Connect with us

રાષ્ટ્રીય

પ્રદુષિત દિલ્હીની બહાર એક સપ્તાહ વિતાવશે સોનિયા ગાંધી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશના પાટનગરમાં પ્રદુષણ સતત વધી રહયું છે. દિલ્હીનું વાતાવરણ પ્રદુષિત બની ચૂકયા પછી પ્રદુષણમાં થઇ રહેલો વધારો ચિંતાજનક, જોખમી અને ઝેરી બની રહયો છે. પ્રજાજનોની માફક નેતાઓ પણ ચિંતિત છે. જો કે, સાથે-સાથે એ પણ હકિકત છે કે, પાટનગરનું વાતાવરણ આટલું પ્રદુષિત થઇ ચૂકયું ત્યાં સુધી કોઇપણ સરકારે અસરકારક અને પરિણામલક્ષી પગલાંઓ ન ભર્યા તેનું આ પરિણામ છે. જો કે, થોડા સમયથી દિલ્હીની કેજરીવાલ સરકાર પ્રદુષણ સામે બાથ ભીડવા અનેક પ્રયત્નો કરી રહી છે. જે પૈકી કેટલાંક પ્રયાસો અમુક અંશે સફળ પણ થયા છે. પરંતુ ઓલઓવર જોઇએ તો દેશના પાટનગરમાં પ્રદુષણ આટલી ભયાનક રીતે વકરી ચૂકયું તેની પાછળ અત્યાર સુધીની સરકારોની બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઇ આવી છે.

દિલ્હીમાં પ્રદુષણ ખૂબજ વધી રહયું હોય કોંગ્રેસના અંતરીમ અધ્યક્ષા સોનિયા ગાંધી આવતા સપ્તાહ સુધી દિલ્હી શહેરની બહાર રહેશે. તેઓના તબીબોએ તેઓને દિલ્હીની બહાર તબિયતને અનુકૂળ હોય તે પ્રકારના વાતાવરણમાં રહેવાની સલાહ આપી છે. સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી આજે ગોવા જવાના રવાના થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ગોવા ખાતે ઓછામાં ઓછું એક સપ્તાહનું રોકાણ કરશે. અત્રે નોંધનિય છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી શિયાળાની ઋતુમાં સોનિયા ગાંધી દિલ્હીમાં રહેતા નથી. 5્રદૂષણને કારણે તેઓની તબિયત પર ખતરો હોવાની સલાહ તેઓના તબીબોએ આપી છે. કોરોનાનો સમય ચાલી રહ્યો હોય સોનિયા ગાંધી તમામ મુલાકાતો અને બેઠકો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી રહયા છે.

આ વર્ષે દિવાળી પર દિલ્હીમાં પ્રદુષણની માત્રા ખૂબજ ઉંચી રહી હતી એવું કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું છે. આ વર્ષે પ્રદુષણમાં પરાળી સળગાવવાને કારણે થતાં ધુમાડાનું યોગદાન 32 ટકા રહયું હતું. 2019માં આ પ્રમાણ 19 ટકા હતું એવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે. દિલ્હીના વાતાવરણમાં કાર્બન મોનોકસાઇડ અને નાઇટ્રોજન ડાયોકસાઇડનું પ્રમાણ વધેલું જોવા મળી રહયું છે.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓને સ્કુલ બેગના વજનમાં મળશે રાહત

સ્કુલનું બેગ વજન પણ નક્કી કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નવી શિક્ષણ નીતિના ભાગરુપે અંતિમ ડ્રાફ્ટ તમામ રાજ્યોની સરકારોને મોકલી આપ્યો છે.જેમાં સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, દરેક ધોરણમાં ભણતા બાળકની સ્કૂલ બેગનુ વજન કેટલુ હશે તે નક્કી કરવામાં આવ્યુ છે.

આ નીતિમાં કરાયેલી જાહેરાત પ્રમાણે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ મહિનામાં દસ દિવસ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે જશે.દરેક રાજ્યે આ નીતિનુ પાલન કરવુ પડશે અને દેશની દરેક સ્કૂલમાં તેને લાગુ કરાશે.નવી નીતિના ભાગરુપે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સિસ પણ ભણાવાશે.જ્યારે ધો.6 થી 12ના વિદ્યાર્થીઓને વેકેશનમાં વ્યવસાયિક કામ કરવાની પણ છુટ અપાશે.

સ્કૂલ બેગનુ વજન કેટલુ હોવુ જોઈએ તેના પર નીતિમાં સ્પષ્ટતા કરાઈ છે.જે પ્રમાણે ધો.10ના વિદ્યાર્થીના સ્કૂલ બેગનુ વજન તેના શરીરના વજનના 10 ટકા કરતા વધારે હોવુ જોઈએ નહીં.જ્યારે પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ નહી હોય.સ્કૂલબેગનુ વજન માપવા માટે એક ડિજિટલ મશિન રાખવામાં આવશે.આ મશિન દરેક સ્કૂલમાં રાખવુ પડશે.સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકાવી શકાય તેવી હોવી જરુરી હશે.બાળકોની સ્કૂલ બેગનુ વજન આ રીતે નક્કી કરાયુ છે.

પ્રી પ્રાઈમરીમાં કોઈ બેગ નહીં

ધો 1 અને 2માં વજન 1.6 થી 2.2 કિલો

ધો. 3 થી 5માં સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો

ધો.6 થી 7માં વજન 2 થી 3 કિલો

ધો.8 થી 10માં વજન 2.5 થી 4.5 કિલો

11 અને 12 ધોરણમાં વજન 3.5 થી 5 કિલો

વધુ વાંચો

રાષ્ટ્રીય

સીરમ ઇન્સ્ટીટ્યુટનું નિવેદન: 60 થી 70 ટકા અસરકારક વેકસીન વાયરસ સામે લડવા સક્ષમ

આંકડામાં ગરબડ જણાતા રસીનું વધુ એક ટેસ્ટીંગ કરવા એસ્ટ્રાજેનેકા તૈયાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાતના એક દિવસ પહેલા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા કોરોના વેકસીનને લઇને મહત્વનુ નિવેદન આપ્યું છે. સીરમના જણાવ્યા અનુસાર કોઇપણ વેકસીનનો પ્રભાવ 60 થી 70 ટકા હોય તો તે વાયરસ સામે લડવા પૂરતો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પૂના સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટની મુલાકાતે જઇ રહ્યા છે. તે પહેલા જ બુધવારે એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર્યુ હતુ કે તેમના ઉત્પાદનમાં ભૂલ જોવા મળી હતી. તેના વેકસીનના એક ડોઝમાં ભૂલ જોવા મળી હતી. જે અંગે કંપની દ્વારા હવે નવેસરથી ટેસ્ટીંગ કરવામાં આવશે. કંપનીના સીઇઓ પાસ્કલ સોરિયોટે કરેલી જાહેરાત મુજબ કંપનીએ તૈયાર કરેલી રસીની કાર્યક્ષમતા તપાસવા વધુ એક ટ્રાયલની કંપનીની તૈયારી હતી. આ અંગે વધુ એક લોઅરડોઝ આપીને તેની ક્ષમતા ચકાસવામાં આવશે.

સીરમના સીઇઓ અદાર ઉનાવાલાએ આ અગાઉ કહ્યું હતું કે, દેશમાં 17 જગ્યાઓ પર ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ રહી છે અને ભારતીય ટ્રાયલ્સના પરિણામ એક મહિનામાં આવી જશે. ત્યારે સાયન્ટીસ્ટસ અને એક્સપર્ટસનું કહેવું છે કે, જે રસી 60 ટકા કે તેનાથી વધુ અસરકારક હોય તેને સારી માનવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

અભિનેત્રી કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદે  : બોમ્બે હાઇકોર્ટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાણીમાં રહીને મગર સાથે વેર બાંધવામાં આનંદ લેનારી હિન્દી સિનેમાની અભિનેત્રી કંગના રાણાવતનો મહત્વની કાનૂની લડાઇમાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ મહાનગર પાલિકા સામે વિજય થયો છે. કંગનાની ઓફિસમાં મહાનગરપાલિકાએ થોડા સમય પહેલાં કરેલી તોડફોડને બોમ્બે હાઇકોર્ટે ગેરકાયદેસર ઠરાવતાં હવે મહાનગરપાલિકાએ લોકોના નાણાંમાંથી આ અભિનેત્રીને વળતર ચૂકવવું પડશે.

બોમ્બે હાઇકોર્ટે આ પ્રકરણમાં એવું પણ અવલોકન કર્યુ છે કે, અભિનેત્રીને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી હતી. મુંબઇની મહાનગરપાલિકાએ કંગનાના મુંબઇ સ્થિત બંગલા-કમ – ઓફિસમાં થોડા સમય પહેલાં તોડપાડ કરી હતી. જેની વિરૂધ્ધ અભિનેત્રીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનો આજે શુક્રવારે ચૂકાદો આવ્યો છે અને કોર્પોરેશન વિરૂધ્ધની આ કાનૂની લડાઇમાં અભિનેત્રીનો વિજય થયો છે. અભિનેત્રીએ પોતાની આ અરજીમાં એવું જણાવ્યું હતું કે, કોર્પોરેશને કરેલી પાડતોડ ગેરકાયદેસર છે. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ સંબંધે અભિનેત્રીને નોટિસ પણ આપી હતી. બોમ્બે હાઇકોર્ટે પોતાના આજના આ ચૂકાદામાં કોર્પોરેશનની આ નોટિસ પણ રદ કરી નાખી છે.

ગત નવમી સપ્ટેમ્બરે મુંબઇના પાલી હિલ ખાતે આવેલા કંગનાની ઓફિસને ગેરકાયદેસર લેખાવી કોર્પોરેશને પાડતોડ કરી હતી. જે-તે સમયે કંગનાએ આ પાડતોડને ગેરકાયદેસર ગણાવી કોર્પોરેશન પાસેથી રૂા. 2 કરોડનું વળતર પણ માંગ્યું હતું. કંગનાના વકીલ એમ કહે છે કે, આ અગાઉ હાઇકોર્ટે આ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકયો ત્યાં સુધીમાં કોર્પોરેશને કંગનાના બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડયો હતો. જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃત્તિ સહિત અનેક કિંમતી સંપતિ સામેલ હતી.

આજે શુક્રવારે હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન કહયું કે, કેસને જોતાં એવું લાગી રહયું છે કે, અભિનેત્રીના નિવેદનો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટને ધ્યાનમાં રાખી કોર્પોરેશને અભિનેત્રીને ટાર્ગેટ બનાવવાના ઇરાદાથી તોડફોડની આ કાર્યવાહી કરી હોય. આ તોડફોડ દરમ્યાન અભિનેત્રીના બંગલામાં કેટલું નુકસાન થયું છે ? તેની આકારણી માટે બોમ્બે હાઇકોર્ટે વેલ્યુઅરની પણ નિયુકિત્ત કરી છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ