Connect with us

રાજ્ય

જામનગરમાં નદીના કાંઠે યુવક અને યુવતીની સજોડે આત્મહત્યા

જામનગરમાં નદીના કાંઠે યુવક અને યુવતીની સજોડે આત્મહત્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીતસાગર રોડ પર રોયલ સ્કૂલ પાસેના વિસ્તારમાંથી આજે સાંજે યુવક અને યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ સાંપડતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં રણજીતસાગર રોડ પર નદીના કાંઠાના વિસ્તારમાં રોયલ સ્કૂલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં આવેલી અનિલ ધુલીયાભાઇ (ઉ.વ.21) અને કમાબેન ગુડુભાઇ ભૂરિયા (ઉ.વ.20) નામની યુવતીએ સજોડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુવક અને યુવતીના મોત નિપજ્યા હોય, જેથી આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે જવા રવાના થયો હતો. પ્રાથમિક સંજોગોમાં યુવક અને યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાના તારણના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

રાજ્ય

કોરોના વેક્સિન અંગે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન: જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે

કોરોના વેક્સિન અંગે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન: જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અણખોલ ગામની સીમમાં 5 લાખ ચોરસ મીટર જમીનમાં રૂ.100 કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ ઓનલાઇન જોડાયા હતા

કોરોનાની રસી ન મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઇલાજ કોરોના હારશે ગુજરાત જીતશે ના મંત્રને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ વધીને 90 ટકા થયું છે. દોઢ લાખ લોકો સાજા થયાં છે. મૃત્યુનું પ્રમાણ ખુબ ઘટાડી શકાયુ છે. નિયમ પાલન એ જ ઈલાજના મંત્રને ગુજરાતના લોકો અનુસરી રહ્યા છે. નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણયને લોકોએ ટેકો આપ્યો છે. કોરોનાની રસી ન મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઇલાજ છે, એની તેમણે યાદ અપાવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતં કે, ગરબા ન યોજવાના સરકારના નિર્ણયને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર માનું છુંસીએમ રૂપાણીએ કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની રસી લોકો સુધી પહોંચવાની શરૂઆત થઇ જશે. જેથી ત્યાં સુધી દરેક વ્યક્તિએ કોરોના મહામારીથી તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે.

આમ કોરોના મહામારી વચ્ચે સીએમ રૂપાણીએ ગુજરાતના લોકોને એક મોટી આશા આપી છે. અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના જીવલેણ બીમારીથી લોકોને છૂટકારો મળી શકે છે.

વધુ વાંચો

રાજ્ય

આગ સાથે રમત : રાજયમાં ફાયર સેફટી સિસ્ટમમાં અંધારૂ !

અમદાવાદમાં 18,912-સુરતમાં 7,279- ગાંધીનગરમાં 587 અને જામનગરમાં 221 ઇમારતો પાસે ફાયર શાખાનું NOC જ નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી ઉંચી સરકારી અને ખાનગી ઇમારતોમાં ફાયર સેફટી સિસ્ટમ મુદ્ે ગુજરાતની વડી અદાલતે રાજયની સરકારને ઉંઘતી ઝડપી લીધી છે. નવાઇની વાત એ છે કે, રાજયમાં ઘણાં વર્ષોથી ફાયર સેફટી એકટ રાજય સરકારે લાગુ કર્યો છે. પરંતુ બીજી બાજુ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ફાયર વિભાગ માટે અધિકારીઓની અને કર્મચારીઓની નિમણુંક કરવાનું ગુજરાત સરકાર ભૂલી ગઇ છે . આ ઉપરાંત સંખ્યાબંધ નગરપાલિકાઓ એવી છે જેઓની પાસેની અગ્નિશમન વ્યવસ્થા માટેના વાહનો ખૂટે છે.

ફાયર સેફટી સિસ્ટમના વ્યવસ્થિત અમલ માટે સમગ્ર રાજયમાં ચોકસાઇપૂર્વક આયોજન થાય તે હેતુસર વડી અદાલતમાં જાહેરહિતની એક અરજી દાખલ થયા પછી આ વિભાગને લગતાં સમાચારો અને વિગતો જાહેર થવા પામ્યા છે. વડી અદાલતમાં સુનાવણી દરમ્યાન જાહેર થયેલી વિગતો મુજબ અમદાવાદની 18,912, સુરતની 7,279, ગાંધીનગરની 587, જામનગરની 221, જૂનાગઢની 132, ભાવનગરની 70 અને વડોદરાની 68 ઇમારતોમાં સ્થાનિક સતાવાળાઓએ આજની તારીખે ફાયર એનઓસી આપ્યું નથી. રાજકોટની તમામ ઇમારતો પાસે ફાયર એનઓસી છે એવું જાહેર થયું છે. બાકીના શહેરો પૈકી વડોદરામાં સ્થિતિ કંઇક અંશે સારી છે. એ સિવાય રાજયના તમામ મોટા, મધ્યમ અને નાના શહેરોમાં ફાયર સેફટી સિસ્ટમ મુદ્ે અંધારૂં પ્રવર્તી રહ્યું છે એવું જાહેર થયું છે. આ મામલાની વધુ સુનાવણી આગામી સોમવારે હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવે એવી શકયતા છે.

વધુ વાંચો

રાજ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે.

હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.

ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મિનિટ રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.

ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. એનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. એમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઈ છે.

રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ