Connect with us

શહેર

ચાંપાબેરાજામાં માથાના દુ:ખાવાથી કંટાળી પ્રૌઢનો આપઘાત

જામજોધપુરમાં ન્હાવા પડેલા તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ : જામનગરમાં અજાણ્યા વૃદ્ધનું બીમારી સબબ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા પ્રૌઢે માથાના દુ:ખાવાથી કંટાળી જઈ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુર નજીક વેલનાથ મંદિર પાછળની નદીમાં ન્હાવા પડેલા તરૂણનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરના એસટી ડેપો પાસેથી અજાણ્યા વૃદ્ધ બેશુધ્ધ હાલતમાં મળી આવતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા ધીરુભા અદેસંગ જાડેજા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગત શનિવારે સવારના સમયે તેના ઘરે માથાની ખંજવાળ તથા દુ:ખાવાથી કંટાળી જઇ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જયપાલસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. પી.એ. ખાણધર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામજોધપુરમાં રાબડીયા ફળી વાછાણી વાવ પાસે રહેતા પાર્થ અશ્ર્વિનભાઈ ડાભી (ઉ.વ.17) નામનો તરૂણ રવિવારે તેના મિત્ર સાથે વેલનાથ મંદિર પાછળ આવેલી નદીમાં ન્હાવા ગયો હતો તે દરમિયાન પાણીમાં ગરક થઈ જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગેની ભાવેશ ડાભી દ્વારા જાણ કરાતા હે.કો. એ.બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના એસ.ટી. ડેપો પાસેથી ગત 20 ઓગસ્ટના રોજ મોડીસાંજના સમયે 60 વર્ષના અજાણ્યા વૃદ્ધના પગમાં સડો થઇ જતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન રવિવારની રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો

શહેર

શું છે કોરોના મોત જાહેર કરવાનું મિકેનિઝમ ? જણાવો, લોકો ડરી રહ્યા છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

(પરેશ સારડા)

જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઘણા લાંબાસમયથી દરરોજ સરેરાસ 12 થી 15 દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. જે સ્થાનિક અખબારોમાં હેડલાઇન બની રહ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય તંત્રો દ્વારા આપવામા આવતા કોરોના સબંધિત આંકડાઓમાં કોરોનાથી થતાં મોતના ગણ્યા ગાંઠ્યા આંકડાઓ જ દર્શાવવામાં જ આવી રહ્યા છે. જેને લઇને લાંબાસમયથી લોકોમાં કોરોના મોત મામલે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ અખબારોની ડરામણી હેડલાઇનો અને બીજી તરફ સરકારી તંત્રોના સબ સલામતના આંકડાઓ ભારે વિરોધાભાષ ઉભો કરી રહ્યા છે. આ આંકડાઓ અને કોરોનાની સ્થિતિને સમજી નહી શકતા લોકો અખબારોની ઓફિસે ફોન કરીને વિરોધાભાષી આંકડાઓ અંગે પૂછપરછ કરી રહ્યા છે. લોકો જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે, ખરેખર કોરોનાથી મોત કેટલા ? રોજ 12-15 દર્દીઓના મોત થાય છે તો સરકારી યાદીમાં આ મોત કેમ નથી આવતા ? છેલ્લા કેટલાક સમયથી અખબારોની કચેરીએ આવા પ્રશ્ર્નોનો મારો વધી ગયો છે. પરંતુ અખબારો અને પત્રકારો પણ આ પ્રશ્ર્નોના જવાબ સચોટ અને અસરકારક આપી શકતા નથી કે રજૂ કરી શકતા નથી. કેમ કે આરોગ્ય તંત્ર અથવા કોવિડ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ કે તબીબો દ્વારા આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આવતી નથી.

મૃત્યુના આંકડાઓમાં પ્રવર્તતા વિરોધાભાષ અંગે માત્ર એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે દર્દીના મૃત્યુ માટે કોરોના જવાબદાર હોય તેવા દર્દીઓની સંખ્યા જ કોરોનાથી થનારા મોતના આંકડાઓમાં દર્શાવવામાં આવે છે. જ્યારે જે દર્દી કોરોના પોઝિટીવ હોય પરંતુ તેના મૃત્યુ માટે કોરોના નહી પરંતુ અન્ય ગંભીર બિમારીઓ જવાબદાર હોય તેવા દર્દીઓના મોતની સંખ્યા કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં સામેલ કરવામાં આવતી નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ સ્પષ્ટતા પણ સતાવાર રીતે નહી પરંતુ અન્ય સોર્સ દ્વારા પત્રકારો સમક્ષ મુકવામાં આવી છે. પરિણામે કોરોનાથી થતાં મોતની જાહેરાતનું સંપૂર્ણ મિકેનીઝમ પત્રકારો પણ બરાબર સમજી શક્યા નથી. જેનું પ્રતિબિંબ અખબારોની હેડલાઇનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોઇ જગ્યાએ કોરોનાથી આટલા મોત, કોઇ જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આટલા મોત, કોઇ જગ્યાએ કોરોના દર્દીઓના આટલા મોત જેવી હેડલાઇનો બની રહી છે. જ્યારે તંત્ર દ્વારા આંકડા આપવામાં આવે છે. તેમાં કોરોનાથી કોઇ દર્દીના મોત દર્શાવવામાં આવતા નથી. આ પ્રકારના વિરોધાભાષને લઇને શહેરીજનો એ નક્કી કરી શકતા નથી કે કોરોનાથી રોજ કેટલા મોત થાય છે.

જામનગર શહેર અને જિલ્લામાં ઘણા લાંબાસમયથી આ પ્રકારની અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હોવા છતાં આરોગ્ય તંત્ર કે કોવિડ હોસ્પિટલના સતાધિશોને એ જરૂરીયાત જણાતી નથી કે આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવે. ડરામણા આંકડાઓની હેડલાઇન છતાં નિભંર તંત્ર આ બધુ જોઇ રહ્યા છે. પરંતુ અખબારોના એકપણ એહવાલને ગણકારતા નથી ! મોતના આંકડાઓને લઇને લોકોના મનમાં પેસી રહેલા ભયને દુર કરવા માટે તંત્ર દ્વારા આ અંગે વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી કોવિડ સતાવાળાઓ જો ફિઝિકલ પ્રેસકોન્ફરન્સ યોજી શકતા ન હોય તો તેમણે વર્ચ્યુઅલ પ્રેસ યોજીને અથવા તો લેખિત સ્વરૂપમાં મોતના આંકડાઓ જાહેર કરવાની પદ્ધતિની વિસ્તૃત જાણકારી જાહેર કરવી જોઇએ. જેથી લોકોમાં કોરોના મોતને લઇને પ્રવર્તતુ ક્ધફ્યુઝન દુર કરી શકાય. પરંતુ જામનગરનું આરોગ્ય તંત્ર આ બાબતે કોઇ પહેલ કરવા માગતું હોય તેમ જણાતું નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ