Connect with us

રાજ્ય

ખંભાળિયા નગરપાલિકામાં નવા સીમાંકન મુજબ અનામત બેઠકો જાહેર

ખંભાળિયા નગરપાલિકામાં નવા સીમાંકન મુજબ અનામત બેઠકો જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત નજીકના ભવિષ્યમાં પૂર્ણ થઇ રહી છે, ત્યારે હવેના સમયમાં યોજાનારી પાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે તારીખ 9 સપ્ટેમ્બરના સુધારા આદેશ અન્વયે ખંભાળિયા નગરપાલિકાની વર્ષ 2011ની વસ્તી ગણતરી 41734 ની કુલ સંખ્યાને ધ્યાનમાં રાખી અને શહેરમાં કુલ સાત વોર્ડ માટે 28 બેઠક નક્કી કરાઇ છે. જે પૈકી 14 બેઠક સ્ત્રી અનામત રહેશે. જેમાં અનુસૂચિત જાતિ માટે બે તથા પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા ત્રણ રહેશે. આમ કુલ 16 અનામત અને 12 સામાન્ય બેઠક પર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા સીમાંકન તથા ફેરફાર વચ્ચે ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન સભ્યો દ્વારા પણ પોતાનો વર્તમાન વોર્ડ છોડીને અન્ય વોર્ડમાંથી ચુંટણી લડવા સહિતની ગતિવિધિઓ તેજ થઈ જતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

રાજ્ય

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
આ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

ભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી

અજાણી મહિલા સામે ફરિયાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડના ભગવતી શેરી વિસ્તારમાં રહેતા મનસુરભાઇ અલ્લાઉદીનભાઈ બરડાય નામના 42 વર્ષીય યુવાનના માતા દોલતબેને  પોતાના કામની અંગત બચત દ્વારા ભેગા કરેલા રૂપિયા 50 હજાર રોકડા ભાણવડની બેન્ક ઓફ ઇન્ડિયામાં સોમવારે સવારે જમા કરવા ગયા હતા. ત્યાં બેંકની પૈસા ભરવાની લાઈનમાં તેઓ ઉભા હતા, ત્યારે દોલતબેનની પાછળ લાઈનમાં ઉભેલા એક પીળી સાડી પહેરેલા મહિલાએ દોલતબેનની નજર ચૂકવી, તેમની પાસે રહેલા રૂપિયા પચાસ હજારની રોકડ રકમ ચોરી કરીને લઇ ગયાનો બનાવ જાહેર થયો છે.
આ બનાવ અંગે મનસુરભાઈ બરડાયની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પીળી સાડી પહેરેલા અજાણ્યા મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. આઠ બેઠકોની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. આ 8 બેઠકની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. 9 થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે જયારે 19 ઓક્ટોબર ફોમ પાછા ખેચવાની અંતિમ તારીખ છે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો પરિણામે કૉંગ્રેસ દ્વારા આ બેઠકો ના સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.

હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઉપડયો છે. તેવા સંજોગોમાં વધુને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહ્યું છે.

 

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ