Connect with us

સ્પોર્ટ્સ

રાજીવ શુકલ બની શકે છે BCCIનાં ઉપાધ્યક્ષ

રાજીવ શુકલ બની શકે છે BCCIનાં ઉપાધ્યક્ષ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લા વહેલી તકે બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ બની શકે છે. 13 એપ્રિલના ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી બન્યા બાદ માહિમ વર્માએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. બોર્ડના નવા બંધારણ અનુસાર એક વ્યક્તિ એક સમયે 2 પદ પર નથી રહી શકતો. બોર્ડના નિયમ અનુસાર 45 દિવસમાં સ્પેશિયલ જનરલ મિટિંગ કરી નવા ઉપાધ્યક્ષની નિમણૂંક કરવાની રહે છે. લૉકડાઉનના કારણે હાલ આમ થવું મુશ્કેલ છે. ગાંગુલી અધ્યક્ષ બન્યા ત્યારે રાજીવ શુકલાના ઉપાધ્યક્ષ બનવાની ચર્ચા હતી. પરંતુ કુલિંગ ઓફ પીરિયડ પૂર્ણ ના થવાથી થઈ શક્યું નહોતું. હવે તેમની નિમણૂંક થઈ શકે છે. રાજીવ શુક્લા ઉ.પ્ર. ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે. 2017માં લોઢા કમિટીની ભલામણ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

રાજીવ શુક્લાએ માર્ચમાં રાજ્યસભાની ઉમેદવારીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ત્યારથી ચર્ચા હતી કે તેઓ બોર્ડમાં સામેલ થઈ શકે છે. તેઓ પદાધિકારી તરીકે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યાં છે. આઈપીએલની વર્તમાન સિઝન અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત છે. એવામાં રાજીવ શુકલાની એન્ટ્રી બાદ બોર્ડ કોઈ નિર્ણય લઈ શકે છે.

સ્પોર્ટ્સ

લોકડાઉનમાં વિરાટ કોહલીએ ઘરે બેઠા જ 3.6 કરોડ કમાઇ લીધા

લોકડાઉનમાં વિરાટ કોહલીએ ઘરે બેઠા જ 3.6 કરોડ કમાઇ લીધા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લોકડાઉનના દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટ મારફતે કમાણી કરનાર દુનિયાભરનાં ખેલાડીઓની લિસ્ટમાં ટોપ 10માં સામેલ એકમાત્ર ક્રિકેટર છે. એક રિપોર્ટના અનુસાર કોહલી આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને સામેલ છે.

‘અટેન’એ 12 માર્ચ અને 14 મેના દરમિયાન આંકડાઓ તૈયાર કર્યા છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે સમગ્ર દુનિયાની રમત ઠપ્પ હતી. લિસ્ટના અનુસાર કોહલીએ પોતાની સ્પોન્સર્ડ પોસ્ટ મારફતે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે પ્રત્યેક પોસ્ટ માટે તેને 1.2 કરોડ રૂપિયા મળ્યા હતા.

પોર્ટુગાલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ લિસ્ટ પર સૌથી ટોચ પર છે. તેની કમાણી લગભગ 17.9 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે આર્જેન્ટિના અને એફસી બાર્સેલોનાના સ્ટાર લિયોનલ મેસ્સી 12.3 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે. તથા પીએસજીના નેમાર 11.4 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.

બાસ્કેટબોલનાં મહાન ખેલાડી શાક્વિલે ઓનીલ 5.5 કરોડ અને ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલ કેપ્ટન ડેવિડ બેકહમ ચોથા અને પાંચમા સ્થાને છે. સ્વીડનના ફૂટબોલર જ્લાટન ઈબ્રાહિમોવિચ 3.8 કરોડ રૂપિયા, એનબીએના પૂર્વ સ્ટાર ડ્વેન વેડ, બ્રાઝિલ ફૂટબોલર દાની એલવ્સ અને મુક્કેબાજ એન્થોની જોશુઆ ટોપ 10 ખેલાડીઓમાં સામેલ છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે રોહિત શર્માને નોમીનેટ કરાયો

ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચમાં કોરોના સબસ્ટિટ્યૂટની માંગ કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

rohit sharma - india

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ રોહિત શર્માને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે નોમિનેટ કર્યો છે. જ્યારે ઇશાંત શર્મા, શિખર ધવન અને દીપ્તિ શર્મા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે. ભારત સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલયે 1 જાન્યુઆરી, 2016થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાનના પ્રદર્શનના આધારે સંબંધિત એવોર્ડ માટે આમંત્રણો માંગ્યા હતા.

રોહિત શર્મા, વ્હાઇટ બોલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે. તે વર્ષ 2019માં ICC વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયો હતો. તે ગયા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક જ એડિશનમાં 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો હતો. તે T-20માં ચાર સદી ફટકારનાર અને ટેસ્ટમાં ઓપનર તરીકેની ડેબ્યુ મેચમાં બંને દાવમાં સદી મારનાર પણ એકમાત્ર બેટ્સમેન છે.

શિખર ધવન ડેબ્યુ પર સૌથી ઝડપી ટેસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ ધરાવે છે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે ગોલ્ડન બેટ્સ (મોટા ભાગના રન માટે) જીતનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તે વનડેમાં સૌથી ઝડપી 2000 અને 3000 રન કરનાર ભારતીય બેટ્સમેન છે.

રમતના ત્રણેય ફોર્મેટ્સમાં રમનાર સૌથી યુવા ભારતીય ઇશાંત શર્મા, ભારતીય પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે.

જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના નામે વુમન્સ વનડેની એક ઇનિંગ્સમાં સર્વાધિક રન કરવાનો રેકોર્ડ છે. તેમજ તે વુમન્સ વનડેમાં 6 વિકેટ લેનાર એક માત્ર ભારતીય ક્રિકેટર છે.

બીજી તરફ કોરોનાવાયરસ વચ્ચે ઇંગ્લેન્ડમાં જુલાઈથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ દરમિયાન ફેન્સને નવા નિયમ હેઠળ કોરોનાવાયરસ સબસ્ટિટ્યૂટ જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) આ સબસ્ટિટ્યૂટ નિયમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાત કરી રહ્યું છે.

ઇંગ્લિશ ટીમ પોતાના ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે જુલાઈમાં ટેસ્ટ સિરીઝ રમશે. વિન્ડિઝ અને પાકિસ્તાન બોર્ડે સલામત વાતાવરણમાં શ્રેણી રમવા માટેની મંજૂરી પણ આપી દીધી છે.

આ નિયમ ફક્ત ટેસ્ટ ક્રિકેટમાં જ લાગુ થશે
બ્રિટિશ મીડિયામાં ECBના ડાયરેક્ટર ઓફ ઇવેન્ટ્સ સ્ટીવ એલવાર્ડીને કહ્યું છે કે ECBને આશા છે કે ICC તેની સાથે સહમત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ ફક્ત ટેસ્ટ ક્રિકેટમાં લાગુ થશે. જોકે, આ નિયમ કેવી રીતે કામ કરશે તે રિપોર્ટમાં સ્પષ્ટ નથી

 

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર

ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે વર્ષના અંતે થનાર ટેસ્ટ, વનડે અને T-20 શ્રેણીનું શેડ્યૂલ નક્કી કર્યું છે. ટૂરની શરૂઆત ઓક્ટોબરમાં 3 T-20ની સીરિઝથી થશે. પહેલી મેચ બ્રિસબેનમાં 11 ઓક્ટોબરે, બીજી મેચ અને ત્રીજી મેચ 14 અને 17મી અનુક્રમે કેન્બેરા અને એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ પછી બંને ટીમો T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન રમાશે.

તેના પછી બંને દેશ વચ્ચે 4 ટેસ્ટની સીરિઝ રમાશે. પ્રથમ મેચ 3 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. તે પછીની મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે 11 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. કોરોનાને કારણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ પ્રવાસ પર 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે, બીસીસીઆઈ દ્વારા આ માટે મંજૂરી આપવામાં આવી છે.

બંને દેશો વચ્ચે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સિંગ ડે રમવામાં આવશે. આ પછી 3 જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ થશે. હકીકતમાં, ક્રિસમસ પછીના બીજા દિવસે 26 ડિસેમ્બરેની મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્ષની પ્રથમ મેચને ન્યૂ યર ટેસ્ટ કહેવામાં આવે છે.

ભારતીય ટીમ એડિલેડમાં પોતાની બીજી અને વિદેશમાં પહેલી ડે-નાઈટ ટેસ્ટ રમશે. ભારતે પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટ 22 નવેમ્બર 2019ના રોજ કોલકાતા ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ભારત આ મેચ એક ઇનિંગ્સ અને 46 રને જીત્યું હતું.

ભારત ઓસ્ટ્રેલિયા 3 વનડે સીરિઝની પહેલી મેચ 12 જાન્યુઆરીએ પર્થ, બીજી મેચ 15 જાન્યુઆરીએ સિડની અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ સિડની ખાતે રમશે.

રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ટેસ્ટ સીરિઝ માટે શેડયૂલ નક્કી કરવું જરૂરી હતું.
જોકે, આ શ્રેણી થશે કે નહીં તે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે. અગાઉ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે આ તમામ ટેસ્ટ એક જ મેદાન પર થઈ શકે છે, પરંતુ અત્યારે એવું નથી. જ્યારે સંજોગો નિયંત્રણમાંથી બહાર આવે ત્યારે જ આ નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ