Connect with us

સ્પોર્ટ્સ

IPL માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે આજે દુબઈમાં રમાશે. RCBના કેપ્ટન વિરાટ કોહલીની પાસે સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 2016ની ફાઈનલમાં આપેલી હારનો બદલો લેવાની તક છે. ત્યારે વોર્નરે કોહલીને 8 રનથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી. ગત સિઝનમાં RCB સૌથી નીચા 8માં નંબરે રહી હતી. જ્યારે હૈદરાબાદ અલિમિનેટર સુધી પહોંચી હતી.

વિરાટ RCBના સફળ કેપ્ટન છે. તેમણે 110 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી અને તેમાંથી 49માં જીત અપાવી છે. હૈદરાબાદ સામેની મેચ જીત્યા પછી વિરાટ IPLમાં એક ટીમને 50થી વધુ મેચ જીતાડનાર ચોથા કેપ્ટન બનશે.

આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જીતાડી છે. ધોની એક માત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જીતાડી છે.

હૈદરાબાદમાં વોર્નર સૌથી મોંઘા ખેલાડી છે. ટીમ તેમને એક સિઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. તે પછી ટીમમાં મનીષ પાંડેનું નામ છે, જેમને આ સિઝનમાં 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે RCBમાં કોહલી 17 કરોડ અને એબી ડિવિલિયર્સ 114 કરોડ રૂપિયાની કિંમતની સાથે સૌથી મોંઘો પ્લેયર છે.

હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલુરુમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.

બંનેની વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે. તેમાંથી હૈદરાબાદે 8 અને બેંગલુરુએ 6 મેચ જીતી છે. 1 મેચ કોઈ પણ પરિણામ વગરની રહી છે. ગત બંને સિઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.

હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.

RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડિવિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

સ્પોર્ટ્સ

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપીલ દેવને હાર્ટએટેક આવ્યો

દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

જાન્યુઆરીમાં અમદાવાદનાં મોટેરામાં યોજાશે ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની ટેસ્ટ રમાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી. અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કોલકાતા અને ધર્મશાલામાં પણ મેચો રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ નવું બન્યા બાદ ત્યાં હજુ સુધી કોઇ મેચ રમાઇ ન હોવાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ અહીં રમાનારી પ્રથમ મેચ બની રહેશે.

કોરોનાના કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. હાલ બોર્ડની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે માટે થોડા દિવસોમાં ટીમ જાહેર થશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ડબલ સુપર ઓવરમાં પંજાબનો વિજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની 36મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. આ પહેલા બંને ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. પંજાબ માટે ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે સુપર ઓવર નાખી. IPLમાં પહેલીવાર એક દિવસમાં 3 સુપર ઓવર રમાઈ.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા. તે બાદ કિંગ્સ ઈલેવન પંજાબે પણ આ જ સ્કોર બનાવ્યો હતો. તે બાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહે સુપર ઓવરમાં ફક્ત 5 રન આપ્યા હતા. તે બાદ મોહમ્મદ શમીએ પણ ઘાતક બોલિંગે રોહિત અને ડી કોકને 5 રન પર રોકી દીધા હતા. તે બાદ શરૂ થઈ બીજી સુપર ઓવર જેમાં મુંબઈએ 11રન બનાવ્યા અને પંજાબે 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી. નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ