Connect with us

મનોરંજન

સિંઘમ ફેઇમ અભિનેત્રી કાજલ અગ્રવાલ 30 ઓકટોબરના રોજ લગ્નગ્રંથીએ જોડાશે

બિઝનેસમેન ગૌતમ કીચલું સાથે લગ્ન કરશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હિંદી, તમિળ તથા તેલુગુ ફિલ્મની લોકપ્રિય એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ લગ્ન કરવાની છે. કાજલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. કાજલે કહ્યું હતું કે તે મુંબઈમાં ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. આ પ્રસંગે ચાહકોના આશીર્વાદ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે.

કાજલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે.’

‘આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણાં જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.’

View this post on Instagram

♾🙏🏻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

‘છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.’

લગ્નની જાહેરાત કરી તે પહેલાં જ કાજલ અગ્રવાલ ચર્ચામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, બંનેએ ગયા મહિને સગાઈ કરી હતી.

ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઈન્ટિરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગ’નો માલિક છે. કાજલે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’, ‘મગધીરા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

મનોરંજન

પ્રીતિ ઝિન્ટાએ 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇપીએલમાં પંજાબની ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાએ યુએઇમાં 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આવું કરાવીને પ્રીતિએ પોતાને કોવિડ ટેસ્ટ ક્વિન ગણાવી છે.

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.

પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે.

વધુ વાંચો

મનોરંજન

લંડનમાં શાહરૂખ ખાન અને કાજોલનું સ્ટેચ્યુ મૂકાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રિલીઝને 25 વર્ષ પૂરા થતા લંડનના લેસ્ટર સ્કવેરમાં ફિલ્મના લીડ એક્ટર્સ શાહરુખ-કાજોલનું બ્રોન્ઝનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગેની માહિતી આપી હતી કે આ પ્રતિમાનું અનાવરણ આવતા વર્ષે કરવામાં આવશે. UKમાં કોઈ પણ બોલિવૂડ ફિલ્મનું પહેલી જ વાર આ રીતે સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. સ્ટેચ્યૂમાં ફિલ્મનો એક સીન ક્રિએટ કરવામાં આવશે.

શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વરસના પૂરા થવા નિમિત્તે લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પૂતળું ૨૦૨૧માં મુકવામાંઆવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે.

લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજોલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી.

વધુ વાંચો

મનોરંજન

થલાઈવીના સેટ પરની તસવીરો શૅર કરતી કંગના રનૌત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.કંગના શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, ‘જયા માના આશીર્વાદને કારણે ‘થલાઈવી’નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.

કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે

વધુ વાંચો

ટ્રેન્ડીંગ