Connect with us

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 05-07-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 

NSENIFTY

 અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુ છું. BUY SELL કરતી વખતે તમારા FINANCIL ADVISOR નો  સંપર્ક કરવો.

અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. ઉપરના NSENIFTY ના ચાર્ટમાં આપડે જીઈ શકયે છીએ કે અપ ટ્રેન્ડમાં છે. અને શુક્રવાર અપ ટ્રેન્ડ લાઇન નજીક સાકડી વધઘટ સાથે બંધ આવેલ છે. જેને DOJI કેન્ડલ કહેવાય. એ જોતા નવા સપ્તાહમાં 10675-10700 ના લેવલ પર કેવી મુવમેન્ટ રહે છે એ જોવું રહ્યું. 200D EMA 10514 ઉપર બંધ આવામાં સફળ રહ્યું છે, તે જોતા આવતું સપ્તાહ અગત્યનું બની રહશે. નીચે સપોર્ટ 1051010325-10277 એ અગત્યના રહશે. 10277 એ નીચેની ટ્રેન્ડ લાઇન છે. જે નીચે 2 દિવસ બંધ આવતા માર્કેટની દિશા નીચે તરફની થઈ શકે છે. એ જોતાં એએ સપ્તાહમાં આપડે બન્ને તરફના સ્ટોક સિલેક્ટ કર્યા છે.

 

BHARTIARTL

ઉપર ના BHARTIARTL ના ચાર્ટ પર નજર કરીયે તો જોય શકાય છે કે ડાઉન ચેનલમાં ટ્રેડ થતાં હતા. પણ શુક્રવાર ના દિવસે BULLISH કેન્ડલ સાથે ઉપરની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું છે. એ જોતાં છેલા સપ્તાહમાં 556-557 ના લેવલ પર સારો સપોર્ટ લીધો છે. તો તેનો સ્ટોપ રાખી એ સ્ટોકમાં ઉપરની તરફની મૂવમેન્ટ માટે કામ કરી શકાય, ઉપર તરફ 588-594-612-623 સુધીના લેવલ જોઈ શકાય છે.

 

HDFCBANK

 

ઉપરના 1ST ચાર્ટમાં આપડે જોઈએ તો 3 કેન્ડલની EVENING STAR કેન્ડલસ્ટિક પટેર્ન બનાવી છે. અને 2ND ચાર્ટમાં આપડે જોઈ શકયે છીયે તે મુજબ અપ ચેનલમાં છે, ઉપરની ચેનલ નો BREAKOUT આપ્યા પછી તેની ઉપર ટ્રેડ કરવામાં ફેઇલ થય અને ફરી ચેનલની અંદર આવી જતાં તેમાં મંદી તરફનો મુવ આવી શકે છે. તે જોતાં 200D EMA 1068 અને લાસ્ટ ટોપ 1066 હતી તે જોતાં 1065 નીચે તેમાં વધુ ઘટાડાની શક્યતા બને છે. નીચે તરફ 1028-1019-1007 સુધીનાં લેવલ જોઈ શકાય. ઉપર તરફ 1089-1112 ના લેવલ હોઈ શકે છે.

 

SIEMENS

* SIEMENS ના 1ST ચાર્ટમાં આપડે જોઈ શકયે છીએ કે ટ્રાએંગલ ચેનલમાંથી ઉપરની ટ્રેન્ડ લાઇન બ્રેક કરવામાં સફળ રહ્યું છે. તે જોતાં આવનાર દિવસોમાં એમાં ઉપર તરફની ચાલ જોઈ શકાય છે. 2ND ચાર્ટ મુજબ છેલ્લા સપ્તાહના લો 1082 અથવા 1035 ટ્રેન્ડ લાઇનના સ્ટોપ લેવલથી ઉપર તરફ 1175-1200-1253 ના લેવલ જોઈ શકાય છે.

 

WIPRO

1ST ચાર્ટ મુજબ જોઈ શકાય છે કે તે એક અપ ચેનલમાં ટ્રેડ કરે છે. તે જોતાં લોઅર ટ્રેન્ડલાઇન 221 નજીક છે. 200D EMA 222.5 નજીક છે. એ જોતાં 220 નીચે વેચવાલી જોઈ શકાય છે. 2ND ચાર્ટ મુજબ આપડે જોઈ શકયે છીએ કે 3 ટોપ બનાવીને BEARISH SPINNING TOP કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે જે 3RD ચાર્ટ જોતાં 301 થી 159 ના સ્વિંગના 50% લેવલ પર ટોપ બનાવી છે. તે જોતાં 230-232 નું લેવલ ઘણું અગત્યનું લાગે છે. નવી તેજી તેની ઉપર સારું બંધ આવે તોજ શક્ય બને છે.

આભાર.

વિપુલ એમ દામાણી, સુરત.

15+Yrs થી માર્કેટ માં કામ કરુછું. અને 2010 થી ચાર્ટ મુજબ

મારા ક્લાઈંટ ને સેવા આપુ છું. મો ન- 9377714455 email-

[email protected]

 

બિઝનેસ

ચાંદીએ તોડ્યા રેકોર્ડ, સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો ભાવ

સોના-ચાંદીની જુગલબંધી સર્જી રહી છે ઈતિહાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીને કારણે સોનાં-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીએ તમામ રેકોર્ડ તોડતાં તેની કિંમત 80 હજાર સુધી પહોંચી ગઈ છે, તો સોનું પણ 7 વર્ષોની સર્વોચ્ય સપારી પર પહોંચી ગયું છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો સોનું બે હજાર ડોલરની પાર 2058 ડોલર પ્રતિ આઉન્સ પર પહોંચી ગયું છે. જે સાત વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. 31 જુલાઈએ ગોલ્ડ 1973 ડોલર પ્રતિ આઉન્સ પર બંધ થયું હતું. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી તે 2072 ડોલર સુધીની ઉચ્ચતમ સપાટી પર પહોંચી ગયું છે. સિલ્વરની વાત કરીએ તો તે ગુરુવારે 28.40 ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ પર બંધ થયું હતું.

MCX પર સવારે 10.40 વાગ્યે ઓક્ટોબર ડિલિવરીવાળા ગોલ્ડની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે તે 55830ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ગુરુવારે તે 55845ના સ્તર પર બંધ થયો હતો. આજે સવારે તે 55965ના સ્તર પર ખૂલ્યો હતો. અને હવે તે 56191ની ઉચ્ચતમ સપાટી પર છે.

MCX પર સવારે 10.40 વાગ્યે સપ્ટેમ્બર ડિલિવરીવાળી ચાંકીની કિંમતમાં 98 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. આ સમયે તે 76150ના સ્તર પર ટ્રેડ કરી રહી છે. ગુરુવારે તે 76052ના સ્તર પર બંધ થઈ હતી. આજે સવારે તે 77949ના સ્તર પર ખૂલ્યુ અને તે આજનું ઉચ્ચતમ સ્તર છે. MCX પર આ સમયે ડિસેમ્બર ડિલિવરી ચાંદીની કિંમતમાં 106 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. ગુરુવારે તે 77926ના સ્તર પર બંધ થઈ હતી. આજે સવારે તે 79530ના સ્તર પર ખૂલી હતી. જે અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 79723 પર છે.

 

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૨૩૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૫.૦૮.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૮૭.૯૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૭૮૯૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૫૫૦.૬૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૯.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૬૬૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૦૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૧૩૧.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૦૬૩.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૧૨૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સારા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાની સાથે કોરોનાના ઉપદ્રવને રોકવા ફાર્મા જાયન્ટો દ્વારા કોરોનાની વેક્સિન શોધવામાં મળી રહેલી સફળતાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. લીલા નિશાનમાં ખુલ્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી નોંધાતા દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં સાવચેતીના ભાગરૂપે ભારતીય શેરબજાર ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૩ અને વધનારની સંખ્યા ૧૭૦૬ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભરડામાં લીધું છે. જો કે, આ મુદ્દે ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગત જૂન માસથી શરૂ થયેલા અનલોકના તબક્કા પછી જુલાઈમાં તો ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક રાજ્યો દ્વારા પોતાની રીતે લોકડાઉન અમલી બનાવાયા છે જેના કારણે અનલોકના પ્રારંભિક તબક્કામાં જોવા મળેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી એકવાર રૂંધાઈ છે. તો બીજી તરફ ભૂ-રાજકીય પડકારો પણ ઉભા થયેલા છે. માર્ચ માસના અંતથી અમલી બનેલ લૉકડાઉનના પગલે તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જતાં તેની સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી છે. સરકાર દ્વારા સંપૂર્ણ વર્ષ માટે ૧૬.૩૫ લાખ કરોડની વેરાની આવકોનું લક્ષ્યાંક મુકાયું છે તેમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં માત્ર ૮% જેટલી જ આવક થઈ છે. વેરાની આવકો ઘટવાની બીજી તરફ કોર્પોરેટ આવકોમાં પણ ૨૩% ઘટાડો થયો છે. સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ ઉંચો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયા પણ ખોરવાઈ જવા પામી છે. આમ, તમામ સ્તરે સરકારી આવકમાં ઘટાડો નોંધાયો છે. આમ, આ બધા મુદ્દાને જોતાં આગામી સમયમાં અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થતી જોવાશે.

તા.૦૬.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૫.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૦૮૮ પોઈન્ટ થી ૧૧૦૦૮ પોઈન્ટ, ૧૦૯૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૫.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૬૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૭૪ પોઈન્ટ થી ૨૧૪૦૪ પોઈન્ટ, ૨૧૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટ્સ લિ. ( ૧૧૫૩ ) :- કમર્શિયલ વિહિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટેક મહિન્દ્ર ( ૬૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૨૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૬૪ થી રૂ.૬૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૦૪ ) :- રૂ.૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૪૮૦ ના બીજા સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૧૮ થી રૂ.૫૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૨૯૮ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૬ થી રૂ.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કોલ ઈન્ડિયા ( ૧૨૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૭૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • HCL ટેકનોલોજી ( ૬૯૧ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • TVS મોટર ( ૪૦૯ ) : ૨/૩ વ્હીલર્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૯૭ થી રૂ.૩૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બંધન બેન્ક ( ૩૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૭ થી રૂ.૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સેન્ચુરી ટેક્સટાઈલ્સ ( ૩૦૩ ) :- રૂ.૩૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૯૬ થી રૂ.૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો રણકાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાનીમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જના ઇન્ડેક્ષ સેન્સેકસમાં પ્રારંભીક 450 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. જ્યારે એનએસઇના નિફટીમાં પણ 125 થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજની તેજીની આગેવાની પણ રિલાયન્સએ લીધી હતી. રિલાયન્સના શેરમાં આજે બીજા દિવસે પણ દોઢ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. ગઇકાલે પણ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેકસમાં 700થી વધુ અને નિફટીમાં 200 થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

મોટા શેરોની વાત કરીએ તો આજે ઇન્ફ્રાટેલ, એલએન્ડટી, રિલાયન્સ, ઇન્ફોસીસ, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, ઓએનજીસી અને એસબીઆઈની શરૂઆત ધારથી થઈ હતી. ટાટા મોટર્સ, ટાઇટન, પાવર ગ્રીડ, બીપીસીએલ, હિન્દુસ્તાન યુનિલિવર, હિન્દાલ્કો, કોટક બેંક, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો અને આઇઓસીના શેર ઘટાડા સાથે ખુલ્યા.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં છે. જેમાં આઇટી, રિયલ્ટી, ફાર્મા, ઓટો, મેટલ, ફાઇનાન્સ સર્વિસીસ, બેંકો, ખાનગી બેંકો, મીડિયા, એફએમસીજી અને પીએસયુ બેંકોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ