Connect with us

રાજ્ય

સલાયા ડ્રગ્સ મામલો, લંબાતી તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાનના ઇશારે ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે ડ્રગ્સ મોકલવાના મામલે પકડાયેલા સાત આરોપીઓને વધુ ત્રણ દિવસના રિમાન્ડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા સ્પેશિયલ કોર્ટમાંથી મેળવ્યા છે. પકડાયેલા સાત આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન કેટલીક મહત્વની કડીઓ મળી આવી છે. 1500 કરોડના હેરોઇન વિદેશથી કોણે મોકલ્યું હતું અને તેમાં સામેલ ડ્રગ્સ માફિયાઓના નામો એનઆઇએની તપાસમાં ખુલવા પામ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના કચ્છ દરિયા માર્ગેથી આશરે 1500 કરોડનું હેરોઇન ઊંઝા થઇને પંજાબ તથા અન્ય રાજ્યોમાં મોકલીને વિદેશમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં પંજાબના અમૃતસરનો સિમરજીતસિંગ સંધુ વિદેશમાં રહીને મોટા પ્રમાણમાં હેરોઇન સહિત નાર્કોટિકસનો મોટાપાયે વેપલો કરતો હોવાનું ખુલ્યું હતું. જેના પગલે એટીએસએ તનપાસ કરતા વિદેશમાં રહીને નશિલા પદાર્થની હેરાફેરી કરતો હતો. બાદમાં એટીએસ દ્વારા સિમરજીતસિંગ સામે રેડ કોર્નર નોટિસ પણ કઢાવવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા સલાયા ખાતે પાકિસ્તાનથી શુધ્ધ હેરોઇનનો જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે ગત તા. 12-8-2018ના ગુજરાત એટીએસના અધિકારીઓ વોચમાં હતાં. ત્યારે 15 કરોડની કિંમતનું હેરોઇનનો પાંચ કિલો જથ્થા સાથે અઝીઝ અબ્દુલ ભગદ અને આરીફ આદમ સુમરાને ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન માંડવીના રફીક આદમ સુમરા, નજીર ઠાકર, અશદ છોટા ઉર્ફે રાજુ સહિત અન્યોની ધરપકડ કરીને હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો. સાત આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં 1500 કરોડનો જથ્થો વિદેશમાં મોકલી આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

કરોડોના હેરોઇન પ્રકરણની તપાસ એટીએસ પાસેથી એનઆઇએ દ્વારા મેળવીને તપાસના દસ્તાવેજો મેળવ્યા હતાં. બાદમાં સાતેય આરોપીઓની કસ્ટડી ભૂજથી અમદાવાદ સાબરમતિ જેલમાં લાવવામાં આવી હતી. દરમિયાનમાં અઝીઝ અબ્દુલ ભગદ, આરીફ આદમ સુમરા સહિત સાતેય આરોપીઓને 1500 કરોડના હેરોઇન સંદર્ભે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં વિદેશથી હેરોઇનનો જથ્થો મોકલનાર અને કોણ ભારતમાં જથ્થો લેવાનો હતો? તેના નામો ખુલ્યા છે. આરોપીઓના પૂછપરછમાં કેટલાંક ડ્રગ્સ માફિયાઓની માહિતી મળી આવી છે. આ બાબતે સાતેય આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવા માટે એનઆઇએ દ્વારા વધુ રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને સાતેય આરોપીઓને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

રાજ્ય

જામનગર શહેર-જિલ્લામાં વધુ 60 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 60 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચામુંડા કૃપા, રામનગર-૬,ગોકુલનગર, ટાંક રાહુલકુમાર અશોકભાઈ તથા ટાંક જયેશ અશોકભાઈના એક ઘરનો વિસ્તાર.
 2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, બાપાસીતારામ પાનની બાજુમાં વ્રજધામ સોસા. શેરી નં. ૩, હસ્મીતાબેન અશોકભાઈ દવે ના ઘરનો વિસ્તાર.
 3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૬૦૩, દર્શન એપાર્ટમેન્ટ, પેલેસ રોડ, વિરલ બાગ પાછળ, વિપુલભાઈ મનસુખલાલ મહેતાના એક ફ્લેટનો વિસ્તાર.
 4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વર – ૧, શેરી નં. ૧, બ્લોક નં.૧ર, ગુલાબનગર ઓવરબ્રીજની બાજુમાં પ્રભાબેન ચાવડાના એક ઘરનો વિસ્તાર.
 5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદારનગર – ૧, શેરી નં. ૧, સુંદરમ, સાંઢીયા પુલ પાસે, યજ્ઞેશ નિમાવતના એક ઘરનો વિસ્તાર.
 6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પી. સામે, બેડી બંદર રોડ, ખેતીવાડી પાર્ક પાસે, પોપટભાઈ ભીમાભાઈ મોઢવાડીયાના એક ઘરનો વિસ્તાર. ર
 7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવાસ કોલોની બ્લોક નં. ૧૦૧, રૂમ નં. ૩, અંધાશ્રમ, વાલીબેન ડાયાભાઈ પંગરતના એક ફ્લેટનો વિસ્તાર.
 8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રામનગર શેરી નં. ૪, પિતૃકૃપા, કાંતાબેન સંચાણીયાના એક ઘરનો વિસ્તાર. .
 9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેવલીયા વાડી, પ્લોટ નં. ૭૦/બી, બંસરી, મેહુલનગર એકસચેન્જ પાસે, કુરજીભાઈ શિવાભાઈ અકબરીના એક ઘરનો વિસ્તાર.
 10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, પાણાખાણ હનુમાન શેરી નં .ર, ગીતાબેન ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર.
 11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુરલીધર સોસા. શેરી નં. ૩, દક્ષાબેન મુકેશભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
 12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિજયનગર, પટેલ કોલોની રાજેન્દ્રસિંહ ભીખુભાઈના એક ઘરનો વિસ્તાર.
 13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરી નગરી બીનાબેન ડી. ના એક ઘરનો વિસ્તાર
 14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોમતીપુર, નરેશભાઈ કણઝારીયાના એક ઘરનો વિસ્તાર
 15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક પાસે, રંગમતી પાર્ક પાસે, શેરી નં. ૩, બજરંગ પાન કિશોરગીરી રૂપગીરી મેઘનાથીના એક ઘરનો વિસ્તાર.
 16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ર, એરકાસલ, સરૂ સેકશન રોડ, એમ.પી. હાઉસ પાસે, અનીતા મહેતાના એક ઘરનો વિસ્તાર
 17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ૪૦૧, જયોતી ટાવર, ઈન્દીરા ગાંધી રોડ, એલ.જી. હરીયા સ્કુલ પાસે, કિંજલ નિર્મલ શાહના એક ઘરનો વિસ્તાર
 18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રેલવે કોલોની હાપા, જીતેન્દ્રકુમાર શર્માના એક ઘરનો વિસ્તાર
 19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૧૧, સૈનીક ભવન પાસે, સમર્પણ રેલ્વે ફાટક, નરેન્દ્રભાઈ શુકલાના એક ઘરનો વિસ્તાર.
 20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર ગેઈટ સામે, ક્રિષ્ના ટેનામેન્ટ શેરી નં. ર, કપિલભાઈ વિજયભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર
 21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વુલનમીલ પાછળ, ચાલી રૂમ નં. ૮૩, બ્રીજકેશોર પરમાનંદના એક ઘરનો વિસ્તાર
 22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર હોન્ડા શોરૂમ પાછળ, ગઢવી સમાજ સામે, મહાદેવ મંદિર બાજુમાં ગૌસ્વામી વસંતગીરી સુરજગીરીના એક ઘરનો વિસ્તાર.
 23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૪, દિ. પ્લોટ, જોલી બંગલા પાછળ, પરસાણા નિતીનભાઈના એક ઘરનો વિસ્તાર.
 24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્શિવાદ – ૧, ગણેશ મંદિર સામે, રણજીતસાગર રોડ, માદરીયા કમલેશભાઈ મનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
 25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડેલીફળી, ચાંદીબજાર,અરિહંત રેસીડન્સી ફલેટ નં. ૩૦ર, કિશોરભાઈ બાબુલાલ ઝવેરીના એક ઘરનો વિસ્તાર
 26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોવાળની મસ્જીદ, પંચેશ્વર ટાવર, હનુમાન ડેરી પાસે, ચંદુભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
 27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, દેવકૃપા, પ્રદિપભાઈ લખધીરસિંહ વાળાના એક ઘરનો વિસ્તાર.
 28. જામનગર “મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૬ દિ. પ્લોટ, ૪૮/૪૯, રાજેશ વોચ, અંબે કૃપા, જયશ્રી જયેશભાઈ ફલીયાના એક ઘરનો વિસ્તાર.
 29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, અંસારી વાડ, ભગદેના હોસ્પીટલ પાસે, ચમનભાઈ કેશવભાઈ દાવડાના એક ઘરનો વિસ્તાર.
 30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની એમ/૭પ સામે, મયુર બંગલો, હીનાબેન તેરેયાના એક ઘરનો વિસ્તાર.
 31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ દિ. પ્લોટ, વિનાયક એપાર્ટ.ની બાજુમાં વિષ્ણીબેન વિરવાણીના એક ઘરનો વિસ્તાર.
 32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, શાસ્ત્રીનગર, મહાદેવના મંદિરની પાસે, ભવાનની પાનની બાજુમાં ધર્મેન્દ્રભાઈ ગઢાના એક ઘરનો વિસ્તાર.
 33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિગ્વિજય, ભાનુબેન જયંતીભાઈ તબદીયાના એક ઘરનો વિસ્તાર
 34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક, ઘાંચી કબ્રસ્તાન પાસે, હર્ષદમીલની ચાલી, ગણેશવાસ, ચૌહાણ નિલમબેન ભરતભાઈના એક ઘરનો વિસ્તાર.
 35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોજા ધર્મશાળા પાછળ, ખોજા ગેઈટ, ખંભાળીયા ગેઈટ બહાર, હાલીમાબેન અબ્દુલભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
 36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ૮, બ્લોક નં. સી/૧ર, કાંતીભાઈ વાટલીયાના એક ઘરનો વિસ્તાર.
 37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૧, દિ. પ્લોટ, રામ મંદિર પાસે, વાઘેલા નિવાસ, રાજુભાઈ નાનજીભાઈ વાઘેલાના એક ઘરનો વિસ્તાર.
 38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ, પટેલ પાર્ક પાછળ, બ્લોક નં. ર/૮, રણજીતસાગર રોડ, ભાવના રસીકભાઈ દુદાણીના એક ઘરનો વિસ્તાર.
 39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરટાનશીપ શેરી નં. ૪, શામબેન કલ્યાણજીભાઈ મુંગરાના એકઘરનો વિસ્તાર.
 40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ”અનુરાગ” ગુરૂકૃપા શેરી, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ હિમતનગર રોડ નં.ર, જગદીપ હસમુખભાઈ બુચના એક ઘરનો વિસ્તાર.
 41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, સમીર ઈસ્માઈલભાઈ કકલના એક ઘરનો વિસ્તાર.
 42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામમંદિર ચોક, બેડી, ઈસ્માઈલ રફાઈલના એક ઘરનો વિસ્તાર
 43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેવલીયાવાડી, વાલસુરા રોડ, ચંદુભા બાલુભા રાઠોડના એક ઘરનો વિસ્તાર.
 44. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના હરીપર ગામમાં આવેલ લીંબા અરજણ વસોયાનં ઘર કુલ ઘર ૧
 45. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં આવેલ દેવરાજ વીરજી આસોડિયાનું ઘર કુલ ઘર ૧.
 46. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વેનુપુલ શિવ મંદિર પાસે ધીરજ પરી ગોસ્વામીનું ઘર કુલ ઘર ૧.
 47. જામનગર જાલ્લાનાં લાલપુર તાલુકાના પડાણા ગામથી આગળ પડાણા પાટીયા પાસે આશાપુરા ફર્નીચર ઉપર ઉમા સંકરસિંગનાં ઘરથી દીપકકુમાર સિંગ ધનેશ પ્રસાદનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 48. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલ માંડા અમરા ઉલ્વાનું ઘર કુલ ઘર ૧
 49. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના પંચવટી સોસાયટીમાં આવેલ મનસુખ નાથા ફળદુનું ઘર કુલ ઘર ૧.
 50. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રાજાણી મિલ પ્લોટમાં આવેલ પુના સાગર ભાનનું ઘર કુલ ઘર ૧.
 51. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માંકડિયા વાડીમાં આવેલ કુશ વિનોદ કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.
 52. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના શાંતીનગરમાં આવેલ જ્યોતિ તેજસ વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.
 53. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના મીની બસ સ્ટેન્ડ પાસે આવેલ ચેતન જેન્તી કાલરીયાનું ઘર કુલ ઘર ૧.
 54. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના સન્યાસ આશ્રમ પાસે આવેલ ચેતન હનુમાનજી પ્રસાદ શર્માનું ઘર કુલ ઘર ૧.
 55. જામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડીયા વાડીમાં આવેલ જ્યોત્સના ચીમન બકોરીનું ઘર કુલ ઘર ૧.
 56. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડીયા વાડીમાં આવેલ અલ્પેશ જમન સીનોજીયાનું ઘર કુલ ઘર ૧
 57. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના સપડા ગામમાં આવેલ કેર ફળીયામાં અમરસિંહ ગગજીભા જાડેજા નાં ઘરથી સતુભા ગાગજીભા જાડેજા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર
 58. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં આવેલ ભરવાડપાડા વિસ્તારમાં આવેલ નરેશ વિશા જાપડાનું ઘર કુલ ઘર ૧
 59. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ચંદ્રેશ રણછોડ અજુડીયાનું ઘર કુલ ઘર ૧.
 60. જામનગર જીલ્લાનાં જોડીયા ગામનાં ભગત શેરીમાં આવેલ પ્રકાશ માવજી રાઠોડ નાં ઘર થી સુરેશ ધીરજલાલ રાઠોડ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ર.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુર તાલુકાના વરવાળામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં પ્રૌઢનું મોત : પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના વરવાળા ગામના પાટીયા પાસે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના નવી જેલ પાછળના વિસ્તારમાં રહેતા પ્રૌઢનું તેના ઘરે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતા દાના જીવા ચંદ્રવાડિયા (ઉ.વ.45) નામના યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ગેસના ટીકડા તથા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સવદાસભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 મા નવી જેલ પાછળ ગણેશફળીમાં રહેતા વીરાભાઈ દાનાભાઈ વરૂ (ઉ.વ.55) નામના પ્રૌઢનું તેના ઘરે બે દિવસ દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ લાખાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.આઇ. મુળિયાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

રાજ્ય

સાયબર ક્રાઇમથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધતા જતા સાઇબર ક્રાઇમને લઈ લોકોએ જાગ્રત થવાની જરૂર છે તેમજ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત વાત કે ડિટેલ શેર ન કરવા માટે સાઇબર એક્સપર્ટ અને અધિકારીઓ સલાહ આપી રહ્યા છે.

સાઇબર ક્રાઈમમાં મોટે ભાગે ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ગેરકાયદે કોલસેન્ટર, સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ, બીભત્સ કોમેન્ટ કે પોસ્ટ જેવા ગુના નોંધાયા છે સાઇબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે અનેક ગુનાઓ ડિટેકટ પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગુનેગારો દેશની બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફલેશ થતા નથી, માટે એ ગુના ડિટેકટ થઈ શકતા નથી. સાઇબર ક્રાઈમમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધુ ગુના PAYTM KYCના નામે થયેલી છેતરપિંડીના નોંધાયા છે.

 • ચાલુ વર્ષે PAYTM KYCના નામે સૌથી વધારે લોકો ભોગ બન્યા.
 • OTP કે બેન્ક-વિગત કોઈને ફોન પર ના આપો.
 • કોઈ ફ્રોડ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવો ફરિયાદ.
 • પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શકય હોય તો પ્રાઇવસી રાખો.
 • સમયાંતરે ઇ-મેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ બદલ
 • સિક્યોરિટી ફીચર પણ ખાસ એપ્લિકેશનમાં ધ્યાન રાખો.
 • કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વધુ વાત ન કરો.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ