Connect with us

રાજ્ય

ખંભાળિયાના જર્જરિત રસ્તાઓ બાબતે નક્કર પગલાં લેવા પાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા શહેરમાં આ વર્ષે વરસેલા ભારે વરસાદ તથા કથિત નબળા કામના કારણે જર્જરિત સાથે ભયજનક બની ગયેલા માર્ગોના મુદ્દે પાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ મુદ્દે કડક વલણ અપનાવવા જણાવાયું છે.

રસ્તાના મુદ્દે વગોવાઈ ગયેલું નગર એવું ખંભાળિયા લોકોમાં આ મુદ્દે ટીકા તથા પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. શહેરમાં હાલ મહદ્ અંશે રસ્તાઓ ખખડી ગયા છે. આટલું જ નહીં નવા બનેલા ડામર રોડ, સી.સી.રોડ તથા પેવર બ્લોક ઉખડીને જાણે નાબૂદ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળતા રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો પણ સમયાંતરે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રોડના કોન્ટ્રાકટરોને તેઓના બનાવવામાં આવેલા અને હાલ જર્જરીત બની ગયેલા રસ્તાઓ પુનઃ કરી દેવા અંગે નિવેદન આપવામાં આવ્યા બાદ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લ દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના એન્જિનિયરને એક લેખિત પત્ર પાઠવી ખંભાળિયા શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવેલા આ રસ્તા ઉખડી જતાં તેઓને પાઠવવામાં આવેલી નોટિસોને અવગણીને તેઓ આ કામ આજ સુધી ન કરતા હોવાથી આવા કોન્ટ્રાક્ટરોની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી અને તેમાંથી રસ્તાઓ તાત્કાલિક રીપેર કરાવવા આ પત્રમાં જણાવાયું છે.

આટલું જ નહીં, પેધી ગયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી કડક હાથે કામ લઇ અને કોન્ટ્રાક્ટરોની કયા કામની કેટલી સિક્યુરિટી ડિપોઝિટ નગરપાલિકામાં જમા રહેલ છે, તેની માહિતી પણ પ્રમુખને આપી અને કોન્ટ્રાક્ટ દ્વારા કામના સ્થળે ચીફ ઓફિસર તથા એન્જિનિયરને સ્થળ ઉપર રૂબરૂ જઈને ઈનસ્પેકશન કરવા પણ પત્રમાં જણાવાયું છે.

આ પત્રની નકલ જિલ્લા કલેકટર, પ્રાદેશિક કમિશનર, પ્રાંત અધિકારી તથા જિલ્લા ભાજપ પ્રમુખને પણ મોકલવામાં આવી છે.

રાજ્ય

દ્વારકા પોલીસે આંતર જિલ્લા તસ્કર ટોળકીને દબોચી લીધી

ટોળકીના 6 સભ્યની અટકાયત : રાજ્યભરની 20 ચોરીનો ભેદ ઉકેલાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસની એલસીબી શાખાએ 6 સભ્યની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો માલસામાન કબ્જે કર્યો છે. જ્યારે તેમની પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકી સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના એસપી સુનિલ જોશીની સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.એન.ચાવડા તેમજ પીએસઆઇ વી.એમ.ઝાલા તથા તેમની ટીમ ગુનેગારોને પકડી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરાવ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી આગવી ઢબ્બે પુછપરછ હાથ ધરી હતી.

આ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ માત્ર ખંભાળિયામાં જ નહી પરંતુ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા. તાજેતરમાં જ આ ટોળકીએ ખંભાળિયામાં દરબારગઢ પાસે ઘાંચી શેરીમાં આવેલ ફ્રુટના ગોળાઉનમાં વેપારીની નજર ચૂકવી રૂા. 50 હજારની ચોરી કરી હતી. પોલીસે તમામને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી તેમની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરના ગઢકડા ગામના સરપંચના ભાઇ પર ફાયરીંગ

ગઇ મોડીરાત્રે બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરીંગ કરી નાશી ગયા : જુની અદાવત કારણભૂત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઇરાત્રે બાઇક પર આવેલા બે અજ્ઞાત શખ્સો સરપંચના ભાઇ પર ફાયરીંગ કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરપંચના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીન ઓશમાણ સફિયાના ભાઇ ફિરોઝ સફિયા ગઇરાત્રે ગ્રામપંચાયતની ઓફિસમાં પાક નુકશાની અંગેના ઓનલાઇન ફોર્મ ભરતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમણે ગ્રામપંચાયત ઓફિસની સામે પોતાનું બાઇક ઉભુ રાખી બાર બોરની રાયફલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળી ફિરોઝ સફિયા નીચે પડી ગયો હતો. પરિણામે તેને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કામ કરી રહેલા ગામના ઇસ્માલ જુસબ સફિયાને સાથળમાં ગોળીનો છરો વાગતા ઇજા પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંન્ને શખ્સો આંબરડી ગામ તરફ નાસી ગયા હતા. આ ઘટના અંગે ફિરોઝ સફિયાએ પોતાની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલો જુની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના પહેલા ફિરોઝના ભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ આરોપીઓએ તેમના મળતીયા મારફત ફાયરીંગ કરાવ્યું હોવાની આશંકા ફિરોઝે પોલીસ સમક્ષ વ્યકત કરી છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયાના નાયબ મામલતદાર કોરોના સામેનો જંગ હારી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા અને જોડિયા ની મામલતદાર કચેરીમાં ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ પરષોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.57)કે જેઓ 12 દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા, છેલ્લા એક સપ્તાહથી તેની જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લાના સરકારી વર્તુળમાં ભારે ગમગીની છવાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જોડિયાની મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ સંક્રમિત બન્યા હતા. જોડિયાના મામલતદાર પુનિતભાઈ સરપદડીયા, ઉપરાંત નાયબ મામલતદાર અમરીશભાઈ દવે અને નાયબ મામલતદાર રસિકભાઈ પાડલીયા કે જેઓ ત્રણેય કોરોના સંક્રમિત બન્યા હતા અને જોડીયા ની મામલતદાર કચેરી ને બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મામલતદાર પુનિતભાઈ તેમજ નાયબ મામલતદાર અમરીશભાઈ દવે હાલ હોમ કોરોન્ટાઈન થયેલા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ