Connect with us

શહેર

જ્યાં ભૂગર્ભ ગટર શક્ય નથી તેવા ગીચ વિસ્તારોમાં સીવર પાઇપ લાઇન નંખાશે

જામ્યુકોની સ્થાયીસમિતિએ ત્રણ નેટવર્ક પેકેજ મંજુર કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં શહેરીજનોની રજુઆતો અને માંગણીઓને ધ્યાને લઇને જામનગરના ઘણા બધા વિસ્તારોને આવરી લેતા પાઇપ ગટરના કામો અંગે નિર્ણય લીધેલ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત શહેરના બાકી રહેતા અને ગીચ વિસ્તારોમાં સીવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક પેકેજ-1,2 અને 3 મંજૂર કરવામાં આવેલ છે. જેમાં, શહેરના બાકી રહેતા વિસ્તારો અને શહેરની નજીકના વિસ્તારોમાં ભુર્ગભ ગટર પાઇપ લાઇન નેટવર્કનું કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વોટર વર્કસ શાખા હસ્તકના જ્ઞાનગંગા, રણજીતનગર તથા પંપ હાઉસ ઇ.એસ.આર. હસ્તકના વિસ્તારોમાં જ્યાં માનવ વસવાટ થઇ ગયેલ છે. પરંતુ, પીવાના પાણીની સુવિધા નથી તેવા વિસ્તારોમાં આંતરીક પાઇપ લાઇન નાંખવાનું મંજુર કરવામાં આવેલ છે. તદઉપરાંત 14માં નાણાંપંચની ગ્રાંટ અન્વયે મહત્વના બે ડી.પી.રોડ એવા (1) લાલપુર ચોકડી બાયપાસથી કિર્તી પાનને જોડતો રોડ તથા (2) ટી.પી. સ્કીમ નં.5 ગોકુલ હિરોના શોરૂમથી વિભાપર મુખ્ય રોડને જોડતા રોડ ઉપર મેટલ રોડ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે. તેમજ બોકસ કલ્વર્ટ (પુલીયુ) બનાવવાનું કામ મંજુર કરવામાં આવેલ છે. જેથી નવા ભળેલા વિસ્તારોમાં નાગરીકોને રોડની સુવિધા મળશે. સેવા સદન-4થી નાગેશ્ર્વર સુધી અને પટેલ સમાજ 49 દિ.પ્લોટ રોડમાં નિયમ મુજબ લાઇનદોરી અને રસ્તાનો અમલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવાનું મંજુર કરવામાં આવેલ છે. તદઉપરાંત મુખ્યમંત્રી સડક યોજના અન્વયે વિવિધ રોડને આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ/પેચવર્કનું કામ મંજુર કરવામાં આવેલ છે.

તદઉપરાંત રણમલ તળાવ સફાઇ અંગે બે ફાયબર બોટ અને રણમલ લેઇક કલીનીંગ સ્ટાફના કામ અંગેનું તથા રણમલ તળાવ પેરીફેરીમાં આવેલ ત્રણ નંગ ફાઉન્ટેન અંગે ઓપરેશન અને મેઇન્ટેનન્સનું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
શહેરના પાંચેય ઝોનમાં આસ્ફાલ્ટ પેચવર્કનું કામ મંજુર કરવામાં આવેલ છે. તદઉપરાંત ટેન્કરથી પાણી વિતરણ અંગે, સાઉથ, ઇસ્ટ અને નોર્થ ઝોનમાં મેટલ-મોરમ-ગ્રીટ અંગે વધારાનો ખર્ચ તથા ઇસ્ટ અને નોર્થ ઝોનમાં સી.સી.ચરેડા અંગે વધારાનું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત શહેરના અલગ-અલગ વોર્ડમાં સભ્યની ગ્રાંટ અન્વયે વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટના ધોરણે સી.સી.રોડ/ સી.સી.બ્લોક અંગે વોર્ડ નં.1,2,3,4,6,7,8,11,12,15,16ના વોર્ડમાં કામો મંજુર કરવામાં આવેલ છે. તદઉપરાંત નવા ફાયર સ્ટેશન ખાતે આધુનિક કોન્ફરન્સ હોલ બનાવવા અંગે સૈધ્ધાંતિક રીતે મંજુરી આપવામાં આવેલ છે.
ઉપરોકત કામો અંગે કુલ રૂા.42.55 કરોડ મંજુર કરવામાં આવેલ છે.

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ