Connect with us

રાજ્ય

હાઇકોર્ટનાં ગુજરાત સરકારને વેધક સવાલો

જાણો હાઇકોર્ટે કયા કયા પ્રશ્નો કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લઈને ગુજરાત સરકારને શ્રમિકો અને ખાનગી હોસ્પિટલમાં ચાલતી લૂંટને લઈ ઉધડો લીધો હતો અને વેધક સવાલો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સરકારે ભૂખ્યા લોકો,શ્રમિકોનાં પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે આદેશ કર્યો છે. તો લોકડાઉનમાં એનજીઓ અને દાતાને કામ કરવા દેવા માટે પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને ખાનગી હોસ્પિટલમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે પણ કહ્યું છે. અને ખાનગી હોસ્પિટલો સારવારના બહાને લૂંટ ના ચલાવે અને દરેકને સસ્તી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા માટે પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા છે તે ઉપયોગમાં લેવા, જો ખાનગી હોસ્પિટલો વધુ ફી લે તો લાયસન્સ રદ કરવા અને આવી હોસ્પિટલ સામે કોર્ટ પણ કાર્યવાહી કરી શકશે.

તો કોર્ટે કહ્યું કે, દવાખાને જતા કોઈ વ્યકિતને પોલીસે રોકવી ના જોઈએ. આઈસીયુમાં સિનિયર એનિયાથિસેસ્ટ 24 કલાક હાજર રાખવા અને તેની સાથે ક્રીટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ પણ હાજર રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટનાં સરકારને સવાલ

– ચાલતાં જતાં શ્રમિકોને મુકવા બસનો ઉપયોગ કેમ ના કર્યો
– રાજય પાસે 8000 એસટી બસો છે તેનો ઉપયોગ કેમ ના કર્યો
– રેરાનાં ફંડનો ઉપયોગ શ્રમિકો માટે કેમ ના થયો
– 2 લાખ કામદારો બાંધકામ ઉદ્યોગ સાથે સકળાયેલાં છે
– રાજય સરકારે કેમ શ્રમિકો પાસેથી ભાડુ લીધું
– કોન્ટ્રાકટરો શ્રમિકોને ભાડું આપવાની ના કેમ પાડી શકે
– આવાં કોન્ટ્રાકટરો સામે કોઈ પગલાં કેમ ના લીધા
– કોમ્યુનિટી હોલ, સ્કુલો, મેરેજ હોલનો ઉપયોગ કેમ ના કર્યો
– શ્રમિકો માટે કોમ્યુનિટી હોલની કેમ સુવિધા ના કરી
– કોરોના પેશન્ટનાં વધુ ટેસ્ટના પ્રતિબંધ કેમ મુકયા
– હેલ્થ વર્કરોને એન-95 માસ્ક તાત્કાલિક આપો
– સલુનને પરમીશન ના આપી તેનાથી લોકોને મુશ્કેલી
– ઈલેકટ્રીશીયન, ટેકનીશીયનને મંજુરી આપવી જોઈતી હતી
– લોકડાઉનમાં ઘરમાં ઈલેકટ્રીક ફોલ્ટ થાય તો રિપેર કોણ કરશે
– ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીની સ્થિતિ અંગે સરકાર સ્પષ્ટતા કરે
– કોવિડ-19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલો સામે સવાલ
– કેમ ઓછી ખાનગી હોસ્પિટલો સાથે ટાઈ અપ કર્યુ
– આવી ખાનગી હોસ્પિટલો મન ફાવે તેવી ફી લઈ રહી છે
– લાખ રુપિયાની સારવાર સામાન્ય વ્યકિત કયાંથી લઈ શકશે
– સિવિલ- એસવીપીમાં જગ્યા નથી તો દર્દી ખાનગીમાં જશે

હાઈકોર્ટનું અવલોકન

– લોકડાઉનમાં ગરીબ,શ્રમિકોની હાલત દયનીય
– શ્રમિકો, ગરીબોને વાઈરસની ચિંતા નહોતી
– સૌથી મોટી ચિંતા તેમને ખાવા-પીવાની હતી
– હાલમાં શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સની તાલીમ ન આપો
– પરપ્રાંતીયોને હાલ સલાહની નહી અન્નની જરુર છે
– તેઓ વાઈરસથી ચિંતિત નથી- ભોજનની પ્રાથમિકતા છે

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો

રાજ્ય

આકાશનો ધરતીને પ્રેમ, ખંભાળિયામાં ખાનાખરાબી

ખંભાળિયામાં 8 કલાકમાં 18 અને 24 કલાકમાં કુલ 19.48 ઇંચ વરસાદ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત 21 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા અનેક સ્થળોએ ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રાટકેલા આ મુશળધાર વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી દીધી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.

 

 

 

 

 

 

 

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે રવિવારે સવારથી ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોરે ત્રણેક વાગ્યે ટોપ ગિયારમાં આવી જતા મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આટલું જ નહીં, ગઈકાલે સાંજે વંટોળિયા જેવા પવન તથા ગાજવીજ સાથે ત્રાટકેલા બે કલાકમાં બાર ઈંચ વરસાદથી ઠેર ઠેર પુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક લોકોની ઘરવખરી ડૂબી ગઈ હતી.

 

 

 

 

 

 

 

 

ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી તથા નજીકના નારાયણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના પગલે નારાયણનગરના એક વિસ્તારમાં કમરબુડ પાણીથી ત્રણ મોટરકાર ડૂબી ગઈ હતી. એટલું જ નહીં, આ વિસ્તારના કેટલાક નિચાણવાળા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આજ રીતે અહીંના શક્તિનગર તથા બંગલાવાડી વિસ્તાર તથા ગોવિંદ તળાવના નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણી આવતા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જ રીતે અહીંના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

 

 

 

 

 

 

 

ખંભાળિયા પંથકમાં ગઇકાલે સવારથી શરૂ થયેલા વરસાદ મોડી રાત્રી સુધી અવિરત રીતે વરસ્યો હતો બપોરે તથા રાત્રીના સમયે થોડો થોડીવાર મેઘરાજાએ પોરો ખાધા બાદ આજે સોમવારે સવારે પણ હજુ વરસાદી વાતાવરણ યથાવત અને સવારે 6 થી 10માં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખંભાળિયામાં આશરે બે ડઝન જેટલા જવાનો તથા આધુનિક શસ્ત્રસરંજામ સાથે એનડીઆરએફની ટુકડી પણ બોલાવવામાં આવી છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા આ વરસાદે આજે સવારે દસ વાગ્યા સુધીમાં 490 મીટર (24 ઇંચ ) પાણી વરસાવી દીધું હતું આ સાથે મોસમનો કુલ વરસાદ 775 મીમી નોંધાયો છે.

 

 

 

 

 

 

 

 

આ મુશળધાર વરસાદ તથા ગાજવિજના પગલે અહીંની રામનાથ સોસાયટી, ગાયત્રીનગર, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે અહીંના નગર ગેઈટ, નવાપરા, જોધપુર ગેઈટ, વગેરે વિસ્તારોમાં સાંજે પાંચેક કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ જતાં નગરજનોમાં ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ગઈકાલે આ એક મેઘસવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત રીતે વરસી હતી. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સમયગાળામાં 11 ઈંચ (355 મી. મી.) સાથે મોસમનો કુલ 725 મીમી વરસાદ વરસી ગયો હતો. આ સાથે દ્વારકામાં 11 ઈંચ (272 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ ચાલુ 17 ઈંચ (420 મીમી) નોંધાયો છે. જ્યારે ભાણવડ તાલુકામાં 7 ઈંચ (182 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ 367  મીમી થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ