Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા

જામનગર શહેરમાં બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા

ઈન્દ્રદિપ સોસાયટીમાં શુક્રવારે સાંજના ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : જામનગરમાં બીમારી સબબ પ્રૌઢાનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં વિકાસ ગૃહ સામે આવેલ ઈન્દ્રદિપ સોસાયટીમાં રહેતા મહિલાએ માનસિક અને હૃદયરોગની બીમારીથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના મહાવીરનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાનું ડાયાબિટીસની બીમારી સબબ તબીયત લથડતા સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વિકાસ ગૃહ સામે આવેલ ઈન્દ્રદિપ સોસાયટી એ-2/41 માં રહેતા સોનલબેન અશોકભાઈ કટારિયા (ઉ.વ.45) નામના મહિલાને માનસિક અને હૃદયરોગની બીમારીથી પીડાતા હતાં અને આ બીમારીમાં સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની મૃતકના પુત્ર યશ દ્વારા જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પરંતુ મહિલાનું મોત નિપજ્યાનું જણાતા પોલીસને જાણ કરતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પુત્રના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના મહાવીરનગર વિસ્તારમાં રહેતા ભારતીબેન જીવાભાઇ બારૈયા (ઉ.વ.52) નામના પ્રૌઢાને એક દાયકાથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશર અને શ્ર્વાસની બીમારી હોય તથા આ બીમારીના કારણે તબિયતમાં સુધારો ન થતો હોય દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું શુક્રવારે રાત્રિના જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની રમેશ વાઘેલા દ્વારા જાણ કરાતા હેકો એમ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular