Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home સ્પોર્ટ્સ બ્રિસ્બેનમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ

બ્રિસ્બેનમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટ હરાવી ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા 32 વર્ષ બાદ બ્રિસબેનમાં હાર્યુ છે. 32 વર્ષ પહેલા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેનના ગ્રાઉન્ડ પર હાર આપી હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ સર્જયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 328ના ટાર્ગેટને ભારતીય ટીમે 3 વિકેટે હાંસલ કરી ઓસ્ટ્રેલિયા સામે ચોથી મેચ જીતવાની સાથે શ્રેણી 2-1થી કબજે કરી હતી.

ભરાુરત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની ચોથી મેચ બ્રિસબેનના ગાબા સ્ટેડીયમમાં રમાયેલી ભારતે ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચમાં કારમો પરાજય મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા પર પ્રહાર કરતાં બીજી ટેસ્ટ જીતી ત્રીજી ટેસ્ટ ડ્રો કરી હતી અને ચોથી મેચમાં 3 વિકેટે વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 328 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેને પાંચમા દિવસે ભારતે ટાર્ગેટ હાંસલ કરી ઐતિહાસિક જીત મેળવી હતી. પાંચમા દિવસે ભારતે 4 રને દિવસની શરુઆત કરી હતી. ભારત તરફથી ઓપનિંગમાં આવેલ શુભમન ગીલએ લડાયક બેટીંગ કરતાં 91 રન બનાવ્યા હતાં. તે 9 રને સદી ચૂકયો હતો. પરંતુ ભારતને જીત માટે મહત્વનો ફાળો આપ્યો હતો. શુભમન ગીલની સાથે ચેતેશ્ર્વર પૂજારાએ પોતાના કેરીયરની સૌથી ધીમી 50 કરતાં 211 બોલમાં 56 રન કર્યા હતાં. તે કમિન્સની બોલિંગમાં એલબીડીબલ્યુ આઉટ થયો હતો. અજિંક્યે રહાણે 24 રને કમિન્સનો શિકાર બન્યા બાદ ઋષભ પંતે બાજી સંભાળી હતી.

ઋષભ પંતે પણ ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવતાં અડધી સદી ફટકારી હતી. આ સાથે વોશિંગ્ટન સુંદરે પણ ઋષભ પંત સાથે તોફાની બલ્લેબાજી કરી હતી. વોશિંગ્ટન સુંદરે 29 બોલમાં એક સિક્સ અને બે ચોક્કાની મદદથી 22 રન ફટકારી નાથન લાયનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોમાંચક વચ્ચે ભારતે ત્રણ વિકેટે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. સાર્દુલ ઠાકુર માત્ર બે રને આઉટ થયો હતો. ઋષભ પંતે તોફાની બેટિંગ કરતાં 138 બોલમાં એક છક્કો અને નવ ચોક્કાની મદદથી 89 રન બનાવી અણનમ રહ્યો હતો અને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. ઋષભ પંતે 4 ફટકારી ભારતને યાદગાર જીત અપાવી હતી. ચોથી ઇનિંગમાં ભારતે 328 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી બ્રિસબેને સૌથી સફળ રના ચેઝનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલા 2016-17માં ભારતે ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 2-1થી માત આપી હતી. ભારત આ અગાઉ ક્યારેય બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં સતત 3 સિરીઝ જીત્યુ ન હતું. આ સિરીઝમાં પ્રથમ મેચ કેપ્ટન કોહલીની આગેવાની હેઠળ આવ્યા બાદ બાકીની 3 મેચમાં અંજિકયે રહાણેની આગેવાની હેઠળ ભારતે લડાયક દેખાવ કરી આ સિરીઝ કબજે કરી હતી. ભારતે 2-1થી શ્રેણી કબજે કરી હતી.

ઓસ્ટ્રેલિયા 32 વર્ષ બાદ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યુ હતું. આ પહેલા તેઓ 1988માં વેસ્ટ ઇન્ડીઝ સામે હાર્યા હતાં. તે પછી અહીં પરાજીત હતાં જે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ સર્જયો હતો. આ બ્રિસબેનમાં સૌથી સફળ રન ચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રન ચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. જે 1951માં વિન્ડીઝ વિ. 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Most Popular