Connect with us

શહેર

બકરી ઇદ નિમિતે જામનગર જિલ્લામાં લગાવાઇ કલમ 144

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આવતીકાલે બકરી ઇદ નિમિતે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ કાયદો એન વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર આવતીકાલે બકરી ઇદ નિમિતે જિલ્લામાં આજથી આગામી 5 ઓગષ્ટ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અર્થાત કોઇપણ સ્થળે ચારથી વધુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. આવેલી મોટી મસ્જીદો અને ઇદગાહોમાં મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાની કે ઝુલુસ યોજવાની સંભાવનાઓ હોય આવી પરિસ્થિતિને તાળવા માટે જિલ્લામાં કોઇપણ વ્યકિતએ પશુની જાહેર કે ખાનગી જગ્યાએ જાહેર જનતાને દેખાઇ તે રીતે કતલ નહિ કરવા તેમજ કોઇપણ પ્રાણીને સણગારીને જાહેરમાં સરઘસ નહિ કાઢવા આદેશ કરવામાં આવ્યો છે તથા બકરી ઇદ નિમિતે કુરબાની પછી જાનવરના માસ હાડકા અને અવશેસો જાહેરમાં ફેકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેહવારની ઉજવણી દરમિયાન કોરોના મહામારી સંદર્ભે સુચવવામાં આવેલી તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

શહેર

જામનગર શહેરમાં વધુ 11 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં કોરોના મહામારીનું લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસને દિવસે અસંખ્ય કેસો આવી રહ્યા છે. જેમાં જામનગર કલેકટર રવિ શંકર દ્વારા મહાનગરપાલિકાના વધુ 11 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.

1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી શેરી નં. 3/બી વિજયાબેન જાદવજીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર

2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનિવાસ કોલોની – 1 ‘ગીતાગોવિંદ’ રાજેશ ગોવિંદભાઈ પુરોહીતના એક મકાનનો વિસ્તાર

3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, ગણેશ કોમ્પલેક્ષ થર્ડ ફ્લોર પર જસ્મીન સોનીના ફ્લેટ સહિત 2 (બે) ફ્લેટનો વિસ્તાર

4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 58 દિ.પ્લોટ દિવ્ય બંગલાની બાજુમાં ડાંગરવાડા બીપીનભાઈ રામજીભાઈ ચાંદ્રાના એક મકાનનો વિસ્તાર

5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર શાલીભરદ્રં એપાર્ટમેન્ટ વીંગ-બી, છઠા માળે ફલેટ નં. 605 મળી કુલ 4 (ચાર) ફ્લેટનો વેસ્તાર

6.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્ર્વરટાવર આદિનાથ એપાર્ટમેન્ટ-2, વીંગ-એ, ફોર્થ ફલોર ફ્લેટ નં. 402 મળી ફુલ 4 (ચાર) ફ્લેટનો વિસ્તાર

7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાપા રોડ શ્રીરામ સોસાયટી દિલીપભાઈ હીરજીભાઈ નકુમના એક મકાનનો વિસ્તાર

8.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષપાર્ક શેરી નં. 1 ના સેથરભાઈ ધાપાના એક મકાનનો વિસ્તાર

9.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ પુષ્કરધામ – 1 ચેતનભાઈ જમનભાઈ જોષીના એક મકાનનો વિસ્તાર

10.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની અર્પણ રેસીડેન્સી ફર્સ્ટ ફલોર ફલેટ નં. 103 મળી  ચાર ફલેટનો વિસ્તાર

11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વામ્બે યુ.એચ.સી.ની બાજુમાં પ્રિયંકા અશ્ર્વિનભાઈ ચૌહાણ, કૃષ્ણરાજ અશ્ર્વિનભાઈ ચૌહાણ, ઉલશાબા નથુભાઈ ચૌહાણના એક મકાનનો વિસ્તાર.

વધુ વાંચો

શહેર

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલનો આજે જન્મદિવસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ અને પાંચ પાંચ ટર્મ સુધી સંસદમાં જામનગર પ્રતિનિધીત્વ કરનાર ચંદ્રેશભાઇ પટેલનો આ જન્મ દિવસ છે. શરૂઆતથી જ તેઓએ ભાજપના સંગઠનમાં એક ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સંસદમાં પણ જામનગરના અનેક પ્રશ્ર્નોને તેઓએ વાચા આપી છે અને અત્યાર સુધીમાં પાંચ ટર્મ સુધી ચુંટાયેલા તેઓ એક માત્ર સાંસદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સોંપવા નકકી કર્યું હતું. અને તાજેતરમાં કોરોનાના સમયમાં વડાપ્રધાન મોદીએ તેમની સાથે જીલ્લાની સ્થિતિ અંગે પણ વાતચિત કરી હતી. તેમના જન્મ દિવસ નિમીતે ખબર ગુજરાત પરિવાર શુભેચ્છા પાઠવે છે. તેમના મોબાઇલ નં. 99133 55855 છે.

વધુ વાંચો

શહેર

 શહેરના યોગ પ્રશિક્ષકનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

જામનગર જિલ્લાના 4 યોગ કોચ અને 16 ટ્રેનરને તાલીમ પ્રમાણપત્રો એનાયત થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના લોકોમાં યોગ સાધનાની અભિરૂચિ વધે તે માટે વિવિધ પ્રયત્નો કરે છે. આ બોર્ડ દ્વારા યોગની તાલીમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ યોગ પ્રશિક્ષકોની પસંદગી કરીને એમનું સન્માન કરવામાં આવે છે.

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી પસંદ થયેલા ઉમદા યોગ કોચ અને ટ્રેનરને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જામનગરના યોગ કોચ હર્ષિતા મહેતાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

 

 

આ ઓનલાઈન સમારોહમાં જામનગરજિલ્લા પંચાયત કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ હોલમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા પણ જોડાયા હતા.

 

 

 

 

 

 

 

 

આ તકે સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોગ કોચ પ્રીતીબેન શુક્લ તથા સુરભી શુક્લ, શિવાની બલદાણીયા, સંજયસિંહ જાડેજા સહિત અન્ય 13 યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી નિતા વાળા તેમજ યોગ કોચ અને તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ