Connect with us

રાજ્ય

ખંભાળિયામાં ઐતિહાસિક મહાત્મ્ય સાથેનું સૈકાઓ જુનુ શરણેશ્વર મહાદેવનું મંદિર

પવિત્ર શ્રાવણ માસમાં ઘીની મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલા અને પૌરાણિક શરણેશ્વર મહાદેવના મંદિરનું અનન્ય મહત્વ શિવભક્તોમાં રહેલું છે. ખંભાળિયા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંના પ્રાચીન શિવ મંદિરમાનું એક એવું શરણેશ્વર મહાદેવનું મંદિર ઈતિહાસકારોમાં ભગવાન ભોળાનાથની ઉપસ્થિતિ સાથેનો ગૌરવપ્રદ ઈતિહાસ ધરાવે છે.

લોકવાયકા મુજબ ખંભાળિયામાં રહેતા એક વૃદ્ધા શહેરના પાદરમાં આવેલા ખામનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને પછી જ પાણી ગ્રહણ કરવા અંગેની ટેક ધરાવતા હતા. વર્ષો અગાઉ આ પંથકમાં આવેલા મુશળધાર વરસાદના કારણે ખામનાથ મંદિર પહેલા આવતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ નદીમાં ઘોડાપુરના કારણે મંદિરે જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. જેથી ઉપરોક્ત ડોશીમાં ખંભાળિયા શહેરના પાદરમાં પહોંચે તે પહેલા જ અંદર અટકી ગયા હતા.

અવિરત વરસાદ તથા સતત પુરના કારણે પાણી ન ઓસરતા ત્રણ દિવસ સુધી ઉપરોક્ત વૃદ્ધા અન્ન – જળ વગર એક જ સ્થળે બેસી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં ભગવાન શિવ પોતે આ સ્થળે સાધુના રૂપમાં આવ્યા હતા અને માજીને કહેલ કે કેમ અહીં બેઠા છો? જેના પ્રત્યુત્તરમાં આ માજીએ સંપૂર્ણ વાત કરી હતી. આથી આ સ્થળે સાધુના રૂપમાં આવેલા ભગવાન શિવે કહ્યું કે “કળિયુગમાં આવી ટેક ના હોય, તમે ઘરે ચાલ્યા જાવ”. પરંતુ આ માજી માન્યા ન હતા. ત્યારે સાધુએ કહ્યું કે “જો તમને આટલો જ વિશ્વાસ હોય તો જાવ પુરમાં અને દર્શન કરી આવો”. આથી વૃધ્ધ માજી પાણીમાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ પુર વચ્ચેથી પણ આ માજી માટે માર્ગ નીકળ્યો હતો, અને બે ભાગ થઈ જતા આ માજીએ રસ્તે ચાલી, ભગવાન ખામનાથ મહાદેવના દર્શન થઈ શક્યા હતા.

 

આ માજીને અહીં ભગવાન શિવે ચોક્કસ જગ્યાએ ખોદકામ કરવા કહ્યું હતું. જેથી શિવ ભક્તો અહીં તેમના દર્શન કરી શકે. આથી અહીંના લુહાર શાળ વિસ્તારમાં આશરે ત્રણસો વર્ષ પૂર્વે થયેલા ખોદકામ દરમિયાન ભગવાન શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા અને અહીં શરણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના થઈ હતી.

આમ, શરણેશ્વર મંદિરના ઐતિહાસિક અને અલૌકિક મહાત્મય સાથે શિવભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. આ ઉપરાંત અહીં નિયમિત પ્રાર્થનાસભા ઉપરાંત દરરોજ રાત્રીના રામધુન તથા સાંજે બહેનો દ્વારા સત્સંગ કરવામાં આવે છે. આ મંદિરના પૂજારી જયસુખગિરી ગોસ્વામી અવિરત અને નિયમિત સેવાઓ આપે છે. પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિરમાં ધી ની મહાપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેનો લાભ હજારોની સંખ્યામાં શિવભક્તો લ્યે છે. આ ઉપરાંત અહીં દર વર્ષે શંકર ભીલડીના પ્રતિકૃતિ રૂપ સુંદર દર્શનનું પણ આયોજન કરવામાં આવે છે.

રાજ્ય

ભાણવડ પોરબંદર રોડ પર અકસ્માત માં આધેડ નું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ના પાટિયા નજીક રોડ વચ્ચે ખાડો હોવાથી મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભેનકવડ ગામના પાટિયા પાસે ભારે વરસાદ ના કારણે ઘણા સમયથી રોડ વચ્ચે ખાડો થયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હોય, આજે ત્યાંથી પસાર થતાં મોટરસાયકલનું આ ખાડામાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


વધુ વાંચો

રાજ્ય

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ તથા 50,000નો દંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શામપર ગામની સગીરા ભોગ બનનાર ધો. 10માં અભ્યાસ કરતી ત્યારે તેના જ ગામના પુંજા હીરા બાંભવા નામનો શખ્સ તેની પાછળ પાછળ જતો હતો અને હેરાન કરતો અને તેમને ખેતીનું કામ હોય, ખેતીના ઓજાર લેવાના બહાને આવતા અને ભોગ બનનારના માતા-પિતા ઘરે ન હોય ત્યારે શારીરિક અડપલા કરતા અને એક દિવસ આરોપી ભોગ બનનાર ઘરે એકલી હોય, ખપારી લેવાના બહાને ઘરે આવેલા ભોગ બનનાર તેના વાડામાં ખપારી લેવા જતાં આરોપી તેની પાછળ ગયેલ અને ભોગ બનનારને પકડી લઇ જબરજસ્તી કરી સંબંધ બાંધેલ અને કોઇને કીધુ છે તો તને જાનથી મારી નાખીશ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ અવાર-નવાર 3 વર્ષ સુધી આરોપી ભોગ બનનારના ઘરે આવતો અને જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધતો છેલ્લે ભોગ બનનાર તેનાથી કંટાળીને દવા લઇને આરોપીના ઘરે જઇને મરી જવા ગયેલ અને તે વખતે તેના ઘરના સભ્યોએ ભોગ બનનારના ઘરના સભ્યોને બોલાવતા ભોગ બનનારે તેની મમ્મીને આ બધી વાત કરેલ અને ત્યારબાદ અન્ય લોકોએ હિંમત આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના અનુસંધાને જામનગર સ્પે. પોકસો કોર્ટમાં આ સંબંધે કેસ ચાલતા સ્પે. કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો કેસ સાબિત માનીને આરોપી પુંજા હિરા બાંભવાને આઇપીસી કલમ 376ના ગુનામાં આજીવન કેદ તથા રૂા. 50 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા આઇપીસી કલમ 506(2)ના ગુનામાં 2 વર્ષની તથા 5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તથા પોકસો એકટ કલમ 6ના ગુના સબબ 10 વર્ષની શખ્ત કેદ તથા 25,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે ડીજીપી જમનભાઇ ભંડેરી તથા મળ ફરિયાદી વતી વકીલ પરેશ વી. અનડકટ રોકાયા હતાં.

વધુ વાંચો

રાજ્ય

BSFએ ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ