Connect with us

આંતરરાષ્ટ્રીય

રસ્તા કે કાર વગરનું હાઇફાઇ શહેર બનાવશે સાઉદી અરબ

સાઉદીના ક્રાઉન પ્રિન્સે 37 લાખ કરોડનો પ્રોજેકટ લોન્ચ કર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક એવું શહેર, જ્યાં ના રસ્તા હશે અને ના કાર. અહીં એક છેડેથી બીજા છેડે પહોંચવા ફક્ત 20 મિનિટ લાગશે. આ સાંભળવું જરા વિચિત્ર લાગે છે, પરંતુ આ હકીકત છે. હકીકતમાં 3.40 કરોડની વસતી ધરાવતો દેશ સાઉદી અરબ પોતાના માટે ઓઈલ વિનાનું ભવિષ્ય શોધી રહ્યો છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. 170 કિ.મી. લાંબા આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ‘ધ લાઈન’ નામ અપાયું છે. 500 અબજ ડોલર (આશરે રૂ.36.75 લાખ કરોડ)ના ખર્ચે આ પ્રોજેક્ટ હેઠળ ‘નિયોમ’ નામનું શહેર વસાવાશે. આ શહેરમાં 10 લાખ લોકો રહી શકશે. આ શહેર થકી 2030 સુધી 3.80 લાખ નોકરીઓનું સર્જન થશે. આ શહેરના પાયાના માળખાનો ખર્ચ જ 200 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 14.70 લાખ કરોડ આવશે.

આ પ્રોજેક્ટ મુદ્દે ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, આપણે એવું કેમ વિચારીએ છીએ કે, પ્રકૃતિને બચાવી રાખીને વિકાસ કેમ ના કરી શકાય. વિકાસ સાથે આપણે પ્રકૃતિને નુકસાન કેમ પહોંચાડીએ છીએ. કાર, રસ્તા અને કાર્બન ઉત્સર્જન નહીં કરતું આ શહેર માનવજાત માટે ક્રાંતિ સમાન હશે. નિયોમમાં એક હાઈટેક જાહેર પરિવહન સિસ્ટમ હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તેમાં મહત્ત્વની ભૂમિકા હશે!

આંતરરાષ્ટ્રીય

રશિયાના બોસ પુટીન ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચે છે ધૂમ સરકારી નાણું !

પૂર્વપત્ની પાછળ પણ લખલૂંટ ખર્ચ: મહેલની ‘કામવાળી’ રાતોરાત કરોડપતિ બન્યાનો વિરોધીઓનો દાવો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રશિયાના વ્લાદિમીર પુતિનના રાજકીય વિરોધી અલેકસી નાવલની એ દાવો કર્યો છે કે રશિયાના પ્રેસિડેન્ટની પાસે 100 અબજ રૂપિયાનું ઘર છે. માત્ર આટલું જ નહીં, પુતિન તેમની ગર્લફેન્ડ પર સરકારી ખજાનામાંથી ધૂમ પૈસા ઉડાવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્થો છે કે પુતિન દુનિયાના સૌથી ધ્રનિક વ્યકિત છે અને પોતાની 17 વર્ષીય દીકરીને પણ પૈસા આપી રહ્યા છે. નાવલનીએ દાવો કર્યો છે કે પુતિનનો કાળા સાગર તટ પર 100 અબજ રૂપિયાનો મફેલ છે. જેમાં ડાન્સ અને કેસિનોની સુવિધા છે.

નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે પુતિનના ઘરે સફાઈ કરનાર એક યુવતી હવે અવિશ્વસનિયરીતે ખૂબ પૈસાવાળી થઈ ગઈ છે. કોઈ નથી જાણતું કે આ પૈસા કેવી રીતે આવ્યા. તેમણે જણાવ્યું કે રશિયનપ્રેસિડેન્ટ જે લોકો પર પૈસા ખર્ચ કરી રહ્યા છે તેમાં તેમની કથિત પાર્ટનર અલીના કબાયેવા અને પૂર્વ પત્ની સ્વેતલાના સામેલ છે.

નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે દેશમાં 2 કરોડ ગરીબ છે પણ પુતિન પોતાની ગર્લફેન્ડ માટે યાટ ખરીદી શકે છે. નાવલનીએ કહ્યું કે કબાયેવા પર ચોરીના અબજો રૂપિયા બરબાદ કરવામાં આવ્યા. કબાયેવા હવે રશિયામાં મોટા ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ટેશનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે કબાયેવાનો ઓફિશિયલ પગાર 7.8 મિલિયન પાઉન્ડ છે.

નાવલનીએ એવો દાવો કર્યો છે કે પુતિનના 100 અબજ રૂપિયાના ઘરમાં એક કલબ, કેસિનો અને થિયેટર આવેલું છે. આ ઘરમાં પુતિન માટેના આલીશાન રૂમ તૈયાર કરાયા છે. આ ઘરની બહાર દ્રાક્ષનું ગાર્ડન આવેલું છે. નાવલનીએ તેના બ્લોગમાં આ ઘર વિશેની તમામ જાણકારી આપી છે. આ રશિયાની અંદર એક અલગ રાજય જેવું છે. નાવલનીએ એવો દાવો કર્યો છે કે આ આખા મહેલની કિંમત આશરે રૂપિયા 100 અબજ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સુરક્ષાબળ હાજર છે. મહેલથી તટ સુધી એક સુરંગ બનાવવામાં આવી છે. આ આખો વિસ્તાર સૌથી રહસ્યમય અને સુરક્ષાવાળો છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

યુક્રેન: ખાનગી હોસ્પિટલમાં આગથી 33 પૈકી 15 ભૂંજાઇ ગયાં

હીટીંગની પ્રક્યિામાં બેદરકારી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસનું તારણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યુક્રેન શહેરના ખારકિવમાં એક ખાનગી નર્સિંગ હોમમાં આગ લાગતા 15 લોકોના મોત થયા છે અને 11થી વધુ લોકો દાઝી ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ ખબર પડી શકી નથી. ‘ઇંટરફેક્સ’ સમાચાર એજન્સીએ ખારકિવ પોલીસના હવાલે કહ્યું કે, નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે બપોરે બીજા માળ પર આગ લાગી હતી. કહેવાય છે કે જ્યારે આગ લાગી એ સમયે બિલ્ડિંગમાં અંદાજે 33 લોકો હાજર હતા. તેની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બીજા માળથી ધુમાડો નીકળતો દેખાઇ રહ્યો છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિષ કરતાં દેખાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ આંતરિક બાબતોના મંત્રીને આ ઘટનાની સંપૂર્ણ તપાસના નિર્દેશ આપ્યા છે. યુક્રેનના પ્રોસીક્યુટર એ કહ્યું કે અધિકારીઓએ તપાસ શરૂ પણ કરી દીધી છે અને શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે કોઇ હીટિંગ ડિવાઇસને વ્યવસ્થિત રીતે હેન્ડલ ના કરી શકવાની બેદરકારીના લીધે આ આગ લાગી છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડના આ ગામમાં બધાં પુરૂષો, મહિલાઓના વસ્ત્રો શા માટે પહેરે છે ?!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સોશિયલ વાયરલ આજે વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ હોવા છતાંય લોકો ભૂત-પ્રેત જેવી ચીજોમાં વિશ્વાસ કરે છે. જેને અંધવિશ્રાસથી વધુ કંઈ કહી ન શકાય. આવું જ કંઈ જોવા મળ્યું થાઈલેન્ડના એક ગામમાં, જયાં કેટલાક લોકો ભૂતથી બચવા માટે મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. જેનાથી ભૂત તેમની પર હુમલો ન કરે અને તેમનો જીવ બચી જાય. અહેવાલો મુજબ, થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. કારણ કે અહીં લોકોમાં ભૂતનો ભય ઊભો થઈ ગયો છે. મહિલાઓના કપડા પહેરવાનું કારણ પણ ખૂબ જ વિચિત્ર જણાવવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું કે લોકો એક વિધવાના ભૂતના ડરથી આવું કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ગામમાં નીંદર માણી રહેલા પાંચ લોકોના મોત થયા ફતા. ત્યારબાદ ગામ લોકએ તેમના મોત માટે વિધવા ભૂતને જવાબદાર માન્યું.

લોકોનું માનવું હતું કે. વિધવાનું ભૂત ગામના પુરુષો અને યુવકોને શિકાર બનાવી રહ્યું છે. ગામની મહિલાઓને પોતાના પતિઓ અને દીકરાઓને બચાવવા માટે તેમને મહિલાઓના કપડા પહેરાવવાનું શરુ કરી દીધું. તેમનું માનવું છે કે આવું કરવાથી વિધવાના ભૂતને લાગશે કે ગામમાં મહિલાઓ જ છે અને પુરુષો નથી. આ રીતે તે ગામથી ભાગી જશે. નોંધનીય છે કે, ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરી રહ્યા છે સાથોસાથ બીજો એક ઉપાય પણ કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરોમાં ચાડિયા રાખવાનું પણ શરૂ કરી દીધું. ગામ લોકોએ આ ચાડિયાને પણ ભૂત ભગાવવાના ઉપાય તરીકે ખાસ પ્રકારે બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, લોકોએ ચાડિયાનો એક પ્રાઇવેટ પાર્ટ પણ બનાવ્યો છે, જેની લંબાઈ 80 સેન્ટીમીટર હતી. ચાડિયાના પ્રાઇવેટ પાર્ટના આગળના હિસ્સાને લાલ રંગ કરવામાં આવ્યો છે અને તેની પર લખ્યું છે, અહીં કોઈ પુરુષ નથી.

ચાડિયાને ઘરની બાહર રાખવામાં આવ્યા છે જેથી ભૂત તેને જોઈ ભાગી જાય. કમાલની વાત એ છે કે ચાડિયાને મૂકયા બાદથી કોઈ પુરુષનું મોત નથી થયું. જોકે લોકોના મોતનું અસલી કારણ જાણવા નથી મળ્યું. નજીકના ગામમાં પણ પુરુષોના મોતની અફવાઓ આવતી રહી. ગામના વડિલો-વૃધ્ધોને ડર છે કે આવતી વખતે ભૂત કિશોરોને પોતાનો શિકાર ન બનાવી દે. એક વ્યકિતએ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે સ્વસ્થ લોકોના મોતની પાછળ વિધવાનું ભૂત કારણ છે. અહીં પાંચ લોકો પહેલા જ મરી ચૂકયા છે. મારી પત્ની અને બાળકો ડરેલા છે કે કયાંક હું મરી ન જાઉં, તેથી તેઓએ મને સુરક્ષિત રાખવા માટે ચાડિયા મૂકવા માટે કહ્યું.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ