Connect with us

શહેર

સમાણામાં સાડા સાત ઈંચ, લાલપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો

કાલાવડમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો : મોટા ખડબામાં ચાર ઈંચ અને ડબાસંગ-પરડવા-શેઠવડાળા-વાંસજાળિયામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો: જામનગર શહેરમાં એક ઈંચ અને ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાના વધુ એક રાઉન્ડમાં સર્વત્ર સામાન્ય ઝાપટાંથી સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન હવે વધુ વરસાદ પડશે તો લીલો દૂષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ધોધમાર સાડા સાત ઈંચ વરસાદ ખાબકતા સમાણા નજીકની નદી બેકાંઠે વહેવા લાગી હતી. તેમજ લાલપુરમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે કાલાવડમાં ત્રણ ઈંચ અને જામનગરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ધ્રોલમાં અડધો ઈંચ અને જોડિયા તથા જામજોધપુરમાં સામાન્ય ઝાપટું પડયું હતું.

આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા જામનગર જિલ્લા ઉપર વધુ મહેરબાન હોય તેમ મેઘ વરસાવી રહ્યા છે અને મેઘમહેર હવે મેઘકહેર તરફ પ્રયાણ કરી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં વરસાદી રાઉન્ડમાં જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ધોધમાર ગાજવીજ સાથે સાડા સાત ઈંચ વરસાદ ખાબકયો હતો. જેના કારણે નાના એવા ગામમાં પાણી-પાણી થઈ ગયા હતાં અને ગામ નજીક આવેલી નદી બેકાંઠે વહેવા લાગી હતી તેમજ લાલપુરમાં સોમવારે સાંજના ચારથી આઠ સુધીના ચાર કલાક દરમિયાન વધુ ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબામાં પણ ચાર ઈંચ પાણી વરસ્યું હતું તેમજ ડબાસંગમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો તથા પીપરટોડા અને પડાણામાં અડધો-અડધો ઈંચ અને ભણગોર તથા મોડપરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.

કાલાવડમાં સોમવારે બપોરે બે વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ધીમી ધારે ત્રણ ઈંચ પાણી વરસી ગયું હતું અને કાલાવડ તાલુકાના મોટા વડાળામાં સવા ઈંચ તથા ખરેડી અને ભલસાણ બેરાજામાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું તથા નવાગામ, મોટા પાંચદેવડા અને નિકાવામાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું છે. જામનગર શહેરમાં સાંજના ચારથી રાત્રિના દશ વાગ્યા સુધીમાં ધીમી ધારે એક ઈંચ પાણી પડયું હતું તેમજ જામનગર તાલુકાના ધૂતારપરમાં વધુ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અલિયાબાડા, મોટી બાણુંગરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું અને દરેડ, ફલ્લા, જામવણથલીમાં પોણો-પોણો ઈંચ અને લાખાબાવળ તથા વસઈમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો.

ધ્રોલ ગામમાં ધીમી ધારે અડધો ઈંચ પાણી પડયું હતું અને ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં એક ઈંચ તથા લતીપુર અને લૈયારામાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. જ્યારે જોડિયામાં સામાન્ય ઝાપટું પડયું છે. જોડિયા તાલુકાના પીઠડ ગામમાં વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બાલંભામાં અડધો અને હડિયાણામાં સામાન્ય ઝાપટું પડયું હતું તથા જામજોધપુર ગામમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. જ્યારે તાલુકાના શેઠવડાળા, વાંસજાળિયા અને ‘મીની ચેરાપુંજી’ બનેલા પરડવામાં વધુ ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે તથા ધૂનડામાં દોઢ ઈંચ, જામવાડીમાં સવા ઈંચ અને ધ્રાફામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેર

રાહત : જામનગર શહેરમાં આવતીકાલથી પેચવર્કનો પ્રારંભ

શહેરીજનોને મળશે ગાબડાવાળા માર્ગોથી છુટકારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓને માર્ગ પરના મોટા મોટા ખાડાઓ અને બિસ્માર માર્ગોથી ટુંકસમયમાં રાહત મળી શકે છે. જામ્યુકો દ્વારા આવતીકાલથી શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્કના કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરનલ માર્ગો પર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવશે. તેમ જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષભાઇ જોશીએ જણાવ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં માર્ગોનું ભારે ધોવાણ થતાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે લોકોના રોષને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નવરાત્રિ પહેલા તમામ માર્ગોની મરામત થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ આવતીકાલથી પેચવર્કનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મગનભાઇ દકુભાઈ ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં કુંભનાથપરામાં આવેલ મિલન નારણભાઇ અકબરીનું ઘર કુલ ઘર ૧.
  4. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડીમાં આવેલ મુકેશભાઇ વસરાણીનું ઘર કુલ ઘર ૧.
  5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં રણુજા રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે દિનેશ હંસરાજભાઇ ચાવડાનું ઘર કુલ ઘર ૧.
  6. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા ગામમાં આવેલ આસ્થા ડીસ કેબલની બાજુમાં દેવલ દીલુભાઈ વાલિયાનું ઘર કુલ ઘર ૧.
  7. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ શ્રીજી સોસાયટીમાં દિનેશ નરશીહ વાડોલીયાનાં ઘરથી વિકાંત પાંડુરંગ તોરકરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  8. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પ્રભાતસિંહ નવલસિંહ કન્ચવાનું ઘર ૧.
  9. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ગોશાલા પાછળનો વિસ્તારમાં મનોજ કાંતિ ગોડલિયા નું કુલ ઘર ૧
  10. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નવાનાગના ગામમાં આવેલ રામ મંદિર વાળી શેરીમાં હંસરાજ ભાણજી નકુમનું ઘર કુલ ઘર ૧.
  11. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાનાં વિસ્તારમાં ગીતા મિલ પાસે આવેલ ભીખા ગલાણીનું ઘર કુલ ઘર ૧.
  12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલ ત્રણ બતી ચોક વિસ્તારમાં સુપીંગ ભવાન બોડાનું કુલ ઘર ૧
  13. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ રમેશ કેશવજી ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
  14. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ હોટલ દેશીભાણાથી આગળ હાઈવે પર મહિપતસિંહ લાખાજી જાડેજાની વાડી કુલ ઘર ૧.
  15. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાછળ કાનજી ભીમા ધુલિયાનાં ઘરથી ધની માવજી ધુલિયાનું ઘર કુલ ઘર ૨.
  16. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં હરીપર ગામમાં નવી ગ્રામ પંચાયતની પાછળ આવેલ સંગીતા નાથા વસતાનું ઘર કુલ ઘર ૧.
  17. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલ ગણપત અરજણ મહેતાનાં ઘરથી માલદે પરબત ગાગલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  18. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામમાં સમાજ વાળી પાસે આવેલ ચંદુભા મધુભાજાડેજાનું ઘર કુલ ઘર ૧.
  19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં કાનજી લાખાનું ઘર કુલ ઘર ૧.
  20. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખારવા ગામમાં આવેલ મોહન ચના મારકણાનાં ઘરથી કરશન છગન મારકણા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

વધુ વાંચો

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ