Connect with us

બિઝનેસ

ફાટફાટ તેજી : નિફ્ટીએ 13 હજારની સપાટી વટાવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તમામ નકારાત્મક કારણોને કોરાણે મુકી ભારતીય શેરબજારમાં તેજીનો સિલસીલો અવિરત રહ્યો છે. સપ્તાહના બીજા દિવસે નેશનલ સ્ટોક એકસચેન્જના સૂચક આંક નિફ્ટીએ પ્રથમ વખત 13 હજારનો આંકડો વટાવીને નવી ઐતિહાસિક ઉચ્ચાઇ પ્રાપ્ત કરી છે. સમગ્ર નવેમ્બર માસ દરમિયાન બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. જેને કારણે બજાર રોજેરોજ નવી નવી ઉચ્ચાઇઓ સર કરી રહ્યું છે.

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેર બજાર ફરીથી લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 274.67 પોઇન્ટ (0.62 ટકા) વધીને 44351.82 પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 83.50 પોઇન્ટ (0.65 ટકા) ની મજબૂતી સાથે 13010 પર શરૂ થયો. નિફ્ટીએ પ્રથમ વખત 13000 નો આંકડો પાર કર્યો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે મારુતિ, ડિવીઝ લેબ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને હિંડાલ્કો તેજી સાથે શરૂ થયા. તો હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, કોટક બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે ઇન્ડિયાના શેર લાલ નિશાન પર ખુલ્યા.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં છે. આમાં ફાઇનાન્સ સેવાઓ, બેંકો, ખાનગી બેન્કો, રિયલ્ટી, આઇટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેંકો, ધાતુઓ અને મીડિયા શામેલ છે.

બિઝનેસ

સવારે વધ-ઘટની રમત પછી, સેન્સેકસ 531 પોઇન્ટ ડાઉન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 531 અંક ઘટીને 48348 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 133 અંક ઘટીને 14238 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 5.36 ટકા ઘટીને 1939.70 પર બંધ થયો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 4.72 ટકા ઘટીને 851.25 પર બંધ થયો હતો. જોકે એક્સિસ બેન્ક, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.19 ટકા વધીને 658.60 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.00 ટકા વધીને 586.55 પર બંધ થયો હતો.

સોમવારે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, આરતી ડ્રગ્સ, APL એપોલો ટ્યુબ્સ, એસ્ટેક લાઈફસાયન્સ, કેન ફિન હોમ્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, ICICI સિક્યોરિટીઝ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા, નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ, RPG લાઈફ સાયન્સ, શારદા ક્રોફેમ અને યુકો બેન્કની સાથે 41 કંપનીઓ આજે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે.

આજથી કિચન એપ્લાયન્સીસ કંપની સ્ટોવ ક્રાફટનો IPO ખુલ્યો છે. તેની ઈશ્યુ પ્રાઈસ 384-385 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 95 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે. એક લોટ 38 શેરનો છે. રિટેલ રોકાણકાર અધિકતમ 13 લોટ માટે અરજી કરી શકશે. આ IPO 28 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે.

એક્સચેન્જ ડેટા મુજબ 22 જાન્યુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારો એ 635.69 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,290 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. FIIએ 1-22 જાન્યુઆરી દરમિયાન 24,469 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

કોરોનાના વધતા મામલાઓ અને વેક્સિનના સપ્લાઈમાં મોડું થવાની ચિંતાથી એશિયાઈ બજારોમાં રોકાણકારો ચિંતિત છે. આ કારણે શરૂઆતી કારોબારમાં મોટાભાગના ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં હતા. જે હાલ વધેલા છે. 25 જાન્યુઆરીએ જાપાનને નિક્કેઈ ઈન્ડેક્સ 0.42 ટકા, હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.62 ટકા અને ચીનને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.69 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજારમાં તેજી છે. શુક્રવારે અમેરિકાના બજારમાં IBM અને ઈન્ટેલ જેવી મોટી ટેક કંપનીઓમાં વેચવાલીના કારણે બજારના પ્રમુખ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

વધુ વાંચો

બિઝનેસ

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૭૮.૫૪ સામે ૪૯૨૫૩.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૨૭૪.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૦.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૩૪૭.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૮૦.૧૫ સામે ૧૪૪૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૩૩.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૫૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિશ્વના શેરબજારોમાં બીએસઇ સેન્સેક્સે માર્ચ ૨૦૨૦ના કડાકાના નીચા મથાળેથી અંદાજીત ૯૩%નો ઉછાળો નોંધાવીને ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવીને ૫૦,૧૮૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવી ટૂંકાગાળામાં ઐતિહાસિક તેજી સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારે ઈતિહાસ રચ્યો હતો. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને અમેરિકામાં જોઈ બાઈડેનના નેતૃત્વમાં નવી સરકાર અંતે સત્તારૂઢ થઈ જતાં વૈશ્વિક બજારોમાં પોઝિટીવ અસર સામે સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે શેરોમાં ફંડોની સતત ખરીદી બાદ સાવચેતીએ ભારે બે તરફી અફડાતફડીના અંતે વધ્યામથાળેથી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેસને સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું, અમેરિકામાં નવા પ્રમુખ જો બિડેને સત્તા સંભાળતા વૈશ્વિક બજારમાં આવેલી તેજી અને અનુકુળ બજેટની અપેક્ષાએ કોરોના સંકટમાં માર્ચ ૨૦૨૦માં ૨૫,૬૩૮ પોઇન્ટનાં નીચલા સ્તરથી બીએસઇ સેન્સેક્સ અંદાજીત માત્ર ૧૦ મહિનામાં ૯૩% રિટર્ન આપીને ગત સપ્તાહના ગુરૂવારે પ્રથમ વખત બીએસઇ સેન્સેક્સે ૫૦ હજારનાં ઐતિહાસિક સ્તરને પાર કર્યું હતું. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા પરિણામ આવકમાં ઘટાડા સામે નફામાં સાધારણ વૃદ્વિ રહ્યા છતાં આજે કંપનીના શેરમાં અંદાજીત ૫%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને ઓરબિન્દો ફાર્માના શેરમાં ૧૦%ની ઉપલી શર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૦ અને વધનારની સંખ્યા ૯૩૨ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે શેરબજારમાં ઐતિહાસિક ટોચ પર હોવાથી બજેટ પૂર્વે ભારે વોલેટાલિટી સાથે પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

તા.૨૬.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૨૫૪ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૨૦૨ પોઈન્ટ થી ૧૪૧૮૮ પોઈન્ટ ૧૪૧૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૧૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૦૦૮ પોઈન્ટ થી ૩૦૯૭૦ પોઈન્ટ, ૩૦૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ડીગો ( ૧૫૯૭ ) :- એરલાઇન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૫૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૮૬ ) :- રૂ.૭૭૩ નો પ્રથમ તેમજ રૂ.૭૬૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૫૨ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૭ થી રૂ.૬૭૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૫૨૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૭ થી રૂ.૫૪૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન & ટૂબ્રો ( ૧૩૬૭ ) :- રૂ.૧૩૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૯૫ ) : કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૧૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૮૭ થી રૂ.૭૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૫૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૨૪ થી રૂ.૪૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૩૮૨ ) :- રૂ.૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

એમેઝોન, ફિલપકાર્ટ, ઝોમેટો અને સ્વિીગી લૂંટ ચલાવે છે : વેપારીઓ

દેશભરના વેપારીઓએ આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગણી કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં અબજો રૂપિયાનો કારોબાર કરતી કંપનીઓ એમેઝોન, ફિલપકાર્ટ, ઝોમેટો અને સ્વિીગી લૂંટ ચલાવે છે. એમ જણાવી વેપારીઓએ એમ કહ્યું છે કે, સરકારી તંત્રોએ આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહીઓ કરવી જોઇએ.

આ પ્રકારની કંપનીઓ ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ) કાનૂન-2020, લીગલ મેટ્રોલોજી(પેકેજડ કોમોડીટિ) કાનૂન-2011 અને ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે. તે લાઇડલાઇનનો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે. આમ છતાં સંબંધીત તંત્રો આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી નથી. સરકારે આ સ્થિતિમાં યોગ્ય કાર્યવાહીનો આદેશ આપવો જોઇએ એવી માંગણી સમગ્ર ભારતના વેપારીઓના સંગઠન દ્વારા કરવામાં આવી છે.

આ સમઠને એમ કહ્યું છે, ઇ-પોર્ટલ પર ફરજીયાત રીતે વેચાણકાર તથા પ્રોડકટના સંદર્ભમાં સ્પષ્ટ રીતે લખવી જોઇએ. પરંતુ આ કંપનીઓ આ નિયમનું પાલન કરતી નથી.

વેપારીઓના આ સંગઠને દેશના વાણિજય મંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, આ પ્રકારની કંપનીઓ ઉપરોકત ત્રણેય કાયદાઓનો ભંગ કરે છે. એક અર્થમાં આ ઓનલાઇન લૂંટ છે. સરકાર આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી નથી. એટલે કંપનીઓની હિંમત વધુ ખુલી છે. આ ઉપરાંત ઇ-કંપનીઓએ ફરિયાદ માટે ચોકકસ અધિકારીઓની નિમણુક પણ કરી નથી. એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ