Connect with us

ગુજરાત

આંગણવાડીઓ શરૂ કરવા સુપ્રિમકોર્ટનો આદેશ

આંગણવાડીઓ શરૂ કરવા સુપ્રિમકોર્ટનો આદેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના ફેલાવા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું. ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ હતી. દસ મહિના સમય બાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરુઆત થઇ છે. જો કે દેશભરની આંગણવાડીઓ હજુ પણ બંધ જ છે.

હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં અટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવાઓ શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવે. જે વિસ્તાર કોરોના ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે તેમને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

દસ મહિનાથી બંધ આંગણવાડીને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીઓને ફરીથી શરુ કરવાની વાત કરવામાં આવી હતી. અરજીની અંદર કોરોનાના કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાળકો અને માતાઓને પોષણક્ષમ આહાર મળવામાં મુશ્કેલી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આંગણવાડીના માધ્યમથી શૂન્યથી છ વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સૂકુ રાશન આપવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીમાં તમામ રાજ્ય સરકારોને નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.

ગુજરાત

હંગામી બઢતી સાથે અધિકારીઓની નિયુકિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.

જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

વધુ વાંચો

ગુજરાત

રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી

દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

ગુજરાત

જામનગર સહીત 6 મહાનગરપાલિકા ની ચુંટણી 21 ફેબ્રુઆરી

નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ