Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home રાજ્ય ગુજરાત ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી પર સુપર પ્રભારી !

ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી પર સુપર પ્રભારી !

ગુજરાતમાં મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તામ્રધ્વજ સાહૂની સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સાહુની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર પર નજર રાખવા અને સંકલન કરવા માટે સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરી હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. સાહુની નિમણૂંકને પગલે પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઇ હોવાની ચર્ચા છે.

હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહરાજ્ય મંત્રી તામ્રધ્વજ સાહુની કો.ઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરતાં ગુજરાત કોંગ્રેસમાં પહેલી વાર આવી નિમણૂંક થઈ છે. સાહુ સીધા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રીપોર્ટ કરશે તેથી રાજીવ સાતવની સત્તામાં કાપ મૂકાયો છે.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ 20 કરતાં વધુ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગયા હોવાથી પ્રદેશના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવને બદલવા હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી ચૂકયાં છે. હાઈકમાન્ડે સાતવની સત્તા પર કાપ મૂકીને તેમની વાત માની છે.

Most Popular