Connect with us

રાષ્ટ્રીય

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા પરિમમ નથવાણી અગાઉ દિલ્હીની યાત્રા કરવા અસમર્થ હોવાથી તેઓ તેમની સાથે ચૂંટાયેલા સભ્યોની સાથે શપથ ગ્રહણ કરી શક્યા ન હતા.

ઝારખંડથી 2008 અને 2014 એમ સતત બે ટર્મ સુધી રાજ્યસભામાં ચૂંટાયેલા પરિમલ નથવાણી ત્રીજી ટર્મ માટે જૂન 19,2020ના રોજ આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલહું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ 90 ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે. અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે,એમ નથવાણીએ દિલ્હીમાં શપથ ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું.
નથવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, હજુ ગયા સપ્તાહે ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ દ્વારા આંધ્રપ્રદેશને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. સોમવારે માનનીય મુખ્યમંત્રીએ વાય.એસ.આર. સંપૂર્ણ પોષણ યોજનાનો પ્રારંભ કર્યો, જે અંતર્ગત 30 લાખ લાભાર્થીઓને ફોર્ટીફાઇડ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવશે. ઓગષ્ટમાં, સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ભારતના ટોચના 10 સ્વચ્છ શહેરો (10 લાખથી વધારે વસતિ ધરાવતાં શહેરો)ની યાદીમાં વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થયો. છેલ્લાં એક વર્ષમાં મુખ્યમંત્રીએ મેળવેલી સિધ્ધિઓ અને લોક કલ્યાણ યોજનાઓની આ માત્ર એક ઝાંખી છે.

આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા 12 વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ, એમ નથવાણીએ જણાવ્યું હતું.

પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ છે અને અગાઉ તેમણે 2008 થી 2020 સુધી સતત બે ટર્મ ઝારખંડનું પ્રતિનિધત્વ કર્યું હતું. નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ આર.આઇ.એલ.ના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ છે અને રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત દેશના પશ્ચિમી રાજ્યોમાં રિલાયન્સ પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ, રિટેલ વ્યવસાય, ગેસ પરિવહન પાઇપલાઇન અને જિયો મોબાઇલ નેટવર્ક સહિતના માળખાકિય પ્રોજેક્ટના અમલીકરણમાં પણ અહમ ભૂમિકા ભજવી હતી.

પરિમલ નથવાણીને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા અને એક વખત તો જામ ખંભાળિયામાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વોઇસ ઓફ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા.

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી રાજ્ય સભામાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા શ્રી પરિમલ નથવાણી રાંચી ઉપરાંત ગ્રામીણ ઝારખંડમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કરેલા કાર્યોમાંથી તે પ્રતિપાદિત થાય છે. તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 100 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.

ગુજરાત સરકારના બિઝનેસ ડેલિગેશનના સભ્ય તરીકે શ્રી નથવાણીએ ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરીયા, સ્વીટ્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ટ્રાખાન, વગેરે સહિત એક ડઝનથી વધારે દેશોની મુલાકાત લીધી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસોથી તેમને ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વિચારોના આદાન-પ્રદાનની તક મળી હતી.

થોડા સમય પહેલાં સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા પરિમલ નથવાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું.

નથવાણી લગભગ 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે રિલાયન્સ વતીથી ગુજરાત સરકારની સાથે મળીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં સહભાગી બન્યા હતા અને વેગ આપ્યો હતો. દ્વારકા ગુજરાતનું એકમાત્ર શહેર છે જેનો સમાવેશ પ્રાચીન ધર્મ સનાતન ધર્મના ચારધામ અને સપ્તપુરી યાત્રાધામ એમ બંનેમાં થાય છે.

નથવાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે નવ વર્ષ કરતાં વધારે સમયથી સેવા આપે છે. આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટી માર્ગી શ્રીનાથજી સંપ્રદાયની સર્વોચ્ચ વ્યવસ્થાપન સંસ્થા છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ના પ્રમુખ તરીકે નથવાણી સન 2019ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં ચૂંટાતા ગુજરાતમાં ફૂટબોલને ઘણો જ વેગ મળ્યો.

ગીર લાયન: પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) આ બે પુસ્તકો નથવાણીની ક્ષમતાઓના પુરાવા છે. ઝારખંડમાં તેમણે આપેલા પ્રદાન અંગેનું વધુ એક પુસ્તક એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, રાંચી દ્વારા ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે.

હું આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છું, એમ નથવાણીએ વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવતાં જણાવ્યું હતું. સાથે-સાથે, તેમણે ઉમેર્યું હતું કે તેઓનો ઝારખંડ અને ઝારખંડના લોકો સાથેનો લગાવ ચાલુ રહેશે. કોર્પોરેટ અને જાહેર જીવનના તેમના બહોળા અનુભવ સાથે તેઓ હવે આ અનુભવનો ઉપયોગ આંધ્રપ્રદેશના વિકાસ માટે કરવા તૈયાર છે.

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આજે જાહેર થઇ શકે છે અનલોક 5.0

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં 31 ઓક્ટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.

સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓક્ટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં.

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને 21 સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ