Connect with us

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી કોરોના પોઝિટિવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભારતમાં પણ હજુ કોરોનાનો હાહાકાર યથાવત છે. ત્યારે ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ખુદને આઈસોલેટ કર્યા છે. અસિત કુમાર મોદીએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર તેની જાણકારી આપી. અસિત મોદી સબ ટીવી પર આવતા લોકપ્રિય શો તરાક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર છે અને તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા આદેશ કર્યો છે. લોકડાઉન બાદ અનલોક સાથે જુલાઈમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ફરી શૂટિંગ શરૂ કરાયું હતું. અસિત મોદીએ અંગ્રેજી અને હિન્દીમાં ટ્વીટ કરીને પોતાને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાવ્યું હતું.

મનોરંજન

તાંડવ નિહાળવા ધીરજ રાખવી જરૂરી

આ વેબસીરીઝ અંગે જોરદાર ટવીટ્ છતાં સ્લો દેખાય છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સૈફ અલી ખાનની વેબસીરીઝ તાંડવનો ઘણાં ચાહકો લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યાં છે. આ વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ પર અપલોડ થઇ ચૂકી છે. પરંતુ આ સીરીઝ જોવી કે કેમ? તે અંગે લોકો હજૂ વિચારી રહ્યાં છે.

સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા અને સુનિલ ગ્રોવર તેમજ ગૌહરખાન જેવાં અભિનેતા અને અભિનેત્રીઓને લઇને બનાવવામાં આવેલી તાંડવ વેબસીરીઝ જોરદાર પોલીટીકલ ડ્રામા છે. ખુબ મોટો વિષય છે. મિરઝાપૂર, પાતાલલોક અને ઇન્સાઇડ એજ તથા અન્ય વેબસીરીઝ પછી હવે તાંડવ પણ રિલિઝ થઇ ચૂકી છે.

તાંડવમાં પ્રધાનમંત્રીના પુત્રની વાર્તા છે જેનું નામ સમરપ્રતાપસિંહ છે. આ પાત્ર સૈફ અલી ખાન ભજવે છે. આ પાત્ર કોઇપણ ભોગે સતા ઇચ્છે છે. તે ચાલાક, ભ્રષ્ટ અને ખતરનાક પાત્ર ભજવે છે. તેની સાથે સુનિલ ગ્રોવર ગુરપાલના પાત્રમાં છે. જે પોતાના માલિક માટે કાંઇ પણ કરવા તૈયાર છે. તે અતિશય નિર્દય છે.

મુખ્ય પાત્ર સમરપ્રતાપસિંહના પિતા ત્રણ ટર્મથી પ્રધાનમંત્રી છે અને વધુ એક વખત ચૂંટણીમાં વિજય તરફ જઇ રહ્યા છે. પરંતુ પુત્ર સમર ખુદ પીએમ બનવા જાળ બિછાવે છે. પરંતુ એક તબકકે તેની બાજી પલટે છે. તે પોતાની જાળમાં ફસાતો હોય એવું સીરીઝમાં દેખાડવામાં આવે છે પરંતુ પછી તે આ જાળમાંથી નિકળવા ભરપૂર પ્રયાસો કરે છે.

તાંડવની વાર્તા ગૌરવ સોંલકી એ લખી છે. અલી અબ્બાસ ઝફર સીરીઝના ડાયરેકટર છે. સમગ્ર વાર્તા સીરીઝમાં ખુબ જ ધીમે ધીમે આગળ વધે છે.દર્શકની ધીરજની કસોટી થાય છે. સૈફ ખુબ જ અસરકારક રીતે ભુમિકા ભજવે છે. સુનિલનો રોલ અને અભિનય પણ દાદુ છે. આ સીરીઝમાં ડિમ્પલે પણ પોતાની સ્ટાઇલ મુજબ જબરદસ્ત કામ કર્યુ છે. સીરીઝમાં કેટલાંક સાથી કલાકારો પણ સુંદર અભિનય આપી રહ્યા છે.

ડાયરેકટરે બોલીવૂડની સ્ટાઇલથી સીરીઝ બનાવી છે. પુષ્કળ ટવીસ્ટ છે. જો કે, દર્શકે સીરીઝ જોતી વખતે ખુબ જ ધીરજ રાખવી પડશે.

વધુ વાંચો

મનોરંજન

અનુષ્કાની દીકરી જોઈ ?, વિરાટ કોહલીના ભાઈ-બહેને  શેર કરી તસ્વીર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગઈકાલે જ માતાપિતા બન્યા છે. અનુષ્કાએ સોમવારના રોજ દીકરીને જન્મ આપ્યો છે. આ સાથે જ ફેન્સ બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પરંતુ વિરાટ-અનુષ્કાએ હજુ સુધી તેની દીકરીની તસ્વીર શેર કરી નથી.

વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની એક પોસ્ટ શેર કરી છે. જેમાં બાળકીના પગ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે એન્જલનું ઘરે દિલથી સ્વાગત છે. પરિવારમાં આપનું સ્વાગત છે. વિકાસ કોહલીએ જે પોસ્ટ અપલોડ કરી છે તેમાં માત્ર બાળકીની એક ઝલક દેખાઈ રહી છે. વિરાટ કોહલીની બહેન ભાવના કોહલીએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે,’અમને સ્વર્ગથી એક શાનદાર ભેટ મળી છે. પ્રેમ કરવા માટે એક નાની વહાલી પરી. એક સુંદર નાની પરીની ફઈ બનવા પર ઘણો આનંદ થઈ રહ્યો છે.

વધુ વાંચો

મનોરંજન

સુ-વાવડ: દિકરીના માતા-પિતા બન્યા અનુષ્કા-વિરાટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા તથા વિરાટ આજે સવારે જ હોસ્પિટલ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આજે ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મદિવસ છે. એટલે કે હવેથી વિરાટ કોહલીની દીકરી તથા રાહુલ દ્રવિડનો જન્મદિવસ એક જ દિવસે આવશે. અનુષ્કા-વિરાટની દીકરીનું નામ અન્વી રાખવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કા તથા વિરાટ પોતાની દીકરીનું નામ અન્વી રાખે તેવી શક્યતા છે. અન્વીનો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં કપલે પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ અન્વી રાખ્યું હોય તેમ લાગે છે.

અનુષ્કાએ પ્રેગ્નસીના છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અનુષ્કાએ ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો હાલમાં જ શેર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શેર કરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ