Connect with us

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 25-10-2020

આજના લેખમાં NIFTY, CYIENT,HEROMOTOCO, TATASTEEL, અને TORRENTPOWER વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા વીક ના લેખમાં NIFTY, AMBUJACEM, TATAMOTORS અને MOTHERSUMI વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 • NIFTY માં જોઇયે તો Inside Bar જોવા મળી હતી. અને 12025 નું લેવલ પાર કરવામાં સફળતા મળી નથી.
 • AMBUJACEM માં વાત કરીયે તો 256 નો હાઇ બનાવેલ છે. અને 244 ના સપોર્ટ લેવલ નજીક લો બનાવેલ છે અને એની ઉપર જ ક્લોજ પણ આવેલ છે.
 • TATAMOTORS માં 122 નો LOW Break ના થતાં ઉપરની મુવ જોવા મળી હતી.129 ઉપર 132-135-146 ના લેવલ હતા, 139 નજીક હાઇ બનાવેલ છે.
 • MOTHERSUMI માં 104 ના સપોર્ટ લેવલ ની વાત હતી તે મુજન 104 નો લો બનાવી 111.95 નો high બનાવેલ છે. 112 ના Resistance લેવલ ની વાત કરી હતી.

NIFTY

 

 • NIFTY માં last week માં narrow રેંજ જોવા મળી હતી, અને Inside Week કેન્ડલ બની હતી. એ જોતાં આવનાર week માં 12025 અને 11770 ની Range Break ના થાય ત્યાં સુધી કઈ પણ કહેવું તકલીફ વાળું છે. INDIAVIX પણ 23 ના અગત્યના લેવલ નજીક છે. એ જોતાં જો 23 ઉપર બંધ આવે તો આવનાર દિવસોમાં માર્કેટ માં અફડાતફડી નો માહોલ જોવા મળી શકે છે. ઉપર નીચે બંને તરફ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો કોઈ પણ ટ્રેડ Strict Stop Loss સાથે કરવો વધુ હિતાવહ છે.
 • Support Level :- 11794-11832-11618-11553-11507-11410.
 • Resistance Level :- -11985-12025-12032-12130-12220.

CYIENT

 • CYIENT નો ચાર્ટ જોઇયે તો ખ્યાલ આવશે કે Resistance Trend Line નજીક બંધ આવેલ છે. પાછલા મહિના નો High પણ ત્યાજ આવે છે.
 • 533 to 184 ના 78.6% એ 443 નજીક આવે છે. એ જોતાં 445 એ અગત્યનો Resistance Zone બને છે, એની ઉપર બંધ આવે તો જ વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 430-420-416-407-396.
 • Resistance Level :- 443-456-472-481-490-513-520.

HEROMOTOCO

 • HEROMOTOCO નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશેકે 2019 ના top સાથે Double Top Formation doji candlestik સાથે બનાવેલ હતી અને તેના સમર્થન માં પાછલા વીક માં મોટી Bearish candle બનાવેલ હોય તેનો લો બ્રેક થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 200W SMA પણ 3035,  Low  નજીક આવેલ છે.
 • Support Level :- 3035-3022-2992-2900-2885-2880-2830.
 • Resistance Level :- 3125-3175-3245-3269-3360-3380.

TATASTEEL

 • TATASTEEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે 2018 અને 2020 January ના ટોપ નજીક ટ્રેડ કરી રહ્યું છે. લાસ્ટ વીક બંધ પણ Resistance Line નજીક આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં જો તે Cross કરી Sustian થવામાં સફળ થાય તો Trend Reversal થવાના પણ chance છે. તો સાથે સાથે Metal Sector ના બીજા સ્ટોક માં પણ ધ્યાન આપી શકાય.
 • Support Level :- 410-404-393-389-386.
 • Resistance Level :- 425-441-443-448-463-478-500-506.

 

Torrentpower

 • Torrentpower નોચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Last swing ના 61.8% નો લેવલ નજીક Doji candlestik પેટર્ન બનાવી ને ત્યાં થી ઉપર તરફ ની શરૂવાત સારા Volume સાથે કરી હોય તેવું લાગે છે.
 • 50W SMA ઉપર બંધ થવામાં પણ સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 317-314-312-305-293.
 • Resistance Level :- 332-338-344-350-357-369.

==================================================

 • Disclaimer:-
  અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
  BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
  અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.

  કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
 • આભાર

 

 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

email-vipuldamani@gmail.com

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૨૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૪૫૨૩.૦૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૭૪૯.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૩૭૫૭.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૪.૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૩૮૨૮.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૦૬૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૧૩૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૮૪૪.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૫.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૮૫૬.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા કારોબારના દિવસે ભારતીય શેરબજારની તેજીની દોટ નફારૂપી વેચવાલીના કારણે અટકીને લાલ નિશાન પર બંધ હતું. કોરોના મહામારીમાંથી વિશ્વના ઊગારવા માટે ફાઈઝર દ્વારા સફળ વેક્સિન રજૂ કરવામાં આવતાં વિશ્વને આ સંકટમાંથી બહાર લાવી શકાશે એવી અપેક્ષાએ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત લેવાલીએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજી નોંધાવ્યા બાદ આજે વિશ્વભરમાં કોરોનાના બીજા-ત્રીજા વેવમાં ફરી અનેક કેસોએ વિસ્ફોટની પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કોરોનાનાં કેસમાં ઝડપી વૃધ્ધી થતાં ફરીથી લોકડાઉનના અહેવાલ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ-ફાઇનાન્સ શેરોમાં ફંડો દ્વારા વિક્રમી તેજીની દોટમાં બ્રેક લગાવીને ઓફલોડિંગ કરતાં અને નબળાં ગ્લોબલ સંકેતોને પગલે ભારે વેચવાલીના કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ઓઈલ એન્ડ ગેસ લેવાલી જોવા મળી હતી, જ્યારે ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૯ અને વધનારની સંખ્યા ૧૧૧૦ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નવેમ્બર માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે, જેનાં કારણે ભારતીય શેરબજાર સતત નવી ટોચ બનાવી રહ્યું છે. નવેમ્બર માસમાં તેમણે અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૫૫,૫૫૨.૬૪ કરોડની ખરીદી કરી છે. લિક્વિડિટીને કારણે એફઆઈઆઈ ભારત સહિતના ઈક્વિટી માર્કેટમાં જંગી નાણાં ઠાલવી રહ્યા છે, પરંતુ હવે કોરોનાના કેસ વધતા એફઆઈઆઈ આ લેવાલી ચાલુ રાખે છે કે કેમ તે જોવાનું રહેશે. બીજી તરફ ડીઆઈઆઈએ નવેમ્બર માસમાં અત્યાર સુધીમાં રૂ.૩૮,૧૦૯.૮૪ કરોડની નેટ વેચવાલી કરી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક જ મહિનામાં સૌથી વધારે છે. આથી ડીઆઈઆઈની ચાલ પણ પર નજર રહેશે. ભારતીય શેરબજારમાં આજે નવેમ્બર માસની એફ એન્ડ ઓ સિરીઝની એક્સપાયરી હોવાથી બજારમાં વોલેટિલિટી વધવાની સંભાવના સાથે ભારતીય શેરબજારમાં તેજી તેની ચરમસીમા પર પહોચી છે, હાલ બીજી તરફ અર્થતંત્રને લઇને તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસ પણ શેરબજારની હાલની તેજી અંગે રોકાણકારોને સાવધાન કરી ચુક્યા છે, કેમ કે દેશનું અર્થતંત્ર અને શેરબજારની ચાલ બિલકુલ વિરુધ્ધ દિશામાં છે તેથી સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૮૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૨૯૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૨૮૩૩ પોઈન્ટ થી ૧૨૮૦૮ પોઈન્ટ, ૧૨૭૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૧૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૯૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૦૯૦ પોઈન્ટ થી ૨૮૮૮૮ પોઈન્ટ, ૨૮૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એશિયન પેઈન્ટ ( ૨૧૫૨ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૬૬ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • કોટક બેન્ક ( ૧૮૬૭ ) :- રૂ.૧૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૧૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • એસ્કોર્ટ્સ લિ. ( ૧૩૮૬ ) :- કમર્શિયલ વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ગ્રાસિમ ઈન્ડ. ( ૮૪૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૬૦ થી રૂ.૮૬૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • HDFC લિ. ( ૨૧૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૬૬ થી રૂ.૨૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઈન્ફોસિસ લિ. ( ૧૧૧૮ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૧૮ ) : કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • જિંદાલ સ્ટીલ & પાવર લિ. ( ૨૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૩ થી રૂ.૨૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા મોટર્સ ( ૧૭૦ ) :- રૂ.૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪ થી રૂ.૧૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૩૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૪.૧૧.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૪૦૭૭.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૩૪૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૪૨૪૭.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૪.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૫૨૩.૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૯૩૪.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૨૯૭૭.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૯૬૪.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૦૭૭.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે સપ્તાહના બીજા દિવસે આજે બીએસઇ સેન્સેક્સે ૪૪૬૦૧ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૩૦૮૧ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. ભારતીય શેરબજારમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનામાં ભારતીય શેરબજારમાં ભારે મંદી આવી હતી. ૨૩ માર્ચના રોજ સેન્સેક્સ ગગડીને ૨૫,૯૮૧.૨૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો, ત્યારે તે જ દિવસે નિફ્ટી ૭,૬૧૦.૨૫ પોઈન્ટ પર બંધ રહી હતી. આ ન્યૂનત્તમ સ્તરની તુલનામાં અત્યાર સુધીમાં અંદાજીત ૭૧%નો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો તરફથી ધૂમ ખરીદી જોવા મળી રહી છે. બીજીબાજુ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા કોર્પોરેટ જગતે સારા પરિણામો રજૂ કર્યા છે. આ ઉપરાંત કોરોના વેક્સીનને લગતી કામગીરી અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ, વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત રિકવરી તેમજ એશિયાના બજારોમાં જાપાનના નિક્કી તથા હોંગકોંગના હેંગસેંગમાં તેજીના અહેવાલની પોઝિટિવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઓટો બેન્કેક્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૨ અને વધનારની સંખ્યા ૧૬૩૭ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફરીથી સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે નવેમ્બર માસને અંતે જાહેર થનારા જીએસટીના આંકડા રૂ.૧ લાખ કરોડની ઉપર રહે છે કેમ? દેશ અને વિદેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને મિનિ લોકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કર્યું હોવાથી તેની અસર પણ થઈ શકે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે જ નવી રસીનો આશાવાદ હોવાથી નવી કોઈ જાહેરાતની પણ રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર સિરીઝની એક્સપાયરીને કારણે વોલેટિલિટી વધે તેવી શક્યતા છે. બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે. આવામાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૦૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૨૯૮૮ પોઈન્ટ, ૧૨૯૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૭૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૯૨૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૮૮૮ પોઈન્ટ થી ૩૦૦૭૭ પોઈન્ટ, ૩૦૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • જ્યુબિલન્ટ ફૂડ ( ૨૫૫૧ ) :- જ્યુબિલન્ટ ભારતીય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૨૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૭૭ થી રૂ.૨૫૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • માઈન્ડટ્રી લિ. ( ૧૪૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • અમર રાજા બેટરી ( ૮૭૯ ) :- રૂ.૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ્સ એક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૩ થી રૂ.૯૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • વોલ્ટાસ લિ. ( ૭૮૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૩ થી રૂ.૮૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ડાબર ઈન્ડિયા લિ. ( ૫૦૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૨ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • એશિયન પેઈન્ટ ( ૨૨૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટેક મહિન્દ્ર ( ૮૭૭ ) :- રૂ.૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૮૬૨ થી રૂ.૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • રામકો સિમેન્ટ ( ૮૭૦ ) : સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૪૮ થી રૂ.૮૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ ( ૬૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૮ થી રૂ.૬૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • RBL બેન્ક ( ૨૨૬ ) :- રૂ.૨૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૨૧૯ થી રૂ.૨૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

સોનાના ભાવો શા માટે ઘટી રહ્યા છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વેકસિન આવવાની તૈયારી જેમ-જેમ ઝડપથી આગળ વધી રહી છે તેમ-તેમ વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું સસ્તુ થવા પાછળ કોરોના વેકસિન પણ મહત્વનું કારણ છે ? એવો પ્રશ્ન ઘણાં લોકોને સાંભળવામાં અટપટો લાગે, પરંતુ આ વાસ્તવિકતા છે. કોરોના વેકસીન આવવાની દિશામાં પ્રગતિ થઇ રહી છે. એવા સમાચાર સોમવારે વૈશ્વિક સ્તરે જાહેર થયા પછી સોનાની ચમક ફિકકી પડી હોવાનું નોંધાયું છે. ભારતની વાત કરીએ તો ઘરેલું વાયદા બજારમાં વધુ એક વખત સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા. 50,000ની અંદર આવી ગયો છે. આ ઉપરાંત ચાંદીમાં પણ 3 ટકાનો ઘટાડો નોંધાતા પ્રતિ કિલો ભાવ રૂા. 60,300ની નજીક પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રિય બજારમાં સોમવારે સોનું 2 ટકાથી વધુ અને ચાંદી 3 ટકાથી વધુ તૂટયા હતા.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ