Connect with us

શહેર

જામનગરમાં યુવતીની આત્મહત્યા

કાલાવડમાં વેપારી યુવકની આત્મહત્યાથી અરેરાટી : જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનો આપઘાત: ભાવાભી ખીજડિયામાં ઝેરી જનાવર કરડી જતાં પ્રૌઢનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કાલાવડ ગામમાં વોરાવાડ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના પાણાખાણ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ઘરે દુપટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસેના રેલવે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેન હેઠળ યુવકે આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની સીમમાં મકાઈ વાઢી નિરણ કરવા ગયેલા પ્રૌઢને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પાણાખાણ શેરી નં.1 વિસ્તારમાં કાનાભાઈ આહિરના મકાનમાં ભાડે રહેતી લક્ષ્મી રમેશભાઈ કશેરા (ઉ.વ.19) નામની યુવતીએ શુક્રવારે સાંજના સમયે તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગેની કાનાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરતા મૃતકના લગ્ન અઢી વર્ષ પહેલાં થયા હતાં. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ ગામમાં આવેલા વોરાવાડમાં રહેતા અને વેપાર કરતા કુત્બુદીન અફજલભાઈ સાદિકોટ (ઉ.વ.18) નામના યુવકે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની અબ્બાસભાઈ દ્વારા જાણ કરાતા યુએએસઆઈ એસ.એમ. કણઝારિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થકોલોનીમાં રહેતા કમલેશ જયંતીભાઈ પરમાર (ઉ.વ.20) નામના યુવકે શુક્રવારની મધ્યરાત્રિના સમયે હરિયા કોલેજ પાસે આવેલા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતા 108 ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહ પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હે.કો. એચ.એ. પરમાર તથા સ્ટાફે આગળની કાર્યવાહી આરંભી હતી.

ચોથો બનાવ, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયાના સીમ વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે ખેતરમાં બળદોને મકાઈ વાઢી નિરણ કરવા લઇ જતા વખતે રાજેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ.53) નામના પ્રૌઢને મકાઈના કીયારામાં રહેલુ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અજયસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે હે.કો. વી. વી. છૈયા તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.

શહેર

આઠ વર્ષથી ફરાર હત્યા કેસના આરોપીને દબોચી લેવાયો

જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડે લાઠી તાલુકામાંથી ફરાર શખ્સને પકડી લીધો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલના ખોડાપીપર ગામે પ્રેમપ્રકરણમાં નિપજાવાયેલી યુવકની હત્યાના કેસમાં આઠ વર્ષથી ફરાર એક આરોપીને જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીના લાઠી તાલુકામાંથી પકડી પાડ્યો છે.
ધ્રોલ તાલુકાના ખોડાપીપર ગામે આઠ વર્ષ પહેલા એક પ્રેમ પ્રકરણમાં ચાર શખ્સો દ્વારા યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી. બાદમાં મૃતકની લાશની જંગલમાં ફેંકી, ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતાં. હત્યાના આ કેસમાં આઠ વર્ષથી ફરાર રહેલો મૂળ મધ્યપ્રદેશનો રાકેશ રાલુભાઇ ચૌહાણ નામના આરોપીને જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી પકડી પાડ્યો હતો. ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મળેલી બાતમીના આધારે આ આરોપીને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ તેની ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

વધુ વાંચો

શહેર

દશેરા આવતા જ જામ્યુકોની ફૂડ શાખા સક્રિય બની

શહેરમાં 12 સ્થળોએથી ફાફડા-જલેબીના નમૂના લેવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી દશેરાના તહેવારને અનુલક્ષીને જામ્યુકોના ફૂડ વિભાગે શહેરમાં જુદા-જુદા સ્થળે ફાફડા અને જલેબી વેચતા વેપારીઓને ત્યાં તપાસણી હાથ ધરી 12 સ્થળોએથી ફાફડા-જલેબીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે શહેરના જુદા-જુદા વિસ્તારોની ફાફડા-જલેબી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફરસાણના વિક્રેતાઓને ત્યાં વપરાતા તેલની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી તેમજ ચકાસણી દરમ્યાન શહેરમાં કિરીટ નાસ્તા સેન્ટર, જોશી નમકીન, ચામુંડા નાસ્તા ભુવન, શ્રી ધનલક્ષ્મી ફરસાણ માર્ટ, ભાગ્યલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, સોનાલી ફરસાણ, પૂજા સ્વીટ એન્ડ ફરસાણ, પારસ સ્વીટ એન્ડ ફરસાણ, ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ, લીલાશાહ ફરસાણ તથા ન્યુ યાદવ હોટેલ અને નાસ્તા ભુવનમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જનતા ફાટક, દિગ્વિજય પ્લોટ, ખંભાળિયા નાકા વિસ્તારના ફરસાણને વેપારીઓને ત્યાં કરાયેલી તેલની ચકાસણી દરમ્યાન 65 કિલો ખરાબ તેલનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મીઠાઇના વેપારીઓને તેઓ દ્વારા બનાવવામાં આવતી મીઠાઇમાં ઉત્પાદન અને બેસ્ટ બિફોર ડેટ ફરજિયાત લખવા માટે તાકીદ કરવામાં આવી હતી.

વધુ વાંચો

શહેર

જામનગર જીલ્લામાં વધુ ૧૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર

જામનગર જીલ્લામાં વધુ ૧૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ વનરાજસિહ નગુભા જાડેજાની ખોલીમાં રૂમ નં-પ થી ૧૨ સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 2. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલ ગોકુલધામ સોસાયટી પાસે મુકેશ મોહન પારઘીનાં ઘરથી શૈલેશ રામજી આસુનન્‍્દ્રાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૧.
 3. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમા આવેલ કન્યા શાળા સામે અંતેશ કુમાર રવીન્દ્ર પ્રતાપસિંગનું ઘર કુલ ઘર ૧.
 4. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રીન્ઝ્પર ગામમાં આવેલ મુળુ સોમાત વસરાનું ઘર કુલ ઘર ૧.
 5. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલ જુના પ્રા.આ.કે. પાછળ પૂરી મુળજી વાઘેલાનું ઘર કુલ ઘર ૧.
 6. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારનાં ચંદનવાસમાં આવેલ દિનેશ નાથા વાઘેલાનું ઘર કુલ ઘર ૧.
 7. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ રામવાડીમાં જય શૈલેશ વાછાણીનું ઘર કુલ ઘર ૧.
 8. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના કૃષ્ણનગરમાં ધર્મેશ ધીરજલાલ અકબરીનું ઘર કુલ ઘર ૧.
 9. જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામમાં આવેલ હરસિદ્ધિ મંદિરની પાછળ મનસુખ કરશન મકવાણાનાં ઘરથી અનીલ ગોવિંદ ભીંડીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 10. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામમાં આવેલ સભાયા રતિલાલ ગણેશનું ઘર કુલ ઘર ૧.
 11. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે પૂરી નાગ બેરાનું ઘર કુલ ઘર ૧.
 12. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલીકા વિસ્તારનાં રાજવાડી ચોકમાં આવેલ પ્રદીપ રતિલાલ જાવિયાનું ઘર કુલ ઘર ૧.
 13. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર પાસે ઓધવજી ખીમજી સપોવાડીયાનું ઘર કુલ ઘર ૧.

અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૨/૧૦/૨૦૨૦ થી તા.૦૧/૧૧/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ