Connect with us

આજથી અધિક આસો માસનો પ્રારંભ

સર્વ પિતૃ અમાવસ્યા સાથે ગઇકાલે ભાદરવા માસ અને શ્રાધ્ધપક્ષની સમાપ્તી થઇ છે. આજથી હિન્દુ ધર્મનો પવિત્રમાસ એવા પરસોતમ માસનો પ્રાંરભ થયો છેે. આ વર્ષ આસો માસ અધિક માસ છે. અધિકમાસ દરમ્યાન વ્રત, તિર્થયાત્રા, ગોરમાં પુજન સહિતના કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે. દર ત્રણ વર્ષે અધિક માસ એટલે કે પુરૂષતોમ માસ આવે છે. આજથી અધિક આસો એટલે કે પરસોતમ માસનો પ્રારંભ થયો છે. પરસોતમ માસ દરમ્યાન પરસોતમજીના મંદિરે આખો મહિનો વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારી ને કારણે સાદગી પુર્વક પરસોતમ માસની ઉજવણી થશે. આજે પરસોતમ માસના પ્રથમ દિવસે ધનબાઇના ડેલા સામે આવેલ પરસોતમજીના મંદિરે મહિલાઓએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ ઓમ કારેશ્ર્વર મહાદેવ મંદિરે ગોરમાંની સ્થાપના કરવામાં આવી છે. જયાં બહેનો દ્વારા ગોરમાંની પુજા કરવામાં આવી હતી.

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 19-10-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

શેઠવડાળામા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

પોરબંદરના અડવાણા ગામે કમોસમી વરસાદથી ધરતી પુત્રોને ભારે નુકસાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ