્રનિક વ્યકિત છે અને પોતાની 17 વર્ષીય દીકરીને પણ પૈસા આપી રહ્યા છે. નાવલનીએ દાવો કર્યો છે કે પુતિનનો કાળા સાગર તટ પર 100 અબજ રૂપિયાનો મફેલ છે. જેમાં ડાન્સ અને કેસિનોની સુવિધા છે.

નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે પુતિનના ઘરે સફાઈ કરનાર એક યુવતી હવે અવિશ્વસનિયરીતે ખૂબ પૈસાવાળી થઈ ગઈ છે. કોઈ નથી જાણતું કે આ પૈસા કેવી રીતે આવ્યા. તેમણે જણાવ્યું કે રશિયનપ્રેસિડેન્ટ જે લોકો પર પૈસા ખર્ચ કરી રહ્યા છે તેમાં તેમની કથિત પાર્ટનર અલીના કબાયેવા અને પૂર્વ પત્ની સ્વેતલાના સામેલ છે.

નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે દેશમાં 2 કરોડ ગરીબ છે પણ પુતિન પોતાની ગર્લફેન્ડ માટે યાટ ખરીદી શકે છે. નાવલનીએ કહ્યું કે કબાયેવા પર ચોરીના અબજો રૂપિયા બરબાદ કરવામાં આવ્યા. કબાયેવા હવે રશિયામાં મોટા ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ટેશનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે કબાયેવાનો ઓફિશિયલ પગાર 7.8 મિલિયન પાઉન્ડ છે.

નાવલનીએ એવો દાવો કર્યો છે કે પુતિનના 100 અબજ રૂપિયાના ઘરમાં એક કલબ, કેસિનો અને થિયેટર આવેલું છે. આ ઘરમાં પુતિન માટેના આલીશાન રૂમ તૈયાર કરાયા છે. આ ઘરની બહાર દ્રાક્ષનું ગાર્ડન આવેલું છે. નાવલનીએ તેના બ્લોગમાં આ ઘર વિશેની તમામ જાણકારી આપી છે. આ રશિયાની અંદર એક અલગ રાજય જેવું છે. નાવલનીએ એવો દાવો કર્યો છે કે આ આખા મહેલની કિંમત આશરે રૂપિયા 100 અબજ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સુરક્ષાબળ હાજર છે. મહેલથી તટ સુધી એક સુરંગ બનાવવામાં આવી છે. આ આખો વિસ્તાર સૌથી રહસ્યમય અને સુરક્ષાવાળો છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

યુક્રેન: ખાનગી હોસ્પિટલમાં આગથી 33 પૈકી 15 ભૂંજાઇ ગયાં

હીટીંગની પ્રક્યિામાં બેદરકારી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસનું તારણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યુક્રેન શહેરના ખારકિવમાં એક ખાનગી નર્સિંગ હોમમાં આગ લાગતા 15 લોકોના મોત થયા છે અને 11થી વધુ લોકો દાઝી ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ ખબર પડી શકી નથી. ‘ઇંટરફેક્સ’ સમાચાર એજન્સીએ ખારકિવ પોલીસના હવાલે કહ્યું કે, નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે બપોરે બીજા માળ પર આગ લાગી હતી. કહેવાય છે કે જ્યારે આગ લાગી એ સમયે બિલ્ડિંગમાં અંદાજે 33 લોકો હાજર હતા. તેની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બીજા માળથી ધુમાડો નીકળતો દેખાઇ રહ્યો છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિષ કરતાં દેખાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ આંતરિક બાબતોના મંત્રીને આ ઘટનાની સંપૂર્ણ તપાસના નિર્દેશ આપ્યા છે. યુક્રેનના પ્રોસીક્યુટર એ કહ્યું કે અધિકારીઓએ તપાસ શરૂ પણ કરી દીધી છે અને શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે કોઇ હીટિંગ ડિવાઇસને વ્યવસ્થિત રીતે હેન્ડલ ના કરી શકવાની બેદરકારીના લીધે આ આગ લાગી છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ