Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home રાજ્ય જામનગર અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ અંગે જામસાહેબ દ્વારા પ્રતિભાવ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ અંગે જામસાહેબ દ્વારા પ્રતિભાવ

તાજેરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઇડનની સોગંદવિધિ યોજાઇ હતી. આ સોગંદવિધિ બાદ જામનગરના જામસાહેબએ પ્રતિભાવ આપતાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનું ભાષણ મેં સાંભળ્યું. ઉત્તમ હતુ અને તેનાં વિચારો ઘણાં સારા દર્શાવ્યા, મને એક જ વાતનું દુ:ખ થયું કે, બાઇડન અનેક શક્તિશાળી દેશો જેવા કે, ચીન, રૂસ, બ્રાઝિલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આફ્રિકન અને સાઉથ અમેરિકન દેશો વગેરેના પ્રધાન નથી જેથી કરીને દુનિયાના બધાં દેશોનો સહકાર તેના વિચારો પ્રમાણે મળી શકે તેની ખાતરી રહે. અંતે જો બાઇડનને મારા હૃદયપૂર્વક શુભેચ્છા દર્શાવું છું.

Most Popular