Connect with us

રાષ્ટ્રીય

80 નવી ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ, સ્પેશિયલ ટ્રેનો 30 મિનિટમાં ફુલ થઇ

પહેલી વાર શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોનું બુકિંગ પણ શરૂ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અનલૉક-4માં 12 સપ્ટે.થી શરૂ થઇ રહેલી નવી 80 ટ્રેન માટે ગુરુવારથી રિઝર્વેશન શરૂ થયું. તેમાંથી લખનઉ, ગોરખપુર અને ભાગલપુરથી મોટાં શહેરો તરફ જતી ટ્રેનોનું રિઝર્વેશન શરૂ થયાની લગભગ 30 મિનિટમાં જ સીટો ભરાઇ ગઇ અને વેઇટિંગ શરૂ થઇ ગયું. અન્ય કેટલીક ટ્રેનોનું પણ ઝડપથી બુકિંગ થયું. લૉકડાઉન બાદ પહેલી વાર વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો માટે પણ બુકિંગ શરૂ થઇ ગયું છે.

રેલવે બોર્ડના ચેરમેન વી. કે. યાદવના જણાવ્યાનુસાર શ્રમિકો મોટાં શહેરોમાં પાછા ફરવાનું શરૂ થઇ ગયું છે. તેથી 40 જોડી ટ્રેન મોટા ભાગે એવાં શહેરોથી દોડાવાઇ રહી છે કે જ્યાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ગઇ હતી. મોટા ભાગે નાના શહેરોમાંથી મોટાં શહેરો તરફ જતી (દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ-સિકંદરાબાદ) ટ્રેનોમાં ઘણું બુકિંગ થઇ રહ્યું છે પણ રિટર્નમાં આ ટ્રેનોમાં બુકિંગ ઓછું થઇ રહ્યું છે. શ્રમિકો મોટાં શહેરોમાં પાછા ફરી રહ્યા હોવાથી મોટાં શહેરો માટેની ટ્રેનો ફુલ થઇ રહી છે. આ 80 સ્પેશિયલ ટ્રેનમાંથી સૌથી વધુ 20 ટ્રેન દિલ્હી તરફ જવાની છે. તેમાંથી મોટા ભાગની દિલ્હી સુધી અને કેટલીક દિલ્હી થઇને આગળ જશે. આ રીતે કુલ 310 ટ્રેનનું સંચાલન શરૂ થઇ જશે.વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો હાલ માત્ર 1-1 રૂટ પર દોડાવાશે. વંદે ભારત દિલ્હીથી વારાણસી અને શતાબ્દી દિલ્હીથી લખનઉ વચ્ચે દોડશે. અન્ય સ્પેશિયલ ટ્રેનોની જેમ વંદે ભારત અને શતાબ્દીમાં પણ દિલ્હી તરફ જતી ટ્રેનોમાં વધુ બુકિંગ થઇ રહ્યું છે.

રાષ્ટ્રીય

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ

તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.

જેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.

સુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.

સાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

સિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ