Connect with us

ગુજરાત

શિક્ષણ-સહાયક અને અધ્યાપક- સહાયકોની ભરતીઓ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયક અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા 6627 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એવી માહિતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.

શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અધ્યાપક-સહાયકોની આ ભરતી માટે 20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ-સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે, એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ-સહાયકોની નિમણૂક કરવામાં આવશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ-સહાયકોની ભરતી થવાની છે એની વિગતો આપતાં કહ્યું હતું કે અંગ્રેજી વિષય માટે 624, અકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિક્સ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ-સહાયકોની ભરતી થશે. એ જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ-સહાયકોની ભરતી કરાશે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું હતું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક-સહાયકોની સેવા આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે, એમ પણ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

ગુજરાત

હંગામી બઢતી સાથે અધિકારીઓની નિયુકિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.

જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

વધુ વાંચો

ગુજરાત

રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી

દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

ગુજરાત

જામનગર સહીત 6 મહાનગરપાલિકા ની ચુંટણી 21 ફેબ્રુઆરી

નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ