Connect with us

રાજ્ય

જોડીયા તાલુકામાં સક્રિય રેત માંફીયાપર રેંજ પોલીસ ની ધોંસ

દોઢ કરોડ નાં વાહનો સાથે ૧૬ સખ્સો ને ઝડપી લીધા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજકોટ રેંજ પોલીસે જામનગર જિલ્લામાં વધુ એક વખત ખનીજ માફિયાઓ ઉપર ધોસ બોલાવી છે. જોડીયાના બાલંભા પાસેથી દોઢ કરોડ ના વાહનો સાથે 16 સખ્સોને પકડી પડ્યા છે.

જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભાગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ (રેતી) અંગે ખનનની પ્રવૃતી કરતા આશરે દોઢ કરોડના વાહનો (૧-એકસ્કેવેટર તથા ૯ ડમ્ફર તથા ૨ જે.સી.બી. ૨ ટેકટર ટોલી સહીત) સાથે ૧૬ વ્યકતીઓને પકડી પાડી ખનીજ (રેતી)નુ ખનન કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી રાજકોટ રેન્જની ટીમે કરી છે

 

રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રાજકોટ રેન્જમાં ચાલતી ખનીજની ગેરકાયદેસર પ્રવૃતીઓ નાબુદ કરવા માટે અને કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જ ટીમના પો.સ.ઇ.વી.બી.ચેોહાણ ને સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ. તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, શિવરાજભાઇ ખાચર તથા કમલેશભાઇ રબારી નાઓએ જામનગર જીલ્લામાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઇ.વી.બી.ચેોહાણ ને મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા ગામે ખારાવીસ્તારના ખરાબામાંથી  (૧) હમીરભાઇ મેપાભાઇ પીઠમલ તથા (૨) સુરેશભાઇ પુનાભાઇ જાદવ રહે. બન્ને ગામ.તારાણા તા.જોડીયા તથા (૩) અશોકભાઇ મેસુરભાઇ બસીયા તથા (૪) જીતુભાઇ કાળુભાઇ વધોરા રહે. બન્ને ગામ મોરાણા તા.જોડીયા તથા (૫) ધનુભા વેરૂભા જાડેજા તથા (૬) જગદીશસીંહ મહીપતસીંહ જાડેજા રહે. ગામ.તારાણા તા.જોડીયા જી.જામનગર નાઓએ એક બીજાની બાજુ-બાજુમાં આવેલ અલગ અલગ જગ્યાઓએ તેના માણસો દ્રારા હીટાચી (એકસ્કેવેટર)વડે ખોદકામ કરી અને ખનન કરેલ ખનીજ (રેતી) આ હીટાચી તથા જી.સીબી મારફતે વાહનોમા ભરી લઇ અને ખનીજ(રેતી)ની હેરાફેરી કરી સ્ટોક કરવાની, ખનન કરવાની તથા લોડીંગ અને અનલોડીંગની પ્રવૃતી ચાલુ હોય જેથી તુરત જ ઉપરોકત રેઇડ કરતા આ ખારા વીસ્તારના ખરાબામાંથી હીટાચી વડે ખોદકામ કરી અને આ ગે.કા ખનીજ રેતી ટ્રકમાં ભરતા હોય જેમા આશરે દોઢ કરોડના વાહનો એકસ્કેવેટર-૧ તથા ડમ્ફર ટ્રક-૦૯ તથા જે.સી.બી.-૦૨ ટેકટર ટોલી સહીત-૦૨) સાથે કુલ-૧૬ વ્યકતીઓ (૧) નવશાદ આલમ ઓકીલ અંસારી ઉવ. ૨૨ રહે. હાલ ગામ- બાલંભા તા.જોડીયા જી.જામનગર મુળગામ- બારાદાઉદ તા.પાળુ જી.મુજફરપુર રાજય- બીહાર  (૨) ભરતગીરી અરજણગીરી ગોસાઇ ઉ.૪૮ ધંધો ડ્રાયવીંગ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૩) નરેશભાઇ દીનેશભાઇ ડામોર ઉવ.૨૨ રહે. દરેડ જી.આઇ.ડી.સી. તા.જી.જામનગર (૪) રાજેશ પ્રભુલાલ ભવાનભાઇ બશીયા ઉવ.૩૫ ધંધો ડ્રાયવીંગ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૫) જયપાલસીંહ મેરૂભા વજુભા જાડેજા ઉવ.૨૮ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૬) વીરાભાઇ નાજાભાઇ વશ્રરામભાઇ ખરા ઉવ.૩૪ રહે. લુમ્બીનગર ઠેબા ચોકડી બાયપાસ જી.જામનગર (૭) રમજાન મહમદ વાધેર ઉવ.૨૫ રહે. ગામ બાલંભા તા.જોડીયા જી.જામનગર (૮) ઇમરાન મુસાભાઇ રાયબભાઇ વાધેર ઉવ.૨૫ રહે. ગામ બાલંભા (શાંતીનગર) તા.જોડીયા જી.જામનગર (૯) બાબભા બનુભા જાડેજા ઉવ.૩૯ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૦) રાકેશ સતનાભાઇ ડામોર ઉવ.૨૫ રહે. ગોકુલસોસાયટી તા.ધ્રોલ જી.જામનગર (૧૧) કરશનભાઇ વરજાંગભાઇ આલ ઉવ.૨૧ રહે. આવડપરા દ્રારકા તા.દ્રારકા જી દેવભુમીદ્રારકા (૧૨) હમીરભાઇ મેપાભાઇ પીઠમલ આહિર ઉવ.૪૫ રહે. ગામ- તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૩) ભાવેન્દ્રસીંહ ધનુભા મેરૂભા જાડેજા  ઉવ. ૨૧ રહે. ગામ- તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૪) ધનુભાઇ મેરૂભા જાડેજા ઉવ.૪૧ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૫) જગુભા વેરૂભા જાડેજા ઉવ.૪૧ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૬) રામભાઇ લાખાભાઇ ડાંગર ઉવ.૧૯ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર વાળાઓને સ્થળ પરથી પકડી પાડી ખનીજ (રેતી નુ) ખનન કરી વહન કરી સંગ્રહ કરતા મળી ઉપરોકત વાહનો સાથે જોડીયા પો.સ્ટે ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

 

રાજ્ય

ગુજરાતમાં પહેલી વખત કોરોનાનું આઉટકમ 700 ને પાર

સુરત ૨૦૧ , અમદાવાદ ૧૬૫ અને રાજકોટ ૩૬ કેસ સાથે અગ્રેસર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમું પડ્યું હોય તેવાં કોઇ લક્ષણો ગુજરાતમાં દેખાતાં નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ નોંધાયા છે. આમ અગાઉ જે કેસો 600ને પાર નોંધાતા હતા, તે હવે 700ને પાર થઈ ગયા છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં મોત અને 473 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 35398 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1927 તો ડિસ્ચાર્જનો કુલ આંક 25414 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાએ હવે પેટર્ન બદલી છે. હવે અમદાવાદના બદલે સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૫૨, રાજકોટ ૩૬, વડોદરા કોર્પોરેશન ૩૪, વડોદરા ૨૭, વલસાડ ૧૯, ભરૂચ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૧૧, નવસારી ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૧૦, ખેડા ૧૦, ભાવનગર ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, મહેસાણા ૮, અમદાવાદ ૭, અરવલ્લી ૭, કચ્છ ૭, પાટણ ૬, સાબરકાંઠા ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૬, ગાંધીનગર કોર્પોરેશન ૪, આણંદ ૪, ગીર-સોમનાથ ૪, મોરબી ૩, જામનગર કોર્પોરેશન ૨, પંચમહાલ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, અમરેલી ૨, દાહોદ ૧, જુનાગઢ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના બે કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા

હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી અન્ય જિલ્લાના એક મળી કુલ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પખવાડિયા પૂર્વે મુંબઈથી આવેલા ખંભાળિયાના ભીખુભાઈ લાલજીભાઈ વાઘેલા નામના 72 વર્ષના વૃદ્ધ કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર લઈ રહ્યા હતા, તે સ્વસ્થ થતાં તેમને આજરોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે સુરતથી ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા રંભીબેન કાનાભાઈ કંડોરીયા નામના પચાસ વર્ષની મહિલાને કોરોનાની સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જેની તબિયત પણ સ્વસ્થ થઈ જતા આજરોજ તેમને  પણ રજા આપવામાં આવી છે. આ બંને વ્યક્તિઓને હાલ થોડા દિવસ હોમ કવોરોન્ટાઈન રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 318 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઈન છે. આ સાથે જિલ્લામાં કુલ 564 લોકોને કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં આજ સુધી કુલ 4161 કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અન્ય જિલ્લાનો એક મળી 28 ના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ છે. જે પૈકી એક દર્દીને જામનગર જી. જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આજ સુધી 19 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે બે વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે.

વધુ વાંચો

રાજ્ય

દેશભરની યુનિવર્સિટી-કોલેજો માટે UGCએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર વધારે ભાર મૂકવામાં આવશે. ઓગષ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે અને સપ્ટેમ્બર માસથી વર્ગો શરૂ થશે. લેબોરેટરી અથવા પ્રેક્ટીકલ પ્રયોગ માટે વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ લેબોરેટરીનો ઉપયોગ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉભી કરવી પડશે. તમામ સ્ટાફને ડિજિટલ અભ્યાસ માટે તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ડિજિટલ ટીચિંગ એપ્લિકેશન અને વિવિધ ટુલ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.

આ ઉપરાંત અભ્યાસક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવશે. તમામ શાળા અને કોલેજો ખોલ્યા પછી બધા જ વર્ગો ફિઝિકલી લેવામાં નહીં આવે. તમામ શિક્ષકોને 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન અને બાકીનો અભ્યાસક્રમ વર્ગોમાં ભણાવવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની માહિતી રાખવાનું યુજીસી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. દરેક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની મુંઝવણ માટે કોવિડ-19 સેલ ઉભો કરવાનો રહેશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ