Connect with us

રાષ્ટ્રીય

10 જુલાઇથી જામનગર-મુંબઇ હવાઇ સેવાનો ફરી પ્રારંભ

બુધ અને શુક્ર બે દિવસ એર ઇન્ડિયાની ફલાઇટ આવશે : સમય પણ અગાઉ કરતા વહેલો કરાયો : 1 ઓગષ્ટ થી રાજકોટ મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટનો પણ પ્રારંભ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના હવાઇયાત્રીઓ માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ આગામી 10 જુલાઇથી જામનગર-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની હવાઇ સેવાનો ફરીથી પ્રારંભ થઇ રહ્યો છે. સપ્તાહમાં બે દિવસ ફલાઇટ મુંબઇ-જામનગર વચ્ચે ઉડશે. જેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

લોકડાઉનના કારણે બંધ થઇ ગયેલી જામનગર-મુંબઇ હવાઇ સેવા 10 જુલાઇથી ફરી શરૂ થવા જઇ રહી છે. એર ઇન્ડિયા દ્વારા 21 ઓગષ્ટ સુધીનું સપ્તાહમાં બે દિવસ બુધ અને શુક્રવારે ફલાઇટનું શેડ્યુઅલ જાહેર કર્યું છે. જે મુજબ આ ફલાઇટ 6.10 કલાકે મુંબઇથી ઉડાન ભરીને 7.20 કલાકે જામનગર પહોંચશે.જ્યારે જામનગરથી સવારે 9 કલાકે રવાના થઇ 10.10 કલાકે મુંબઇ પહોંચશે. અગાઉ આ ફલાઇટ સવારે 11 વાગ્યે જામનગર આવતી હતી. તેને બે કલાક વહેલી કરી દેવામાં આવતા નવો સમય મુસાફરો માટે વધુ અનુકુળ હોવાનું જણાઇ રહ્યું છે.

બીજી તરફ સ્પાઇસ જેટ પણ આગામી 1 ઓગષ્ટથી પોતાની રાજકોટ મુુંબઇ વચ્ચેની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરી રહ્યું છે. જે મુજબ દિવસમાં બે વખત સ્પાઇસની ફલાઇટ રાજકોટ આવશે. એક સવારે 8.00 કલાકે અને બીજી સાંજે 5.45 કલાકે રાજકોટ આવશે. આમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપારીઓ તથા અન્ય ધંધાર્થીઓ સવારે મુંબઇ જઇને સાંજે પરત રાજકોટ ફરી શકશે. આ ઉપરાંત એર ઇન્ડિયા દ્વારા પણ હાલ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળ, ગુરૂ અને શનિવારે રાજકોટ મુંબઇ વચ્ચે દિવસની એક ફલાઇટ ઓપરેટ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય

રોકાણ તથા નાણાંકીય સલાહકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં શેરબજારોને નિયંત્રિત કરતી સંસ્થા સેબીએ ગ્રાહકોને શેરબજારને લગતી સલાહ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ આપતી કંપનીઓ પર નિયંત્રણો લાદયા છે. દેશભરમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ આપતી કંપનીઓ મોટી સંખ્યામાં છે. આ પૈકી જે કંપનીઓ સેબીમાં રજીસ્ટર્ડ થયેલી છે, તે કંપનીઓ પર આ નિયંત્રણો લાગૂ પડશે.

સેબીએ ગઈકાલે ત્રીજી જૂલાઈએ આ માટેનું નોટિફિકેશન બહાર પાડયું છે. આ અગાઉ 2020 ના જાન્યુઆરીમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર દ્વારા જે ડિસકશન પેપર જાહેર કરવામાં આવેલું તેમાં આ પ્રકારના ફેરફારોનો પ્રસ્તાવ હતો. સેબીએ ગ્રાહકોના પ્રકારો પાડયા છે. આ ઉપરાંત નેટવર્થ અને અનુભવ તેમજ ક્વોલિફિકેશન અંગે પણ નવા નિયંત્રણો મૂકયા છે. આ સાથે કોર્પોરેટાઈઝેશન માટે પણ સેબીએ કેટલીક બાબતો ફરજિયાત બનાવી છે. જો કે, કવોન્ટમ અને રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની ફી જેવા ઈસ્યૂ અંગે સેબીએ હાલ કોઇ ફેરફાર કર્યા નથી. જે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ કંપનીઓ નોંધાયેલી નહીં હોય તેઓ પોતાને વેલ્થ એડવાઈઝર કે સ્વતંત્ર ફાયનાન્શિયલ એડવાઈઝર ગણાવી શકશે નહીં.

કલાયન્ટ લેવલ સેગ્રેગેશનની વાત કરીએ તો કોઇપણ એડવાઈઝર કોઇ એક ગ્રાહકને પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ અને એડવાઈઝ બન્ને ચીજો પ્રોવાઈડ કરી શકશે નહીં. કોર્પોેરેટ કક્ષાની એડવાઈઝ કંપનીઓને પણ આ નિયમ લાગૂ પડશે. કેટલાંક નિષ્ણાંતોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, જે લોકો વ્યકિતગત રીતે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે તેઓને આ નવા નિયમથી મુશ્કેલીઓ પડશે અથવા તેઓએ પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બંધ કરવી પડશે. આ ઉપરાંત સેબીએ ઈન્ડીવીઝ્યુઅલ એડવાઈઝર માટે નેટવર્થની રીકવાયરમેન્ટ એક લાખથી વધારીને પાંચ લાખ કરી છે અને આ પ્રકારની કોર્પોરેટ કંપનીઓ માટે આ રકમ 25 લાખથી વધારીને 50 લાખ કરી છે. આ ઉપરાંત જે વ્યક્તિગત એડવાઈઝર 150 કલાયન્ટ ધરાવતા હોય તેમણે પોતાના સ્ટેટસમાં ફેરફાર કરીને પોતાની કંપનીને કોર્પોરેટ એડવાઈઝર તરીકે ગણાવવાની રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક કવોલિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગતો સેબીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મોદીની ચાલને સમજવામાં થાપ ખાઇ ગયું ચાલાક ચીન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

2014 થી 2020- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એક આખું સર્કલ પૂર્ણ કરી લીધું છે. 2014માં પ્રધાનમંત્રી જાપાનની મુલાકાતે ગયાં હતાં. 2014માં તેઓએ કરેલું ભાષણ આજે 2020માં ઘણાં લોકોને યાદ આવી રહ્યું છે.

2014ની પહેલી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પાટનગર ટોકીયોમાં હતાં. ટોકીયોમાં તેઓની પ્રધાનમંત્રી તરીકે દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની જાપાનની તેઓની પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી એ 2014માં ત્યારે જે ભાષણ આપેલું તેના અમુક અંશો અત્રે હિન્દી ભાષાંતરમાં પ્રસ્તુત છે. મોદી બોલ્યા હતાં : કિસી દેશ મેં એન્ક્રોચમેન્ટ કરના, કહીં સમુંદરમે ધુસ જાના, કભી કિસી દેશકે અંદર જાકર કબ્જા કરના… ઇન ચીઝોકી પ્રવૃતિ ચલ રહી હે…

આટલું બોલ્યા પછી પ્રધાનમંત્રી બોલ્યા હતા કે, 21મી સદીમાં વિસ્તારવાદથી માણસજાતને કોઇ ફાયદો થવાનો નથી. વિકાસ આવશ્યક છે. અને હું માનું છું કે 21મી સદીમાં જો એશિયા દુનિયાને નેતૃત્વ પુરૂ પાડશે તો ભારત અને જાપાન વિકાસના માર્ગને સાથે રહી ને પ્રશસ્ત કરશે.

વિસ્તારવાદ વિરોધ વિકાસ- પ્રધાનમંત્રીની મુખ્ય થીમ છે. તેઓએ લડાખમાં પણ જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો સમય પુરો થયો છે. વિકાસ ભવિષ્ય માટેનું એન્જીન છે. 2014માં ટોકીયો ખાતે પણ તેઓએ આ વાત કરી હતી. ટોકીયોમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા વિસ્તારવાદ અને વિકાસવાદની વચ્ચે વહેચાયેલી છે. જોકે, વિકાસવાદ આગળ ચાલી રહ્યો છે. વિશ્ર્વ વિસ્તારવાદને વિસ્તારે છે કે વિકાસવાદને પકડે છે તે આપણે નકકી કરવું પડશે. જે લોકો શાંતીને પસંદ કરે છે. તેઓ વિકાસમાં માને છે. તેઓ પ્રોગ્રેસમાં માને છે.

અત્રે નોંધનીય છે કે, 2019ના ઓકટોબરમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનના બોસ જિંગપીંગને મહાબલીપુરમ ખાતે આવકાર્યા ત્યારે પ્રધાનમંત્રીએ કહેલું હતું કે, ઇન્ફોર્મલ સમીત ભારત અને ચાઇના વચ્ચેના સંબંધને મજબુત બનાવશે. રાજનીતિ અને વિદેશનીતિમાં ચીનને ચતુર માનવામાં આવે છે. પરંતુ લડાખ ધટના જોયા પછી એવું સમજાય છે કે, 2014માં જાપાનના ટોકીયો ખાતે પ્રધાનમંત્રીએ જે ભાષણ આપ્યું હતું તે ભાષણ સમજવામાં ચીન થાપ ખાઇ ગયું. આ ભાષણનો અર્થ ચીનને હવે સમજાય રહ્યો હશે. શુક્રવારની લેહ-લડાખની પ્રધાનમંત્રીની મુલાકાત પછી તો ચીન 100% મોદીને સમજી ચુકયું હશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ગેંગસ્ટર વિકાસ દુબેનું મકાન પોલીસે તોડી પાડ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઉતરપ્રદેશમાં કાનપુરમાં આઠ પોલીસ અધિકારીઓ અને જવાનોની હત્યા કરનાર કુખ્યાત વિકાસ દુબેનું મકાન આજે ઉતરપ્રદેશ પોલીસે તોડી પાડ્યું હતું.

હત્યાકાંડ બાદ ફરાર થઇ ગયેલા આ ગેંગસ્ટરના મકાન પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ