રાષ્ટ્રીય
કરજ લેનારાઓને બેંકના માલિક બનાવાય ?
રાજન-આચાર્યનો સંયુકત્ત આર્ટિકલ

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

ભારતમાં કોર્પોરેટ કંપનીઓને બેન્ક લાયસન્સ પૂરા પાડવાની રિઝર્વ બેન્કની દરખાસ્ત સામે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ’ ગ્લોબલ રેટિંગે સાવચેતીનો સૂર વ્યકત કર્યો છે. દેશના કોર્પોરેટ જગતમાં પ્રવર્તતી વહીવટી નબળાઈ અને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી માત્રામાં કોર્પોરેટ ડિફોલ્ટસને ધ્યાનમાં રાખી આ સૂર આવી પડયો છે. નાણાંકીય ક્ષેત્રની ન હોય તેવી કંપનીઓને બેન્કિંગ લાયસન્સ પૂરા પાડયા બાદ તેમના પર દેખરેખ રાખવાનું રિઝર્વ બેન્ક માટે પડકારરૂપ બની રહેશે અને આરબીઆઈના દેખરેખ વિભાગ પર તાણ પણ આવી જશે. દેશના નાણાંકીય ક્ષેત્રની તંદૂરસ્તી હાલમાં નબળી છે, એમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સદ્ધર એવી નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને લાયસન્સ જારી કરવાથી નાણાંકીય સ્થિરતામાં સુધારો થશે તેવી પણ એજન્સીએ આશા વ્યકત કરી છે. નવી તથા જુની દરેક બેન્કો માટે લાયસન્સિંગ માર્ગદર્શિકામાં એકરૂપતા લાવવાની દરખાસ્તથી નવા ખેલાડીઓને કામકાજનું સમાન સ્તર મળી રહેશે. રિઝર્વ બેન્કની દરખાસ્ત પ્રમાણે, સારી રીતે સંચાલિત અને દસ વર્ષથી વધુના અનુભવ અને રૂપિયા 50,000 કરોડથી વધુની એસેટસ સાથેની એનબીએફસીને જ બેન્ક લાયસન્સ જારી કરવા આરબીઆઈએ ધોરણ નક્કી કર્યું છે. દેશની એનબીએફસીસમાં અનેક મજબૂતાઈ રહેલી છે જેને કારણે બેન્કિંગ ક્ષેત્રમાં ઝંપલાવવામાં તેમને ટેકો મળી રહેશે. વ્યાપક ગ્રાહક સ્તર, વિતરણ માળખા, જોખમ સંચાલન વ્યવસ્થા તથા બ્રાન્ડ એ એનબીએફસીની મજબૂતાઈ છે. દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન તથા ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યેએ કોર્પોરેટ ગૃહોને બેન્કિંગ લાયસન્સ જારી કરવાની દરખાસ્તની ટીકા કરી છે અને જણાવ્યું હતું કે આના કરતા આપણા બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટની સંડોવણી કેટલી ઓછી થાય તે તરફના પ્રયત્નો કરવા જોઈએ. એમ બન્ને આગેવાનો દ્વારા એક સંયુકત નિવેદનમાં જણાવાયું છે.
તમને વાંચવા ગમશે
-
ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
-
જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
-
હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
-
ખંભાળિયા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન
-
EXCLUSIVE: ગણતંત્રદિન નિમિત્તે પીએમ મોદીએ પહેરેલ પાઘડી બનાવી છે જામનગરના આ વ્યક્તિએ
-
જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે
રાષ્ટ્રીય
રૂા.90,000 કરોડ, 1350 કિમી. : દેશનો સૌથી લાંબો એકસપ્રેસ હાઇ-વે
2018માં શરૂ થયેલો અને 2023માં પૂર્ણ થનાર આ રાજમાર્ગની વિશેષતાઓ જાણો





પ્રકાશિત
3 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દેશની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે દેશનો સૌથી લાંબો એકસપ્રેસ નેશનલ હાઇવે 2 વર્ષ પછી આપણે જોઇ શકીશું. આ હાઇ-વેની લંબાઇ 1350 કિમી રહેશે.આ રાજમાર્ગના નિર્માણ પાછળ સરકાર રૂા.900 અબજનો ખર્ચ કરશે. આ હાઇ-વે દેશના પાંચ રાજયોમાંથી પસાર થશે. જેમાં ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટ્ મારફત આ જાણકારી આપી છે જેમાં વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. આ હાઇ-વેનો પ્રારંભ 2018માં થયા પછી 2019ની 9મી માર્ચે હાઇ-વેનું ભુમિપૂજન થયું હતું. 100 કિમીથી વધુ લંબાઇના માર્ગ માટેનો કોન્ટ્રાકટ અપાઇ ચૂકયો છે અને કામ ચાલુ છે.દિલ્હીના દૌસા સેકશન અને જયપુરને જોડવામાં આવશે. તેને જયપુર એકસપ્રેસ નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરાથી અંકલેશ્ર્વર સુધીનું સેકશન ઇકોનોમિક હબ ભરૂચને જોડશે. આ બન્ને સેકશન આગામી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. જાન્યુઆરી 2023 સુધીમાં સંપૂર્ણ માર્ગ તૈયાર થશે.
આ માર્ગ તૈયાર થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજજૈન, ઇંદોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના આર્થિક શહેરો એકમેકથી જોડાઇ જશે. આ હાઇ-વે બન્યા પછી દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઓછુ થઇ જશે. હાલમાં દિલ્હીથી મુંબઇ પહોંચવા 24 કલાકનો સમય લાગે છે આ હાઇ-વે બન્યા પછી આ સમય ઘટીને 12 કલાક થઇ જશે. જેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઇંધણની બચત થશે.
આ હાઇ-વેની આજુબાજુ 15,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ હાઇ-વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બિજો એવો હાઇ-વે હશે જેમાં જંગલના પ્રાણિઓ માટે એનિમલ ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે, જંગલ નિચે ટનલ બનાવી હાઇ-વે કાઢવામાં આવશે. તેથી જંગલ યથાવત રહેશે. આ હાઇ-વેમાં ત્રણ અંડરપાસ અને પાંચ ઓવરપાસ રહેશે. આ હાઇ-વે બનાવવામાં પાંચ લાખ ટન લોખંડનો ઉપયોગ થશે.60 લાખ ટ્રકના ફેરા કરીને 50 કરોડ ઘન મીટર માટીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવશે.
આ હાઇ-વેના નિર્માણમાં 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દેશના સિમેન્ટના કુલ ઉત્પાદનનો એક ટકા હિસ્સો છે. આ હાઇ-વે નિર્માણ દરમ્યાન 15 લાખ શ્રમિક દિવસ લાગશે. જેના કારણે રોજગારીમાં મોટો વધારો થશે.
રાષ્ટ્રીય
જાણો પીએમ મોદીએ આજે પહેરેલ જામનગરની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેંટ





પ્રકાશિત
4 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

પ્રધાનમંત્રીએ આજે પહેરેલ જામનગરની બાંધણી ચર્ચામાં છે. દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરતા હોય છે. જયારે આજે તેઓએ જામનગરની પ્રખ્યાત બાંધણીની પાઘડી પહેરી છે. ઓરેન્જ અને યલો કલરની આ પાઘડીએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર પહેરેલી પાઘડી ગુજરાતમાંથી ભેટ આપવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આ પાઘડી ભેટ આપવામાં આવી છે. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. પીએમ મોદીએ આ વર્ષે જામનગરની પાઘડી પહેરીને જામનગર સહીત ગુજરાતભરનું ગૌરવ વધાર્યું છે. જામનગરના રાજવી પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે.
રાષ્ટ્રીય
આજે ગણતંત્ર દિવસની ઉજવણી પર મુખ્ય મહેમાન કોઈ જ નહી, ચોથી વખત બની આ ઘટના
દર વર્ષે વિદેશી મહેમાનો ગણતંત્રદિનની ઉજવણીમાં ભાગ લે છે





પ્રકાશિત
4 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દેશભરમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજ નો દિવસ ઈતિહાસમાં કાયમ માટે અમર થઇ ગયો છે. કારણકે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. અને ભારત સંપૂર્ણપણે પ્રજાસત્તાક બન્યો હતો. દેશમાં દર વર્ષે વિદેશી મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મુખ્ય અતિથી વિના જ ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. તે પાછળનું કારણ છે કોરોના વાયરસની મહામારી.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનએ તેના ભારતના પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. બોરીસ જોન્સન 26 જાન્યુઆરીના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા. પરતું બ્રિટનમાં ફેલાઈ રહેલા નવા કોરોના સ્ટ્રેનના લીધે બોરીસ જોન્સનનો પ્રવાસ રદ થયો છે. જોન્સને કહ્યું કે કોરોનાની મહામારીને રોકવા પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે તેઓનું બ્રિટનમાં રહેવું જરૂરી છે. જણાવી દઈએ કે દેશના ઈતિહાસમાં આજે ચોથી વખત એવું બન્યું છે કે કોઈ વિદેશી મહેમાન વગર ગણતંત્રદિનની ઉજવણી થઇ હોય. આ અગાઉ 1952, 1953 અને 1966ના વર્ષમાં વિદેશી મહેમાનો વગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. કોરોના વાયરસની મહામારીના લીધે આ વર્ષે ઉજવણીમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે.



ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો



જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો



હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત