Connect with us

જામનગર

ખારાવેઢાની સીમમાં ખેતરમાં જૂગાર રમતા મહિલા સહિત છ શખ્સો ઝડપાયા

40800 ની રોકડ અને મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂા.1.06 નો મુદ્દામાલ કબ્જે : નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે : અશોક સમ્રાટનગરમાંથી તીનપતિ રમતા છ શખ્સ ઝડપાયા : રાંદલનગરમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સ ઝબ્બે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના ખારાવેઢા ગામની સીમમાં આવેલા ખેતરમાં એલસીબીની ટીમે રેઈડ દરમિયાન એક મહિલા સહિત છ શખ્સોને ઝડપી લઇ રૂા.40,800 ની રોકડ અને મોબાઇલ તથા વાહનો મળી રૂા.1.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરમાં નવાગામ (ઘેડ) વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.31,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના અશોક સમ્રાટનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.21,670 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાંથી રેઈડ દરમિયાન જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.16,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ જૂગાર દરોડો, જામનગર તાલુકાના ખારાવેઢા ગામની સીમમાં દેવાયત આણંદ ટોલીયાના ખેતરમાં તીનપતિનો જૂગાર રમાતો એલસીબીના હે.કો. ફિરોજ દલ અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન દેવાયત ભીમાના પત્ની, જયેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ, હરીસિંહ કાનાજી જાડેજા, વાલજી પેથા વઘોરા, જીતુભા દેવભા જાડેજા, વિરમલ ચુમનમલ નાગપાલ સહિતના છ શખ્સોને રૂા.40,800 ની રોકડ રકમ અને 5500 ની કિંમતના બે મોબાઇલ તથા રૂા.60 હજારની કિંમતની બે બાઈક મળી કુલ રૂા.1,06,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ દરમિયાન નાશી ગયેલા વાડીમાલિક દેવાયત આણંદ ટોલિયા અને રાજભા ઉર્ફે અમદાવાડી ઘેલુભા ચૌહાણ નામના બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં નાઘેરવાસ વિસ્તારમાં રહેતા ઘોડીપાસાનો જૂગાર રમતા વિપુલ નારાણ બેરડિયા, પ્રતાપસિંહ ઉર્ફે રાજભા પ્રતાપસિંહ જાડેજા, શનિ રમેશ કબીરા, માલજી કારા કટારિયા નામના ચાર શખ્સોને રૂા.31500 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ કબ્જે કરી અટકાતય કરી હતી.

ત્રીજો દરોડો, જામનગરમાં અશોક સમ્રાટનગર કોળીના દંગા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ધરણાંત અરશી ચાવડા, કરશન ગોગા ચાવડા, દેવાત દેવરાજ મૂંગ, ઘનશ્યામ કરશન ઠરેચા,કમલેશ ડાયા કારીયા, પરબત જેઠા ભાન નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.21670 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા કિશોર કાનજી મહેતા અને પ્રદીપસિંહ રણજીતસિંહ જાડેજા, જયદીપસિંહ નિરૂભા જાડેજા, ગુલાબસિંહ દિલુભા જાડેજા, નરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ