Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home આંતરરાષ્ટ્રીય અમેરિકાના શેરબજારમાં લાલચોળ તેજી

અમેરિકાના શેરબજારમાં લાલચોળ તેજી

જો બાઈડનના શપથ ગ્રહણ અગાઉ અમેરિકાના શેરબજારોમાં વિક્રમજનક તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ રિસર્ચ સંસ્થા CFRAના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન SP 500 ઈન્ડેક્સ 13 ટકા વધ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવી ગયા બાદથી શપથ ગ્રહણ સુધી શેરબજારમાં આવેલી તેજીનો અત્યાર સુધીનો આ સૌથી મોટો રેકોર્ડ છે.
અગાઉ આ પ્રકારનો રેકોર્ડ જોન એફ કેનેડીના નામે હતો. 20 જાન્યુઆરી 1961ના રોજ કેનેડીએ શપથ લીધા હતા. ત્યારે તેમની જીત અને શપથ લેવા વચ્ચે 73 દિવસમાં SP 500 ઈન્ડેક્સ 8.8 ટકા વધ્યો હતો. તેમના શપથ લીધા બાદ ત્યારબાદના 100 દિવસમાં બજાર 8.9 ટકા વધ્યુ હતું.
તે સતત બીજી એવી ઘટના છે કે જ્યારે બજારમાં તેજી આવી રહી છે. વર્ષ 2016માં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને હરવ્યા હતા. તો તેમના શપથ લેવામાં આવ્યા ત્યાં સુધીમાં માર્કેટમાં 6 ટકાની તેજી જોવા મળી હતી. તેમના 100 દિવસના કાર્યકાળમાં બજારમાં વધુ 5 ટકાની તેજી આવી હતી.
અલબત, ટ્રમ્પ અને બાઈડનની બાબતમાં એક તફાવત છે. ટ્રમ્પને એક મજબૂત અર્થતંત્ર મળ્યું હતું. બાઈડન એવા સમયે રાષ્ટ્રપતિ બન્યા છે કે જ્યારે અર્થતંત્ર કોરોનાનો સામનો કરી રહ્યું છે.
નવેમ્બર 2000માં જ્યારે જ્યોર્જ ડબ્લ્યુ બુશ રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમને શપથ લેવા સુધી SP 500 ઈન્ડેક્સમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. હકીકતમાં ત્યારે માર્કેટ પર ડોટ ડોમ કંપનીઓમાં ભારે ઘટાડાની અસર જોવા મળી હતી. બરાક ઓબામા નવેમ્બર,2008માં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા હતા અને તેમને જાન્યુઆરી 2009માં શપથ લીધા હતા. આ સમયમાં માર્કેટ 20 ટકા ગગડ્યુ હતું. ત્યારે લેહમેન બ્રધર્સની ઘટનાને લીધે માર્કેટ સેન્ટીમેન્ટ તૂટ્યો હતો.
ટ્રમ્પ અગાઉ બરાક ઓબામા, જ્યોર્જ બુશ અને બિલ ક્લિન્ટન, ત્રણેયને બે-બે કાર્યકાળ મળ્યા હતા. એટલે કે 8-8 વર્ષ માટે રાષ્ટ્રપતિ રહ્યા. ક્લિન્ટન અગાઉ જ્યોર્જ એચ.બુશ ચાર વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા.
બુશ સિનિયરથી લઈ ટ્રમ્પ સુધી કાર્યકાળની તુલના કરીએ તો શેરબજારની દ્રષ્ટિએ સૌથી સારો સમય ક્લિન્ટનનો હતો. તેમના 8 વર્ષમાં SP 500 ઈન્ડેક્સ 211 ટકા વધ્યો હતો.
સૌથી ખરાબ કાર્યકાળ જ્યોર્જ બુશ સિનિયરનો રહ્યો, જ્યારે ઈન્ડેક્સમાં 39.5 ટકા ઘટાડો આવ્યો હતો. અન્ય એક હકીકત એ છે કે અન્ય કોઈ પણ રાષ્ટ્રપતિની તુલનામાં ક્લિન્ટનના સમયમાં બજારે સૌથી વધારે રિટર્ન આપ્યુ હતું.

Most Popular